રાજકોટ – ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા, નવી દિલ્હી અને સિક્યોરિટી એન્ડ ઇન્ટેલીજન્સ સર્વિસ ઇન્ડિયા લી. સહયોગથી રાજકોટ જિલ્લા સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝરની જગ્યાઓ માટેની ભરતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેની વિગતો નીચે મુજબ છે.
પડધરી સરકારી હાઇસ્કૂલ ખાતે ૧૨ નવેમ્બરે, લોધિકા એચ.પી.ખીમાણી વિદ્યાલય ખાતે ૧૩ નવેમ્બરે, જેતપુર કમરીબાઇ હાઇસ્કૂલ ખાતે ૧૪ નવેમ્બરે, ધોરાજી ભગતસિંહજી હાઇસ્કૂલ ખાતે ૧૫ નવેમ્બરે, ઉપલેટા મ્યુનિસિપલ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે ૧૬ નવેમ્બરે, જસદણ મોડેલ સ્કૂલ ખાતે ૧૭ નવેમ્બરે, કોટડાસાંગાણીની મહારાણા પ્રતાપ વિદ્યાલય ખાતે ૧૮ નવેમ્બરે, જામકંડોરણા હાઇસ્કૂલ ખાતે ૧૯ નવેમ્બરે, ગોંડલ મોંઘીબા હાઇસ્કુલ ખાતે ૨૦ નવેમ્બરે અને રાજકોટની કરણસિંહજી હાઇસ્કુલ ખાતે ૨૧ નવેમ્બરના રોજ આ ભરતી શિબીર યોજાશે.
- Advertisement -

સવારે ૧૦:૦૦ થી બપોરના ૦૪:૦૦ કલાક સુધી યોજાનાર આ શિબિરમાં જોડાવા માગતા ઉમેદવારની ઉમર ૨૧ થી ૩૦ વર્ષ, શૈક્ષણિક લાયકાત ૧૦ પાસ, ઉંચાઈ ૧૬૮ સે.મી. વજન ૫૬ કિલો, છાતી ૮૦ થી ૮૫ અને શારીરીક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે, ઉમેદવારે પોતાની સાથે બધા જ ડોક્યુમેંટની ઝેરોક્ષ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટા, આધાર કાર્ડ, બોલપેન વગેરે સાથે રાખવાના રહેશે..
આ ભરતી શિબિરમાં પાસ થનાર ઉમેદવારને રીજીયોનલ ટ્રેનીંગ સેન્ટર, માણસા(ગાંધીનગર)માં ટ્રેનીંગ આપીને સિક્યુરીટી એન્ડ ઈન્ટેલીજન્સ સર્વિસ ઈન્ડિયા લી, મા કાયમી નિયુક્તિ ૬૫ વર્ષ સુધી ભારત સરકાર, રાજ્ય સરકાર અને પુરાતત્વ, બંદરગાહ, એરપોર્ટ, મલ્ટીનેશનલ, ઔદ્યોગીક ક્ષેત્રો, બેંકો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામા આવશે. સુરક્ષા જવાનની સેલેરી રૂ. ૧૨,૦૦૦/- થી ૧૫,૦૦૦/- સુપરવાઈઝર માટે રૂ.૧૫,૦૦૦/ થી ૧૮,૦૦૦/- અન્ય સુવિધા જેવી કે, દર વર્ષે પગારમાં વધારો, પ્રમોશન, પી.એફ. ઈ.એસ.આઈ, ગેસ્યુઈટી, મેડિકલ સુવિધા, બોનસ, પેન્શન સુવિધા આપવામા આવશે. રસ ધરાવતા ઉમેદવારોને આ શિબિરનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.
- Advertisement -



