અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિલિપ્ત રાય સાહેબના માર્ગદર્શન મુજબ ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી હતી

બાબરા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા માટે ડ્રાઇવ રાખેલ જેમા બાબરા પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના વાહન, તુટી ગયેલ નંબર પ્લેટ વાળા વાહનો, વાળી દીધેલી નંબર પ્લેટ તથા ફેન્સી નંબર પ્લેટ તેમજ નંબર પ્લેટ સાથે છેડછાડ કરી ઇ- ચલણ મેમો થી બચવા તેમજ અન્ય ગુન્હાહીત પ્રવુતી હેતુ થી આવા વાહનો ચલાવતા વાહન ચાલકોના વાહન ડીટેઇન રવામાં આવ્યા હતા બાબરા પોલીસ દ્વારા 13 વાહનો ને ડીટેઇન કરવામાં આવ્યા હતા તેમજ હાલ માં ચાલી રહેલી કોરોનાનો મહામારી વચ્ચે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું જેમા લોકોએ માસ્ક ફરજીયાત પહેરવું જે લોકો માસ્ક નહી પહેરે તેની પાસે દંડ વસુલ કરવામાં આવ છે ત્યારે બાબરામાં અલગ અલગ વિસ્તારમાં થી માસ્ક નહી પેહેરનાર 4 લોકો પાસે 4000. દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને ટ્રાફિક ડ્રાઇવ નુ આયોજનકરવામાં આવ્યું હતું આ કામગીરી ભાવનગર રેન્જના પોલીસ મહાનિર્દેશક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિલિપ્ત રાય સાહેબ સુચના થી અમરેલી ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એમ.એસ.રાણા સાહેબની દેખરેખ હેઠળ બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી.એસ.એન. ગોહિલ તથા પો.સબ ઈન્સ. વી.વી. પંડયા તથા એ.એસ.આઈ. એસ.ડી. અમરેલીયા તેમજ પોલીસ સ્ટાફ અને ટ્રાફિક બ્રીગેડને સાથે રાખી આ કામગીરી કરવામાં આવી હતી

આદીલખાન પઠાણ ( બાબરા )