રાજકોટની જેલમાં તબીબી સેવાની સવલતો વધારવા આયોજન
રાજકોટ જીલ્લા પોલીસ સલાહકાર સમિતિની બેઠક કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ બેઠકમાં રાજકોટની જેલમાં કેદીઓની સંખ્યા પ્રમાણે મેડિકલ સુવિધાઓ જળવાઈ રહે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેલ ઓથોરિટીની જરૂરિયાત પ્રમાણે ક્લિનિક માટે અલગથી જમીનની જરૂરીયાત હશે તો તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. કેદીઓની ઇમરજન્સી મેડિકલ જરૂરિયાતો પ્રમાણે સિવિલ હોસ્પિટલમાંથી તબીબની સેવા મળી રહે તે માટે પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ બેઠકમાં ડી.ડી.ઓ. દેવ ચૌધરી, એસ.પી.બલરામ મીના, જેલ અધિક્ષક સુશ્રી બન્નો જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


