મનીલેન્ડ અને ધમકી આપવા સહિતના નોંધાયેલા અનેક ગુનામાં પોલીસની કાર્યવાહી
શુક્રવારે રાત્રીના 10 વાગ્યે તાલુકા પોલીસે ઉઠાવી લીધા, પોલીસના ધાડા ઉતારાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ક્ષત્રીય આંદોલન દરમિયાન અગ્રીમ ભૂમિકા ભજવનાર ક્ષત્રિય આગેવાન પ્રવીણસિંહ જાડેજા ઉર્ફે પી.ટી.જાડેજાની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. શુક્રવારે રાત્રે 10 વાગ્યે પી.ટી.જાડેજાને તાલુકા પોલીસે ઉઠાવી લીધા હતા અને પોલીસ મથકે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
રાજકોટના બીગબજાર પાછળ આવેલા અમરનાથ મહાદેવ મંદિરે દર સોમવારે મહાઆરતી કરવાના મુદ્દે મંદિરના સ્વયંસેવક કારખાનેદાર જસ્મીનભાઈ ભરતભાઈ મકવાણા (ઉ.વ.44) ને અઠવાડિયા પૂર્વે સાંઇનગરમાં રહેતા પ્રવીણસિંહ ટપુભા જાડેજા ઉર્ફે પી.ટી.જાડેજાએ લોહિયાળ ક્રાંતિ કરવાના નામે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પી.ટી.જાડેજા સામે તાલુકા પોલીસે તે સમયે ધમકી આપવાનો ગુનો પણ નોંધ્યો હતો. આ ઉ5રાંત અગાઉ પી.ટી.જાડેજા સામે વ્યાજખોરી અંગેનો માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. વ્યાજખોરી બાદ મંદિરના સ્વયંસેવકને ધમકી આપવાનો ગુનો નોંધાયો હતો જેમાં તાલુકા પોલીસે ગુરૂવારે પી.ટી.જાડેજાની પૂછપરછ કરી નોટિસ આપી તેને જવા દીધા હતા, જોકે શુક્રવારે રાત્રે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ હિરપરા સહિતની ટીમ સાંઈનગરમાં પી.ટી.જાડેજાના ઘરે પહોંચી હતી, પોલીસનો કાફલો જોતા જ પી.ટી. જાડેજા સ્થિતિ પામી ગયા હતા, પોલીસે તેને સકંજામાં લીધા હતા અને તાલુકા પોલીસ મથકે લઇ જવાયા હતા. પાસા હેઠળ અટકાયત કરી પોલીસે તેને અમદાવાદ જેલહવાલે કરી દીધા હતા. ક્ષત્રીય આગેવાન પી.ટી.જાડેજાની પાસા હેઠળ અટકાયતની વાત શહેરમાં ફરી વળે અને ક્ષત્રિય સમાજના લોકો ટોળે વળે તો સ્થિતિને પહોંચી વળવા પોલીસે અગાઉથી જ તૈયારી કરી હતી અને સાંઇનગરથી લઇ તાલુકા પોલીસ સ્ટેશન સુધી ચાંપતો બંદબોસ્ત ગોઠવ્યો હતો.
- Advertisement -
પોલીસ ઘરે પહોંચી તો પી.ટી. જાડેજાનું ઇ.ઙ. 300 થઇ ગયું, હોસ્પિટલ બાદ સીધા પોલીસ સ્ટેશન લઇ જવાયા
પી.ટી.જાડેજાની પાસા હેઠળ અટકાયત કરવા પોલીસના ધાડા સાંઈનગરમાં પહોંચ્યા હતા, ધમકીના મામલામાં ગુરૂવારે નોટિસ બાદ પી.ટી. ને તાલુકા પોલીસે જવા દીધા હતા, જોકે શુક્રવારે અચાનક જ પોલીસ તેનાઘરે પહોંચી હતી અને પાસા હેઠળ અટકાયત કરી રહ્યાનું પોલીસ અધિકારીએ જાણ કરતાં જ પી.ટી.જાડેજાનું બ્લડપ્રેશર 300ને પાર કરી ગયું હતું, તેમની તબિયત લથડતાં તેમને ગિરિરાજ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. થોડી સારવાર બાદ પી.ટી. જાડેજાને તાલુકા પોલીસ સ્ટેશને લઇ જઈ અટકાયતની કાર્યવાહી પૂર્ણ કરી અમદાવાદ જેલમાં મોકલી આપવાની કવાયત શરૂ કરવામાં આવી હતી.
અંદર જતા અટકાવતા ક્ષત્રિય આગેવાનો અને પોલીસ સાથે હલ્લાબોલ
ક્ષત્રિય આગેવાનોને કલેક્ટર કચેરીમાં જતા અટકાવવામાં આવ્યા હતા. પોલીસે સમાજના મુખ્ય આગેવાનોને અંદર જવાનું કહેતા આગેવાનો ઉશ્કેરાયા હતા અને પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. ક્ષત્રિય આગેવાન પ્રવીણસિંહ જાડેજા ઉર્ફે પી.ટી.જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય આગેવાનો મેદાને ઉતર્યા છે આજે અધિક કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી કે, પી.ટી.જાડેજા વિરુદ્ધ કિન્નાખોરી રાખી અટકાયત કરાઈ છે. હિતશત્રુ તથા રાજકીય શત્રુ દ્વારા પ્રિ પ્લાનિંગ કરી પી.ટી.જાડેજાને ફસાવી દેવાયા છે