‘હવે તો કંઇક શરમ કરો સરકાર’ના સુત્રોચ્ચાર કરતા પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી
સાયકલ પર સરકાર વિરૂદ્ધ લખાણ લખેલા બેનરો રાખવામાં આવ્યા હતા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારીને લઇને સાયકલ યાત્રા યોજી હતી. જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો સાયકલ યાત્રામાં જોડાયા હતા. કોંગ્રેસ એક તરફ કોરોનાનો માર, ઉપરથી મોંઘવારીનો ભાર, હવે તો કંઇક શરમ કરો સરકારના સુત્રોચ્ચાર સાથે સાયકલ યાત્રા યોજી હતી. જોકે પોલીસને જાણ થતા જ દોડી આવી હતી અને તમામની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ યોજેલી સાયકલ યાત્રામાં સાયકલ પર સરકાર વિરોધી લખાણ લખેલા બેનરો રાખવામાં આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે, બહુત હુઈ મહેંગાઈ માર, અબ કહાં સો ગઈ મોદી સરકાર, મોંઘા કર્યા પેટ્રોલ-ડીઝલના દામ ભાજપે આપ્યા પ્રજાને ડામ, મોંઘો ગેસ મોંઘુ તેલ બંધ કરો લૂંટનો ખેલ, મોંઘવારીનો માર પ્રજા બેહાલ બેફિકર છે સરકાર. સાયકલ યાત્રામાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા.


