ટેક્નોલોજી-ઇનોવેશન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
ઙખ નરેન્દ્ર મોદીએ ટેસ્લા અને ડના માલિક ઇલોન મસ્ક સાથે ફોન પર વાત કરી છે. મોદીએ પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે ડ પર પોસ્ટ કરીને લખ્યું છે કે તેમણે ઇલોન મસ્ક સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં તેમની મુલાકાત દરમિયાન ચર્ચા થયેલા મુદ્દાઓ પણ ફોન પરની વાતચીતમાં આવરી લેવામાં આવ્યા હતા. ડ પરની વાતચીતનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ લખ્યું, “મેં ઇલોન મસ્ક સાથે વાત કરી અને ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં આ વર્ષની શરૂૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં મુલાકાતના મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. અમે ટેક્નોલોજી અને ઇનોવેશન ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાની મોટી સંભાવનાઓ પર ચર્ચા કરી. ભારત આ ક્ષેત્રોમાં અમેરિકા સાથે તેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.” આ વાતચીત એવા સમયે થઈ છે, જ્યારે ટેસ્લા ભારતના ઇલેક્ટ્રિક વાહનબજારમાં પ્રવેશવાની તકો શોધી રહી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે મસ્ક અને તેમની વચ્ચે ટેક્નોલોજી અને નવીનતાનાં ક્ષેત્રોમાં સહયોગની અપાર શક્યતાઓ પર ચર્ચા થઈ. ભારત આ ક્ષેત્રોમાં અમેરિકા સાથે તેની ભાગીદારી આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં મસ્કની કંપનીઓ ટેસ્લા, સ્પેસએક્સ અને સ્ટારલિંક ભારતના ટેક્નોલોજિકલ ભવિષ્યને નવી દિશા આપી શકે છે. અમેરિકામાં થયેલી મુલાકાત દરમિયાન બંને નેતાએ વિજ્ઞાન, ઈનોવેશન અને અવકાશ ટેક્નોલોજી જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી.