By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    23 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    22 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    23 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    23 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    24 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વરસાદ : ઇન્દ્ર દેવનું વરદાન !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > વરસાદ : ઇન્દ્ર દેવનું વરદાન !
Author

વરસાદ : ઇન્દ્ર દેવનું વરદાન !

Khaskhabar Editor
Last updated: 2026/07/11 at 1:27 PM
Khaskhabar Editor 2 months ago
Share
6 Min Read
SHARE

કાર્તિક મહેતા : કાર્તિકોલોજી

વરસાદ આવે એટલે શ્રીમદ્ ભગવદ ગીતાજીનો આ શ્લોક અચૂક યાદ આવે …

- Advertisement -

અન્નાદ્ભવન્તિ ભૂતાનિ
પર્જન્યાદન્નસમ્ભવઃ ।
યજ્ઞાદ્ભવતિ પર્જન્યો
યજ્ઞઃ કર્મસમુદ્ભવઃ ॥

ભાવાર્થ(સરળ અર્થ)

સર્વ જીવ
અન્નથી ઉત્પન્ન થાય છે.
અન્ન વરસાદથી થાય છે.
વરસાદ યજ્ઞથી થાય છે,
અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે.

- Advertisement -

જીવ અન્નથી ઉત્પન્ન થાય, અન્ન વરસાદ થી ઉત્પન્ન થાય પણ આ વરસાદ યજ્ઞથી થાય તે કેવું ?

વેદોમાં ઇન્દ્રને પર્જન્ય દેવતા માનવામાં આવ્યા છે. પર્જન્ય એટલે વરસાદ.
વજ્ર નામનું ઇન્દ્રનું અસ્ત્ર છે એને વીજળીનું રૂપક ગણાયું છે. ઐરાવત નામક એમનો હાથી વાદળોના ગડગડાટનું , એની વિશાળતા અને ભવ્યતાનું પ્રતિક છે.

વેદોમાં જોવા જઈએ તો ઇન્દ્ર શ્રેષ્ઠ છે.. એનાથી ઉપર કોઈ નથી. ઇન્દ્ર એટલે સર્વોચ્ચ!
આજેપણ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં પોતાને શુદ્ધ આર્ય માનતી એકદમ ઉજ્જવળ વાન અને લાંબુ આયુષ્ય ધરાવતી પ્રજા ઇન્દ્રની પૂજા અને એના યજ્ઞ કરે છે. તો છેક તિબેટમાં પણ ઇન્દ્ર નૃત્ય થાય છે!! તિબેટની ભાષામાં લિંગ એટલે શહેર/નગર, આથી દાર્જિલિંગ એટલે ઇન્દ્રનું વસાવેલ શહેર એવો અર્થ થાય. દોરજી તિબેટમાં ઇન્દ્રનું બીજું નામ છે .. ત્યાં શાસકોને એટલે દોરજી કહેવાય છે..

ઇન્દ્ર અત્યંત પ્રાચીન દેવતા છે.. ઇન્દુ અને રા એમ બે શબ્દો મળીને ઇન્દ્ર શબ્દ બને છે.. ઇન્દુ એટલે ચંદ્ર અને રા એટલે સુર્ય. (આથી રા એટલે કે સૂર્યનું જ્ઞાન ધરાવતો માણસ એટલે રાજ્ઞા જેનો ખરો ઉચ્ચાર રાજા થાય અને એની પત્ની રાજ્ઞી જેનો ઉચ્ચાર આપણે રાણી કરી નાખ્યો!! ) ઇન્દ્રનો આપણી સંસ્કૃતિ ઉપર આટલો પ્રચંડ પ્રભાવ જોઈને જવાહરલાલ નહેરુએ પોતાની એકની એક પુત્રીનું નામ ઈન્દ્રા રાખેલું ..

વેદોમાં ઇન્દ્ર મહારાજના યજ્ઞોના ઉલ્લેખ છે, એમની સ્તુતિ છે. વેદોમાં મુખ્ય દેવતા તરીકે ઇન્દ્ર ઉભરી આવે છે.. વેદોમાં પણ સ્પષ્ટ રીતે ઇન્દ્રને વરસાદના દેવતા કહેવાયા છે.

પરંતુ વેદો ગૂઢ ગ્રંથો છે. એને ઉકેલવા અઘરા છે. વાયુ અગ્નિ જેવા દેવતાઓ સામે વરસાદના દેવતા ઈન્દ્ર સહુથી શક્તિશાળી કઇ રીતે હોઈ શકે ?

ઇન્દ્ર મનુષ્ય દ્વારા થતા કર્મના પ્રતીક છે. જ્યારે વિચારને કાર્યનું રૂપ આપવામાં આવે, જ્યારે કોઈ યંત્રમાં ઊર્જા આપીને એને કાર્યરત કરવામાં આવે ત્યારે કશુંક કર્મ થાય છે. આ ઇન્દ્ર છે ! ઇન્દ્ર એટલે ઇન્દુ એટલે કે ચંદ્ર એટલે કે મન (વિચાર) અને રા એટલે કે સુર્ય એટલે કે વિચારને કાર્યમાં પરિવર્તિત કરવાની ઊર્જા….. બેય ભેગા થાય એટલે કાર્ય થાય.

