By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    2 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    6 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    1 day ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    2 days ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    2 days ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    2 days ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    1 day ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    4 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    6 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ ક્રાઇમ કેપિટલ: શહેરમાં 3 શખસે મહિલાને સરાજાહેર છરીના ઘા ઝીંક્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ ક્રાઇમ કેપિટલ: શહેરમાં 3 શખસે મહિલાને સરાજાહેર છરીના ઘા ઝીંક્યા
ખાસ-ખબરગુજરાતરાજકોટ

રાજકોટ ક્રાઇમ કેપિટલ: શહેરમાં 3 શખસે મહિલાને સરાજાહેર છરીના ઘા ઝીંક્યા

Khaskhabar Editor
Last updated: 2022/12/17 at 5:58 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

વ્યાજ ન આપું તો વારંવાર બળાત્કાર કરીને વીડિયો ઉતારતા: પીડિતા

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ આસમાને આંબી રહ્યો છે અને કહી શકાય કે રાજકોટ જાણે ગુજરાતનું ક્રાઈમ કેપિટલ બની રહ્યું છે. રાજકોટમાં ગુનાખોરી બેફામ બની રહી છે. ગઇકાલે રાજકોટ શહેરના નાનામવા રોડ પર જીવરાજ પાર્ક પાસે લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતી 37 વર્ષની મહિલા પર અજિતસિંહ ચાવડા સહિત 3 શખસે અગાઉ કોર્ટમાં કરેલી બળાત્કારની ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરમાં ખુલ્લી છરી સાથે આતંક મચાવી હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના ઈઈઝટ ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે પીડિત મહિલાએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા જણાવતાં કહ્યું હતું કે, ‘વ્યાજ ન આપું તો વ્યાજખોર વારંવાર બળાત્કાર આચરી વીડિયો ઉતારતો હતો.’ વધુ અહેવાલ પાના નં. 2 પર

- Advertisement -

રૂપિયા 50 હજારની રકમ વ્યાજે લીધી હતી
આ મામલે મહિલાએ મીડિયાને જણાવ્યું હતું કે મારા પતિ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે અજિતસિંહ દિલુભા ચાવડા પાસેથી રૂા.50 હજારની રકમ વ્યાજે લીધી હતી. એ બાદ વ્યાજખોર અજિતસિંહ અવારનવાર મારી સોસાયટીમા પ્રસંગમાં આવતા અને પૈસાની ઉધરાણી કરતા હતા. દૈનિક એ લોકોને 1500 રૂપિયાનું વ્યાજ જોઈતું હતું ને જો વ્યાજ ન ચૂકવી શકીએ તો તેઓ મારી પર દુષ્કર્મ આચરતા હતા અને તેનો વીડિયો પણ ઉતારતા હતા. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

..ત્યાં સુધી વ્યાજ તારે જ ચૂકવવાનું છે

પીડિત મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે તા. 03-02-2022ના રોજ તે મને ચોટીલા લઇ ગયો હતો અને દબાણ વશ મને મંદિરમા લઇ જઇ મારી ઇચ્છા વિરુદ્ધ સેથો પૂરીને કહેલું કે તું માન કે ન માન, પણ મેં હવે તારી સાથે લગ્ન કરી લીધા છે. હવે તારાથી મારા પર કાંઇ થઈ શકશે નહી’ એમ કહી બળજબરી કરી ચોટીલામાં આકાશ હોટલમાં લઇ ગયો. ત્યાં અજિતસિંહ ચાવડાના નામે આકાશ હોટલના રજિસ્ટરમાં નં.3645થી એન્ટ્રી કરાવી હતી. એ સમયે મેં આજીજી કરેલી અને કહેલું કે ’મારે પતિ છે, બે સગીર પુત્રો અને એક દીકરી છે, તમે મારી જિંદગી ખરાબ કરી નાખી છે, હવે મને છોડી દો’ એમ કહેતાં અજિતસિંહે ’તારો પતિ જયા સુધી પૂરી રકમ નહિ આપે ત્યાં સુધી વ્યાજ તારે જ વ્યાજ ચૂકવવાનું છે,’ એમ કહીને રૂમમાં પણ મારી પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાંથી મને દીવ લઈ જઈને ત્યાં પણ દુષ્કર્મ આચર્યું હતું.

