By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    2 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    3 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    3 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    4 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    2 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    2 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    2 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    2 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અનેક દેશોમાં ઓવર ટુરિઝમનો વિરોધ, હવે સ્પેનમાં ચાલુ થયું પ્રવાસીઓને ભગાડવાનું અભિયાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અનેક દેશોમાં ઓવર ટુરિઝમનો વિરોધ, હવે સ્પેનમાં ચાલુ થયું પ્રવાસીઓને ભગાડવાનું અભિયાન
આંતરરાષ્ટ્રીય

અનેક દેશોમાં ઓવર ટુરિઝમનો વિરોધ, હવે સ્પેનમાં ચાલુ થયું પ્રવાસીઓને ભગાડવાનું અભિયાન

Khaskhabar Editor
Last updated: 2024/07/10 at 1:45 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

તાજેતરમાં સ્પેનના બાર્સેલોના શહેરમાં એક ઘટના બની, જેણે દુનિયાભરના મીડિયાનું ધ્યાન ખેંચ્યું. ઘટના કંઈક એવી હતી કે બાર્સેલોનાના રહેવાસીઓએ એક વિરોધ રેલી કાઢી અને એ દરમિયાન બાર્સેલોના ફરવા આવેલા પ્રવાસીઓ પર પાણી છાંટ્યું. ના, પ્રેમપૂર્વક કે સ્વાગત કરવા નહીં. પ્રવાસીઓને બાર્સેલોના બહાર તગેડી મૂકવા માટે નગરવાસીઓએ જલાભિષેક કર્યો હતો. જો કે આ ખાલી સ્પેનની વાત નથી, દુનિયાના અનેક દેશોમાં ઓવર ટુરિઝમનો વિરોધ થઈ રહ્યો છે. ભારતની જ વાત કરીએ તો લદાખ અને બીજા અનેક પહાડી રાજ્યોમાં વધુ પડતા પ્રવાસનનો વિરોધ થઈ જ રહ્યો છે. આપણો નાનકડો પાડોશી દેશ ભુતાન તો ઈચ્છતો જ નથી કે અહીં વધુ પડતા પ્રવાસીઓ આવે અને પર્યાવરણની ઘોર ખોદે. તો આજે વાત કરીશું સ્પેનની.

શું છે વિરોધનું કારણ?

- Advertisement -

સ્પેનના બાર્સેલોના શહેરના લોકો પ્રવાસીઓના ટોળાથી કંટાળી ગયા છે. અહીં જે બે શહેરોમાં પ્રવાસીઓનો સૌથી વધુ ધસારો રહે છે એ છેઃ રાજધાની મેડ્રિડ અને બાર્સેલોના. 2011માં રિલિઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ઝિંદગી મિલેગી ના દોબારા’માં દેખાડેલું સ્પેન જોઈને ભારતીયોમાં સ્પેન ફરવા જવાનો ક્રેઝ જાગેલો. કંઈક એ જ પ્રકારે 2008માં આવેલી ફિલ્મ ‘વિકી ક્રિસ્ટિના બાર્સેલોના’ દુનિયાભરમાં હિટ સાબિત થતાં પ્રવાસશોખીનોના ધાડેધાડા બાર્સેલોનાની મુલાકાતે જવા માંડ્યા હતા. જો કે, આ બંને ફિલ્મો આવી એ અગાઉ પણ સ્પેન ટુરિસ્ટો માટે હોટ ડેસ્ટિનેશન હતું જ. આટલા વર્ષો સુધી પ્રવાસીઓના ટોળાં ખમી લીધાં, પણ હવે સ્પેનવાસીઓની સહનશક્તિની જાણે કે હદ આવી ગઈ છે, અને ‘ઓવર ટુરિઝમ’ને વખોડતા તેઓ રસ્તા પર વિરોધપ્રદર્શન કરવા લાગ્યા છે. જેના ભાગરૂપે તાજેતરમાં એમણે બાર્સેલોનામાં પ્રવાસીઓ પર રમકડાંની બંદૂકથી પાણી છાંટીને ‘ટુરિસ્ટ્સ ગો હોમ’(પ્રવાસીઓ તમારા ઘરે પાછા જાવ)ના નારા લગાવ્યા હતા. વિરોધ કેટલો પ્રબળ હતો એ એના પરથી ખબર પડે છે કે વિરોધ-રેલીમાં સો-બસો-પાંચસો નહીં 2,800થી વધુ લોકો જોડાયા હતા.

