ગ્રાહકોને ડરાવી-ધમકાવી શકશે નહીં, છઇઈં કડક ગાઈડલાઈન લાવશે: ડિજિટલ ફ્રોડ પર ₹25,000 વળતર મળશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
બેંકમાંથી લોન લેનારા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનારા કરોડો ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (છઇઈં) એ લોન રિકવરી એજન્ટોની મનમાની અને બેંકો દ્વારા કરવામાં આવી રહેલી ‘મિસ-સેલિંગ’ પર લગામ કસવા માટે કડક ગાઈડલાઈન્સ લાવવાનો નિર્ણય કર્યો છે.
શુક્રવારે મોનેટરી પોલિસી કમિટી (ખઙઈ) ની બેઠક પછી છઇઈં ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે કેન્દ્રીય બેંક ત્રણ નવા ડ્રાફ્ટ રેગ્યુલેશન જાહેર કરવા જઈ રહી છે. તેમનો હેતુ ગ્રાહકોની સુરક્ષાને મજબૂત કરવાનો અને બેંકોની જવાબદારી નક્કી કરવાનો છે.
આ નિયમો લાગુ થયા પછી રિકવરી એજન્ટો ગ્રાહકોને ડરાવી-ધમકાવી નહીં શકે અને ન તો બેંક તમને એવો ઇન્સ્યોરન્સ કે લોન આપી શકશે, જેની તમને જરૂર નથી.
આરબીઆઈ ગવર્નરે સ્પષ્ટ કર્યું છે કે લોન રિકવરીની પ્રક્રિયામાં પારદર્શિતા અને નૈતિકતા લાવવા માટે વર્તમાન નિયમોને વધુ કડક કરવામાં આવશે. ઘણીવાર ફરિયાદો આવે છે કે રિકવરી એજન્ટો ગ્રાહકોને મોડી રાત્રે ફોન કરે છે, તેમના સંબંધીઓને પરેશાન કરે છે અથવા ઘરે આવીને ગેરવર્તન કરે છે.
નવા નિયમો હેઠળ બેંકો હવે આ એજન્ટોની હરકતો માટે સીધા જવાબદાર રહેશે. જો કોઈ એજન્ટ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો બેંક પર ભારે દંડ લાગી શકે છે.
ડિજિટલ પેમેન્ટ કરતા યુઝર્સ માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. છઇઈં એ પ્રસ્તાવ મૂક્યો છે કે નાના મૂલ્યના અનઓથોરાઇઝ્ડ ડિજિટલ ટ્રાન્ઝેક્શન (છેતરપિંડી) થાય તો ગ્રાહકોને ₹25,000 સુધીનું વળતર આપી શકાય છે. આ માટે એક નવું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. એનો અર્થ એ છે કે જો તમારા ખાતામાંથી છેતરપિંડીથી પૈસા કપાય છે અને તમે સમયસર તેની જાણ કરો છો, તો બેંકે તમારા નુકસાનની ભરપાઈ કરવી પડશે.
બેંક કર્મચારીઓ હવે જબરદસ્તી વેચી શકશે નહીં વીમો
ઘણીવાર જોવા મળે છે કે જ્યારે કોઈ ગ્રાહક બેંકમાં ઋઉ કરાવવા અથવા લોન લેવા જાય છે, ત્યારે બેંક કર્મચારીઓ તેને આકર્ષક વચનો આપીને કોઈ વીમા પોલિસી અથવા રોકાણ યોજના વેચી દે છે. પછીથી ખબર પડે છે કે તે પ્રોડક્ટ ગ્રાહક માટે ફાયદાકારક નહોતી. આને જ ‘મિસ-સેલિંગ’ કહેવાય છે. આરબીઆઈ હવે આ માટે કડક માર્ગદર્શિકા નક્કી કરી રહ્યું છે. બેંકોએ એ સુનિશ્ર્ચિત કરવું પડશે કે તેઓ ગ્રાહકોને તે જ પ્રોડક્ટ વેચે જે તેમની જરૂરિયાત અને જોખમ લેવાની ક્ષમતા અનુસાર હોય.



