ચાણસ્મા નગર પાલિકામાં છેલ્લા પંદરેક વર્ષથી હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા નગર પાલિકા ના સામાજિક સંગઠન સહિત ની કામગીરી સંભાળતા રમેશભાઈ વસરામભાઇ દેસાઈ રહે.છેટાસણા તા.બેચરાજી.જી. મહેસાણા એ ફરિયાદી ના પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત સહાય થયેલા મકાન ના સહાય ના હપ્તા રિલીઝ કરવા પેટે રૂ.૫૦૦૦ ની ફરીયાદી પાસે માગણી કરી હતી. પરંતુ ફરીયાદી આ લાંચની રકમ આપવા ઈચ્છતા ના હોઈ પાટણ એસીબી નો સંપર્ક કરતાં સોમવારે રમેશભાઈ વસરામભાઇ દેસાઈ ફરીયાદી પાસે થી લાંચની રૂ.૫૦૦૦ રકમ સ્વીકારતા એસીબી ના હાથે ઝડપાઇ જતાં ચાણસ્મા સહિત પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પાટણ એસીબી પી.આઇ. એચ. એસ. આચાર્ય એ ભુજ રેન્જના મદદનીશ નિયામક કે. એચ. ગોહિલ ના માર્ગદર્શન નીચે ચાણસ્મા ખાતે એસીબી નું સફળ ઓપરેશન કર્યું હતું.
જેઠી નિલેશ