પેટ્રોલ-ડીઝલનાં ભાવ સતત વધતા તેની સીધી અસર જીવન જરૂરી ચીજવસ્તુઓ ઉપર પડી રહી છે. ખાદ્યતેલ, અનાજ, કઠોળ, દૂધ બાદ હવે શાકભાજીનાં ભાવ ભડકે બળી રહૃાા છે.
ઉનાળાનાં દિવસોમાં સામાન્ય રીતે લીંબુનો ભાવ ઓછો હોય છે પરંતુ હાલ તો અમરેલીની બજારમાં લીંબુનો ભાવ રૂપિયા 400 સુધી પહોંચી જતાં ગૃહિણીઓ તોબા પોકારી ચુકી છે. જો આવી જ રીતે મોંઘવારી વધતી રહેશે તો એ દિવસ દૂર નથી કે જયારે તમામ શાકભાજી નંગ ઉપર વેચાતા જોવા મળે. “બહુત હુઈ મહેંગાઈ કી માર”નો નાદ લગાવનારા તમામ રાજકીય આગેવાનો આજે લાજ કાઢીને બેસી ગયા છે.



