ટ્રાફિક પોલીસના PI ભાર્ગવસિંહ ઝણકાટે વિદ્યાર્થીઓને ડ્રાઈવિંગ સહિત ટ્રાફિકના નિયમોને લગતી માહિતી આપી
ખાસ-ખબર સંવાદદાતા
હાલ રોડ અકસ્માતો રાજ્ય સહિત દેશભરમાં વધી રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર સ્કૂલો સહિત સંસ્થામાં ટ્રાફિક અવેરનેસમાં કાર્યક્રમો યોજી રહી છે ત્યારે આજે અર્પિત ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ટ્રાફિક અવેરનેસ અંગેનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં પી.આઈ. ભાર્ગવસિંહ ઝણકાટ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ અંગે વિવિધ માહિતી આપવામાં આવેલ હતી.
- Advertisement -
જેમાં વિદ્યાર્થીઓને હેલ્મેટના ફાયદા વિશે સમજાવવામાં આવેલ હતું જેથી લોકો હેલ્મેટનો ઉપયોગ કરી અકસ્માતથી બચી શકે તથા 18 વર્ષથી નાના વિદ્યાર્થીઓએ વાહન ચલાવવું નહીં તથા વાહન ચલાવતી વખતે કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ સાથે રાખવા તથા ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે શું શું પ્રોસેસ કરવી તથા બે કરતા વધુ વ્યક્તિઓએ મુસાફરી કરવી નહીં તથા ચાલુ ડ્રાઇવિંગે મોબાઈલ નો ઉપયોગ કરવો નહીં તથા ટ્રાફિક અંગેના નિયમો પાળવા તથા કારમાં બ્લેક ફિલ્મ રાખવી નહીં તથા ઓવર સ્પીડમાં વાહન ચલાવવું નહીં તથા ૂજ્ઞિક્ષલ સાઈડમાં ડ્રાઇવિંગ કરવું નહીં તથા ય-ળયળજ્ઞ અંગે માહિતી તથા ટ્રાફિક સિગ્નલ અંગેની માહિતી તથા ઈન્ટરસેપ્ટર કાર વિશે પણ પ્રેક્ટીકલ ડેમો સાથે માહિતી આપવામાં આવેલ હતી.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ સાથે વિવિધ મુદ્દે ડિસ્કશન કરવામાં આવેલ હતું. આ તબક્કે વિદ્યાર્થીઓએ જણાવેલ હતું કે અમે અમારા ઘરના તમામ સદસ્યોને આ બાબતે માહિતગાર કરશું તથા ભવિષ્યમાં અમે પણ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરશું અને દેશના જવાબદાર નાગરિક બનીશું. આ સિવાય વિદ્યાર્થીઓને સાઇબર ક્રાઇમ અંગેની માહિતી તથા વ્યસન મુક્તિ અંગેની માહિતી આપવામાં આવી હતી.
- Advertisement -
આ કાર્યક્રમની અંદર પી.આઈ. ભાર્ગવસિંહ ઝણકાટ તથા પી.એસ.આઈ. પી.એલ.ધામા તથા અર્પિત નર્સિંગ કોલેજના ડાયરેક્ટર ડો.નવીન કુમાર તથા અર્પિત બી.એડ કોલેજના પ્રિન્સિપાલ ડો. હરેશકુમાર વાઘેલા તથા અર્પિત સ્કૂલના પ્રિન્સિપાલ ધવલ ભાઈ ભદાનીયા તથા અર્પિત ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ નેન્સીબેન ગઢવી તથા આશરે 120 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.