તંત્ર માર્ગ દૈવ વાદી છે, એમાં પાંચ મૂળ તત્વોના સંયોજનથી બનેલ આ જગતમાં જે કાઇ થાય છે તે આ પાંચ તત્વોના નિયમોને આધારે થાય છે .. આ પાંચ તત્વોને દેવો કહીએ તો એમાં ઇન્દ્ર ક્યાંય નથી .. કેમકે ઇન્દ્ર માણસના પુરુષાર્થનું પ્રતિક છે. દૈવ એટલે કે ભાગ્યને બદલવાની શક્તિ કેવળ ઇન્દ્ર એટલે કે પુરુષાર્થમાં છે એવી વાતને બહુ ગૂઢ રીતે વેદો કહે છે.

પણ તો ઇન્દ્ર વરસાદના રાજા કેમ?

ઇન્દ્ર વરસાદના રાજા ખરા પણ એ વરસાદ કયો???
યજ્ઞ એટલે કે કઠોર પુરુષાર્થ કરવામાં આવે ત્યારે વરસાદ આવે છે.
આપણે તો જળચક્ર ભણેલા છીએ એમાં તો ક્યાંય નથી કે યજ્ઞ કે પુરુષાર્થ કરો તો વરસાદ આવે!
તો નક્કી આ જે વરસાદ છે તે કોઈ નોર્મલ વરસાદ નહિ હોય .. આ વરસાદ છે માણસને આનંદમાં રાખતાં હોર્મોનનો વરસાદ !

જીવન ઠંડી અને ગરમી જેવી ભીષણ વિષમતાઓ થી ભરેલું છે. ત્યારે માણસને જીવતું કોણ રાખે છે? કોણ એને જીવવા પ્રેરે છે? શું માણસને અનેક દુઃખો, મૃત્યુ, છળ કપટ, અપરાધો અને જીવનની જંગ સામે સતત્ત જીવવાની ઈચ્છાને જીવતી રાખે છે?
આનો જવાબ છે: માણસના શરીરમાં ઉત્પન્ન થયા કરતા આનંદ દાયક હોર્મોન જે માણસને આ દુનિયાની અમુક કડવી વાસ્તવિકતાઓ ભુલાવી દે છે.. એને ભુલાવી દે છે કે એક દિવસ સહુએ મૃત્યુ પામવાનું છે.

આ આનંદ દાયક હોર્મોન માણસ ઇન્દ્રિયોના રસનું શમન કરીને મેળવતો રહે છે. સ્વાદિષ્ટ ખાઈને, એસીમાં રહીને, સુગંધ સૂંઘીને, સુંદર દ્રશ્યો જોઈને અને સેક્સ થી માણસ સતત ઈન્દ્રિયોને તૃપ્ત કરતો રહે છે અને જીવન સાથે બંધાયેલો રહે છે.

જુઓ, આ બધી સેનસિસ પણ ઇન્દ્ર સાથે જોડાયેલી છે !l એમને “ઇન્દ્રિયો” કહેવાય છે!!

પરંતુ આનંદ દાયક હોર્મોન રૂપી વરસાદ એક અન્ય રીતે પણ મેળવી શકાય છે!
એ છે યજ્ઞ કરીને !! એટલે કે શ્રમ કરીને, થાકીને, થોડું દુઃખી થઈ ને!

શરીરને કષ્ટ આપીને મેળવાતો આનંદ દીર્ઘકાલીન અને અત્યંત શ્રેષ્ઠ મનાયો છે , વિજ્ઞાન પણ કહે છે કે સતત મનોરંજન ને બદલે વ્યાયામ અને શ્રમ કરવાથી જે આનંદ દાયક હોર્મોન પેદા થાય એ જ એને પેદા કરવાની સાચી રીત છે !

ઇન્દ્ર દેવોના રાજા છે , દેવરાજ કહેવાય છે. અર્થાત્ જો દેવો ઉપર રાજ કરવું હોય તો ઇન્દ્રના યજ્ઞ કરવા પડે ! ઇન્દ્રને ખુશ રાખવા મન અને શરીરને એક કરીને પુરુષાર્થ આદરવો પડે .. અને એનાથી જે વરસાદ વરસે છે , એની સામે બધા વરસાદ ફિક્કા છે.. જે આ વરસાદમાં ભીંજાયા છે એ જ જાણે કે આ વરસાદ ઇન્દ્ર મહારાજનું ખરું વરદાન છે !

ખરેખર , ઇન્દ્રના યજ્ઞોથી જ વરસાદ વરસે છે !

You Might Also Like

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

સ્વામી રામદાસનો ઉપદેશ

ધર્મ-વિજ્ઞાન પરસ્પર વિરોધી નહીં પરંતુ એકબીજાના પૂરક

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લઘુકથા : નિર્વાણ
Next Article જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ
સ્વામી રામદાસનો ઉપદેશ
ધર્મ-વિજ્ઞાન પરસ્પર વિરોધી નહીં પરંતુ એકબીજાના પૂરક
ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
AuthorShailesh Sagpariya

સ્વામી રામદાસનો ઉપદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
AuthorDr. Sharad Thakar

ધર્મ-વિજ્ઞાન પરસ્પર વિરોધી નહીં પરંતુ એકબીજાના પૂરક

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?