આઇપીએલની ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સના સહમાલિક નેસ વાડિયાએ જણાવ્યું હતું કે તેની ફ્રેન્ચાઈઝી વિમેન્સ આઇપીએલમાં પણ ટીમ ખરીદવામાં રસ દાખવે છે. મહિલા માટેની આ ટી20 લીગ અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. અત્યારે આઇસીસી વિમેન્સ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને મહિલાઓની રમત નિહાળવી ગમે છે. ભારતીય ટીમને હારતી જોવી તે અમારા માટે નિરાશાજનક બાબત હતી.
ભાઇના બોલ પર હાર્દિક પંડ્યા આઉટ
ગુજરાત ટાઇટન્સ તરફથી હાર્દિક પંડ્યા ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો ત્યારે ગુજરાત ટાઇટન્સની ટીમ 15/2ના સ્કોર પર સંઘર્ષ કરી રહી હતી. હાર્દિક પંડ્યાએ મેથ્યુ વેડ સાથે ઈનિંગને સુધારવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાગીદારીને તોડવા માટે કેએલ રાહુલે કૃણાલ પંડ્યાને બોલ આપ્યો હતો. કૃણાલ પંડ્યાના સ્પેલની બીજી ઓવરમાં હાર્દિક પંડ્યાએ શાનદાર ફોર ફટકારી હતી. જો કે, કૃણાલ પંડ્યાએ આ લડાઈ જીતી લીધી જ્યારે તેણે તેના સ્પેલની ત્રીજી ઓવરના પહેલા બોલ પર હાર્દિક પંડ્યાને આઉટ કર્યો.
- Advertisement -
આ પણ વાંચો : ગુજરાત ટાઈટન્સનો વિજયી પ્રારંભ
https://khaskhabarrajkot.com/2022/03/29/victorious-start-of-gujarat-titans/


