માણાવદર તાલુકામાં વધતા જતા કોરોનાના કેસો ચિંતાનો વિષય બનેલ છે ત્યારે માણાવદર શહેરમાં દર્શન ચશ્મા ગૃપ દ્વારા બે હજાર માસ્ક નુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ હાલ ધણા લોકો પાસે માસ્ક નથી તેમજ માસ્ક ન પહેરવાને કારણે રૂપિયા એક હજાર નો દંડ ભરવો પડે છે ત્યારે કોરોનાના ધાતક રોગથી બચવા અને રોગનો ફેલાવો અટકાવવા પ્રયાસ કરાયો છે

આ તકે દર્શન ચશ્મા ગૃપ ના એમ.ડી. બિપીન પટેલે વ્યક્તિગત માસ્ક વિતરણ કરી માસ્ક પહેરવા અને માસ્ક નહી પહેરેલ હોય તો પોલીસ દંડ ફટકારશે તેવી સમજણ લોકોને આપી હતી માસ્ક વિતરણ સેવા દરમિયાન લોકોને સેનીટાઇઝર નો ઉપયોગ કરવા, શોશ્યલ ડિસ્ટન્સ જાળવા, વધુ સંખ્યા માં લોકોને એકત્ર ન થવા ,આ રોગને ફેલાતો અટકાવવા વગેરે બાબતે લોકોને અનુરોધ કરાયો હતો

આજના આ માસ્ક વિતરણ કાર્યક્રમ માં સ્વામિનારાયણ મંદિર ના કોઠારી મોહન પ્રસાદદાસજી સ્વામી તેમજ દર્શન ચશ્મા ગૃપ ના બિપીનભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હરસુખભાઇ ગરાળા, નાંદરખા ગામના સરપંચ કે.ડી.લાડાણી તેમજ દર્શન ચશ્મા ગૃપ ના તમામ બ્રાંચના ઓનરો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

જીજ્ઞેશ પટેલ માણાવદર