- Advertisement -

કોઈ પૈસા નહીં માગે
પીડિત મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે અજિતસિંહના સખત દબાણ અને ધમકી તેમજ અમાનુષી અત્યાચારથી અમે ત્રાસી ગયા હતા. તે બળજબરીથી મારી ઇચ્છા વિરુદ્ધ વ્યાજની રકમ ચૂકવવા પેટે મારા જ ઘરમાં મારી પર દુષ્કર્મ આચરતો હતો અને કહેતો ’જ્યાં સુધી શરીરસુખ માણવા મળશે ત્યાં સુધી વ્યાજ નહિ દેવું પડે અને મૂળ રકમ પણ કોઈ માગશે નહિ,’ એમ ન કરીએ તો મારા સગીર બાળકોને ઉપાડી જવાની અને મારા પતિને જેલમા ધકેલી દેવાની ધમકી આપતો હતો.

છરીના ઘા ઝીંકી હુમલાખોરો ફરાર
ઘર પાસે ચોકમાં આ માથાકૂટ ચાલી રહી હતી ત્યારે રિક્ષાચાલક યુવાનની પત્ની પણ ઘરની બહાર નીકળી ડખામાં વચ્ચે પડી હતી. મહિલાને જોઇને આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને જાહેરમાં ફડાકા ઝીકી દીધા બાદ નેફામાંથી છરી કાઢી મહિલાને બે ઘા ઝીકી દઇ હુમલાખોરો નાસી ગયા હતા.

મારી ફરિયાદ પણ ન લેવાઈ
મહિલાએ આગળ જણાવ્યું હતું કે સમગ્ર મામલે મેં કંટાળીને તાલુકા પોલીસમાં અરજી કરી હતી. ત્યાં પણ મારી ફરિયાદ લેવામાં ન આવી, જેથી મેં કોર્ટમાં આ મામલે લેખિતમાં ફરિયાદ કરી એટલે અજિત મારી પર છરી વડે હુમલો કરવા આવ્યો હતો. નોંધનીય છે કે મહિલાએ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં તાલુકા પોલીસ અને ગાંધીગ્રામ પોલીસ પર ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે, જેમાં આરોપી અજિત એક પોલીસકર્મીનો સંબોધી હોવાનો ઉલ્લખે થયો છે.

 

દુષ્કર્મ આચર્યાની અરજી કરી હતી
આ બળાત્કારની ફરિયાદમાં કોર્ટે પોલીસ-તપાસનો હુકમ કરતાં તાલુકા પોલીસે મહિલા અને તેના પતિને પોલીસ સ્ટેશને નિવેદન આપી જવા કહ્યું હતું. જ્યારે બીજી બાજુ આરોપીને પણ કોર્ટમાં તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થયાની જાણ કરી દીધી હતી. એને પગલે ગઇકાલે સાંજે આરોપી અજિતસિંહ ચાવડા અને તેના સાથે બે શખસ મહિલાના ઘરે પહોંચ્યા હતા અને ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી તેના રિક્ષાચાલક પતિને ધમકી આપી હતી. આ સાથે ફરિયાદ પાછી ખેંચી લો, એના બદલામાં પૈસા આપી દઈશું, એવી લાલચ પણ આપી હતી, પરંતુ રિક્ષાચાલક પતિએ ફરિયાદ પાછી ખેંચી લેવાની ના પાડી હતી.

You Might Also Like

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે

પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત

રાજકોટના લોકમેળામાં ૪૦થી વધુ જાલીનોટો વટાવી મોજશોખ કર્યા હોવાની કબૂલાત : એમપીના શખ્સને ઝડપી લેવા તજવીજ

ઢેબર રોડ પર બસ સ્ટેશનમાં સેન્ડલ વેલનેસ સેન્ટર નામના સ્પાની આડમાં કુટણખાનું ચલાવતુ દંપતિ ઝબ્બે

TAGGED: crime, Rajkot, rapecase, women
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PI ગોંડલિયા ભૂખ્યા નથી, તરસ્યા નથી, આંબાની ડાળ, સરોવરની પાળ
Next Article How to Choose Data Place Providers

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે
બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત
પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત
સુપેડી ગામે નિવૃત તલાટી મંત્રીને APK ફાઈલમાં કંકોત્રી મોકલી ઓનલાઈન ફ્રોડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?