કેનેડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે બપોરે ક્વિબેકના એક ભેજવાળા વિસ્તારમાંથી 8 મૃતદેહ મળી આવ્યા
કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસમાં 8 લોકોના મોત થયા છે. વાત જાણે એમ છે કે, અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાના બનાવોમાં વધુ એકનો ઉમેર્યો થયો છે. જેમાં કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં 8 લોકો ડૂબી ગયા છે. જોકે આ મૃતકોમાં એક ભારતીય પરિવારના 4 સભ્યોનો સમાવેશ થાય છે. ન્યૂઝ એજન્સી અનુસાર, કેનેડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે બપોરે ક્વિબેકના એક ભેજવાળા વિસ્તારમાંથી 8 મૃતદેહ મળી આવ્યા હતા. મહત્વનું છે કે, એક લાપતા બાળક માટે અહી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે આ મામલો બહાર આવ્યો હતો.
- Advertisement -
અકવેસ્ને મોહોક પોલીસ સર્વિસના ડેપ્યુટી ચીફ લી-એન ઓ’બ્રાયને શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, જે 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે તે બે પરિવારના હોવાનું માનવામાં આવે છે. એક રોમાનિયન મૂળનો છે અને બીજો ભારતીય મૂળનો પરિવાર છે. આ સાથે કહ્યું હતું કે, રોમાનિયન પરિવારનું માસૂમ બાળક હજુ સુધી મળ્યું નથી. અમે તેની શોધ ચાલુ રાખીશું.
તો શું કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ ?
એવું માનવામાં આવે છે કે ,તમામ મૃતકો કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, મૃતદેહોમાંથી એક ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકનો હતો. બાળકનો મૃતદેહ એક રોમાનિયન પરિવારનો કેનેડિયન પાસપોર્ટ સાથે મળી આવ્યો હતો. જોકે હાલ મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.
શું કહ્યું કેનેડાનાં વડાપ્રધાને ?
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે કહ્યું કે, બંને પરિવારો સાથે શું થયું તે અંગે ઘણા સવાલોના જવાબ શોધવાની જરૂર છે. ખાસ કરીને નાના બાળકો કે જેમના મૃતદેહ મળી આવ્યા છે તેને ધ્યાનમાં લેતાં આ એક હ્રદયસ્પર્શી સ્થિતિ છે. આ સમયે જેઓ તેમના પ્રિયજનોને ગુમાવી રહ્યા છે તે પરિવારો સાથે અમારી સંવેદનાઓ છે. શું થયું તે આપણે યોગ્ય રીતે સમજવાની જરૂર છે અને તે માટે અમે અમારાથી બનતું બધું કરીશું.