શું છે ઓવર ટુરિઝમ?

પ્રવાસીઓની સંખ્યા યજમાન શહેર/ગામ/સ્થળની ક્ષમતા કરતાં વધી જાય અને એને લીધે ગેરવ્યવસ્થા સર્જાય, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની અછત સર્જાય, સ્થાનિકોનું જીવન પ્રભાવિત થાય ત્યારે એને જે-તે સ્થળે સર્જાયેલું ઓવર ટુરિઝમ કહેવાય.

- Advertisement -

પ્રવાસીઓથી કેમ કંટાળ્યા સ્પેનિયાર્ડો?

પ્રવાસીઓ કોઈપણ સ્થળે ફરવા જાય તો ગંદકી ફેલાવે, ઘોંઘાટ કરે, દારૂ પીને ધમાલ મચાવે અને ટ્રાફિકની સમસ્યા વકરાવે એવા દૂષણો તો આપણા દેશના ટુરિસ્ટ પ્લેસ પર પણ વ્યાપક છે. પણ એની સામે સ્થાનિકો વિરોધ નથી કરતાં, એવું બધું ચલાવી લે છે, કેમ કે પ્રવાસીઓના લીધે જે-તે સ્થળની ઈકોનોમીમાં ઉછાળો આવતો હોય છે. પ્રવાસીઓને લીધે હોટલ ઉદ્યોગ, ખાણીપીણીની દુકાનો, ટેક્સી-ઓટો ચલાવનારાઓ, ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓ બનાવીને વેચનારાઓ જેવા ઘણાબધા ધંધાર્થીઓને નાણાકીય ફાયદા થતા હોય છે. દિવાળી અને મે વેકેશનમાં આપણા દેશમાં ફરવાલાયક સ્થળોએ પ્રવાસીઓની ભારી ભીડ જોઈને આપણે સૌ અકળાતા હોઈએ છીએ, પણ આપણા દેશમાં આછાપાતળા કચવાટ સિવાય કોઈ કંઈ કરતું નથી. પણ આ મુદ્દે સ્પેનની પ્રજાની ધીરજ હવે ખૂટી ગઈ છે, જેના એકથી વધુ કારણો કંઈક આવા છે…

• પ્રદર્શનકર્તાઓની દલીલ એવી છે કે, પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે જ્યાં જુઓ ત્યાં હોટલો ખુલી ગઈ છે, જેને કારણે મિલકતોના ભાવ આસમાને પહોંચી ગયા છે. સ્થાનિક લોકોએ જમીન ખરીદીને ઘર બનાવવું હોય કે બહુમાળી મકાનમાં ફ્લેટ ખરીદવો કે ભાડે લેવો હોય તો એમને અતિશય મોંઘું પડે છે. છેલ્લા એક વર્ષમાં જ મકાનના ભાડામાં 18 ટકાનો વધારો થયો છે. એટલે સરેરાશ નગરવાસી માટે તો બાર્સેલોનામાં ઘર લેવું એ પહોંચની બહારની વસ્તુ બની ગઈ છે.

• એ ઉપરાંત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ આભ આંબી ગયા છે જેને લીધે નગરવાસીઓનો જીવન-ખર્ચ વધી ગયો છે. પ્રવાસીઓના ભારે ધસારાને કારણે ઘણીવાર બેઝિક વસ્તુઓની અછત પણ સર્જાતી હોય છે, જેને લીધે જનજીવન પ્રભાવિત થતું હોય છે.

