પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાકેશ બારોટ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા તથા પો.સબ ઇન્સ. શ્રી.એમ.કે.માલવિયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને માથાભારે ઇસમો વિરૂધ્ધ્માં પાસા દરખાસ્ત તથા હદપારી દરખાસ્તો તૈયાર કરી આવા ઇસમો હુકમનો ભંગ કરેતો તેના વિરૂધ્ધમાં કાયદેસર પગલા લેવા સુચના કરવામાં આવેલ
જે સુચના આઘારે એલ.સી.બી પો.સબ ઇન્સ. શ્રી.એમ.કે.માલવિયા તથા એલ.સી.બી. સ્ટાફનાં અ.હે.કો કૃષ્ણકુમાર રઘુનાથભાઇ તથા અ.હે.કો ભવાનજી બાલાજી તથા અપોકો નરેન્દ્રકુમાર કાન્તિભાઇ તથા આપોકો વિરેન્દ્રસિહ પ્રતાપસિહ એ રીતેના માણસો સરકારી વાહનમાં કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો ભવાનજી બાલાજી નાઓને બાતમી મળેલ કે કડાણા પો.સ્ટે હદ વિસ્તારના સાદડીયા મઢ ગામના ધુળાભાઇ શનાભાઇ ખાંટ નાઓને હદપાર કરેલ હોવા છતા તેઓ પોતાના ઘરે આવેલ છે. તેવી બાતમી હકીકત આધારે લાડપુર ગામે વોચમાં હતા દરમ્યાન કલાક ૧૧/૩૦ વાગ્યાના સુમારે લાડપુર ગામે આવતા લાડપુર ગામના બસ સ્ટેશન નજીક ઢાળમાં એક ઇસમ પોલીસનુ વાહન જોઇને સંતાતો હોય જેથી સરકારી વાહન ઉભુ રાખી નીચે ઉતરી સદર ઇસમને કોર્ડન કરી પકડીને તેનુ નામ ઠામ પુછતા તેણે પોતે પોતાનુ નામ ધુળાભાઇ શનાભાઇ ખાંટરહે સાદડીયા મઢ તા.કડાણા જી મહીસાગર હાલ રહે વડોદરા અલકાપુરી વિશ્વાસકોલોની મકાન નંબર-૨૨ તા.જી વડોદરા નો હોવાનુ જણાવેલ તથા તેઓને શ્રી એન.કે.પરીખ (જી.એ.એસ.) સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ પ્રાન્ત સંતરામપુરની કચેરીના હદપાર કેસ નંબર ૦૧/૨૦૧૮ તા.૨૬/૦૩/૨૦૧૯ ના રોજ હુકમ થયેલ હોય છતા મજકુરે સક્ષમ અઘિકારીની પરવાનગી વગર મહીસાગર જીલ્લામાં પ્રવેશ કરી હદપારી હુકમનો ભંગ કરતા મળી આવતા તેના વિરૂધ્ધમાં જી.પી.એકટ કલમ ૧૪૨ મુજબ કડાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે