ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉકત સંદર્ભ અન્વયે આગામી તા.05/08/2024, તા.12/08/2024, તા.19/08/2024, તા.26/08/2024 તથા તા.02/09/2024 ના રોજ શ્રાવણના સોમવાર નિમિતે તથા તા. 26/08/2024 ના રોજ જન્માષ્મી નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
- Advertisement -
સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-1949ની કલમ 329 અને 336 તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.