• જે લોકો ટુરિઝમ બિઝનેસ સાથે સંકળાયેલા છે એ લોકો તો પ્રવાસીઓને કારણે ધૂમ કમાય છે, પણ જે લોકો ટુરિઝમ સિવાયના ધંધા-નોકરી કરે છે, એમની આવક મર્યાદિત છે અને એ કારણસર બાર્સેલોનામાં આર્થિક અસમાનતા વધી ગઈ છે. અમીર-ગરીબ વચ્ચે સર્જાતી ખાઈ સરવાળે સામાજિક અસમાનતામાં પરિણમે છે.

• પ્રવાસીઓને કારણે રોજેરોજ પેદા થતા મબલખ કચરાને ઠેકાણે પાડવામાં બાર્સેલોનાના આસપાસના પર્યાવરણની ખો નીકળે છે, એ મુદ્દો પણ સ્થાનિકોના વિરોધના એજેન્ડામાં સામેલ છે.

• વિરોધ કરી રહેલા લોકોએ શહેરના પ્રસાશન સામે ભારપૂર્વક એ મુદ્દો મૂક્યો હતો કે, ‘બાર્સેલોના ફક્ત પ્રવાસીઓ માટેનું શહેર નથી, સ્થાનિકો પણ અહીં રહે છે. એમના સ્વાસ્થ્ય અને સુખાકારીનો પણ વિચાર કરો.’

બીજા સ્થળોએ પણ ફરકાવાયા વિરોધના વાવટા

વધુ પડતા પ્રવાસીઓના ધસારાને કારણે બેવડ વળી ગયેલા સ્પેનિશ સ્થળોમાં ફક્ત બાર્સેલોના જ નથી. બાર્સેલોનામાં થયેલા પ્રવાસીના વિરોધના પડઘા સ્પેનના અન્ય ખૂણાઓમાં પણ પડ્યા છે. પ્રવાસીઓ જ્યાં ભારી ભીડ જમાવે છે એવા બેલેરિક ટાપુસમૂહના ઇબિઝા અને પાલ્મા ખાતે રેલીઓ નીકળી હતી, જેમાં 15,000 લોકો જોડાયા હતા. કેનેરી ટાપુઓમાં પણ એવો જ વિરોધવંટોળ ફૂંકાયો. પ્રવાસીને હાંકી કાઢવાનો આ વાવર ધીમેધીમે આખા સ્પેનમાં (અને એનું જોઈને બીજા યુરોપિયન દેશોમાં) ફેલાય એવું બની શકે.

કોઈ ઉપાય છે ઓવર ટુરિઝમને અટકાવવાના?

બાર્સેલોનાવાસીઓનું દબાણ વધતાં શહેરના મેયરે તાત્કાલિક જાહેરાત કરવી પડી છે કે તેઓ શહેરમાં પ્રવાસીઓને ભાડે અપાતાં એપાર્ટમેન્ટની સંખ્યામાં ઘટાડો કરશે, જેથી ખાલી પડેલા એપાર્ટમેન્ટ થકી સ્થાનિકોની આવાસની સમસ્યા ઓછી થાય. ઓવર ટુરિઝમને અટકાવવા માટે અજમાવવા જેવા અન્ય ઉપાયો છે…

• ડીમાર્કેટિંગ- ડીમાર્કેટિંગ એટલે પ્રવાસીઓને લોકપ્રિય સ્થળોએ જવાને બદલે આસપાસના બીજા સ્થળોની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવા. ઘણા પ્રવાસીઓ સોશિયલ મીડિયા થકી નવાનવા પ્રવાસન સ્થળોની માહિતી મેળવીને ત્યાં ફરવા ઉપડી જતા હોય છે. જે-તે દેશનું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ લોકોની આ માનસિકતાનો ફાયદો ઉઠાવી શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લોકપ્રિય હોય એવા ‘ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર’ દ્વારા દેશના ઓછા જાણીતા સ્થળોનું પ્રમોશન કરી શકાય. આ કામ પ્રવાસશોખીન લેખકો પાસે પણ કરાવી શકાય.

