૨૦ આસામીઓ પાસેથી ૬.૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત અને રૂ. ૭,૦૦૦/- વહીવટી ચાર્જ
રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જન-જાગૃતિ આવે અને જાહેરમાં કચરો ફેલાવતા આસામીઓ સામે દંડનીય કાર્યવાહી કરવા હેતુ શહેરના ત્રણેય ઝોનમાં નાયબ કમિશનરશ્રી(વે.ઝોન) નાં માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઇજનેર, સેનિટેશન ઓફિસર તથા વોર્ડના એસ.આઈ./એસ.એસ.આઈ. સહિતના સ્ટાફ સાથે ડ્રાઈવ યોજવામાં આવેલ. જેમાં સંત કબીર રોડ પર આવેલ જુદીજુદી ચા અને પાનની દુકાનો ખાતે કચરા પેટી ના રાખવા તેમજ જાહેરમાં ગંદકી ફેલાવવા સબબ કુલ ૦૯ આસામીઓ પાસેથી કુલ રૂ. ૧૧,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં ગોંડલ રોડ, ઢેબરભાઈ રોડ તથા રામનાથપરા ફૂલ બજાર ખાતે જાહેરમાં ગંદકી ફેલાવવા સબબ કુલ ૦૮ આસામીઓ પાસેથી કુલ રૂ. ૪,૨૦૦/- નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ.
વેસ્ટ ઝોનમાં લક્ષ્મીનગર તથા ગંગેશ્વર હોકર્સ ઝોન, રાજનગર ચોક,મવડી રોડ, નાનામવા રોડ, રૈયા રોડ જેવા વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા દુકાનદારો , ટી-સ્ટોલ તથા એજન્સીઓ પાસેથી ૬.૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ તથા જુદાજુદા ૨૦ આસામીઓ પાસેથી કુલ રૂ. ૭,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ.
- Advertisement -




