રાજકોટ મહાનગરપાલિકાના વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ પૈકી અમુક પ્રોજેક્ટ રેલ્વે વિભાગ સાથે સંકળાયેલ હતા. જેના અનુસંધાને તાજેતરમાંજ મેયર ડૉ.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની ઉપસ્થિતિમાં રેલ્વે વિભાગના અધિકારીઓ અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે જુદા જુદા પ્રશ્ને મીટીંગ યોજાઈ હતી. મીટીંગ બાદ થોડા દિવસ પહેલા જ રાજકોટ મહાનગરપાલિકા અને રેલ્વે વિભાગ વચ્ચેનો જુનો ટેક્સનો પ્રશ્ન ઉકેલવામાં આવેલ અને આ બાબતે એમ.ઓ.યુ. પણ કરવામાં આવેલ અને રાજકોટ મહાનગરપાલિકાને સર્વિસ ચાર્જના રૂ.૧૫ કરોડ જેવી રકમ મળશે.

- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રીવર ફ્રન્ટ અંતર્ગત ડ્રેનેજની પાઇપલાઇનની કામગીરી કરાવામાં આવી રહેલ છે. કેસરે હિંદ પુલ બાદના રેલ્વેના નવા બનતા તથા હૈયાત બ્રીજની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ડ્રેનેજ લાઈન નાંખવાની મંજૂરીમાં ઘણો સમય થયા પત્રવ્યવહાર ચાલી રહેલ. તાજેતરમાંજ રેલ્વે વિભાગ સાથે મીટીંગ યોજાયા બાદ રેલ્વે વિભાગના ડીવીઝન રેલ્વે મેનેજર રાજકુમાર તથા કોર્પોરેશનના અધિકારી વચ્ચે સ્થળ વિઝિટ થયેલ. સ્થળ વિઝિટ બાદ સામાન્ય સુધારા વધારા સાથે રેલ્વે વિભાગ દ્વારા ડ્રેનેજની લાઈન નાંખવાની મંજુરી આપવામાં આવેલ છે. આ મંજુરી મળતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા અને રેલ્વે વિભાગ દ્વારા એકબીજા સાથે સંકલનમાં રહી નિર્ણયો કરવામાં આવતા શહેરના વિકાસને ખુબ જ સારુ પરિણામ મળી રહેશે તેમ મેયર તથા મ્યુનિસિપલ કમિશનરએ જણાવેલ હતું.