• પ્રવાસીઓનો ધસારો ખૂબ રહેતો હોય એવા સ્થળે એન્ટ્રી ફીમાં વધારો કરીને પણ પ્રવાસીઓને અન્યત્ર વાળી શકાય.

• અમુક સ્થળોએ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકીને પણ પ્રવાસીઓનો ધસારો ખાળી શકાય. સ્થાનિક પર્યાવરણને નુકશાનકર્તા વાહનો પર પણ પ્રતિબંધ ફરમાવી શકાય. જેમ કે, નેધરલેન્ડના એમ્સ્ટરડેમ શહેરમાં પ્રવાસીઓની ભીડ ઓછી કરવા માટે શહેરની નહેરોમાં ક્રુઝ જહાજોને પ્રવેશબંધી ફરમાવાઈ છે.

• અમુક દેશ હવે ‘ક્વોલિટી ટુરિઝમ’ તરફ વળી રહ્યા છે. આ પ્રવાસનનો એવો પ્રકાર છે જેમાં પ્રવાસીઓને ‘ઓછું ફરો, સારું ફરો’નો મંત્ર શીખવવામાં આવે છે. એમાં દોડીભાગીને ઘણાંબધાં સ્થળોની મુલાકાત લેવાને બદલે ઓછા સ્થળોએ ફરવાનું, પણ જ્યાં જાવ ત્યાંના પર્યાવરણને જાળવવાનું, સ્થાનિકોના જીવન પર નકારાત્મક અસર ન થાય એનું ધ્યાન રાખવાનું અને શક્ય હોય તો લોકોને મદદરૂપ થવાનું ધ્યાનમાં રાખવાનું હોય છે. પ્રવાસનના આ પ્રકારમાં ટોળાબંધ ફરવાને બદલે નાના-નાના ગ્રુપમાં ફરવા પર ભાર મૂકવામાં આવે છે.

• જે-તે સ્થળે નિશ્ચિત માત્રા કરતાં વધારે પ્રવાસીઓને પ્રવેશ આપવો નહીં. પ્રવાસીઓને એક સ્થળે લાંબા સમય માટે રોકાણ ન કરવા દેવું. પર્યાવરણ માટે સંવેદનશીલ હોય એવા સ્થળોએ રાત્રિરોકાણ પર પ્રતિબંધ ફરમાવી શકાય.

• પ્રવાસીઓને જવાબદારીપૂર્વક વર્તવા બાબતે જાણકારી આપી શકાય. એમને ટ્રાફિક નિયમોના પાલન બાબતે તથા પ્રદૂષણ ન ફેલાવવા બાબતે જાગૃત કરી શકાય.

• જે-તે સ્થળે ટુરિઝમના ધંધામાં રોકાણ કરવા ઈચ્છુક બહારના લોકો પાસે કડક નિયમોનું પાલન કરાવી શકાય.

• ટુરિઝમ આધારિત નોકરી-ધંધામાં સ્થાનિકોને પ્રાધાન્ય આપી શકાય.

 

You Might Also Like

ઈરાન પર USનો ફરી હુમલો

નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી

મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત

નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ

TAGGED: many countries, Protests, SPAIN, tourists
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિદ્યાર્થીઓનો નવો સાથી ChatGPT 3.5
Next Article એક્સપ્રેસ વે પર સ્લીપર બસ ટેન્કર સાથે અથડાઈ, બે મહિલાઓ, એક બાળક સહિત 18નાં મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઈરાન પર USનો ફરી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરરાષ્ટ્રીય

SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?