નગરપાલિકા તંત્રની ઉંઘથી જનતામાં ઉગ્ર રોષ: પીવાનું પાણી પણ ન મળે શુદ્ધ!
ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
- Advertisement -
ભારે વરસાદથી આવતુ ડહોળુ પાણી પણ પાણીને શુધ્ધ કરવા માટેના બે ફિલ્ટર પ્લાંટ જ બંધ પાલિતાણા વાસીઓના આરોગ્યને સીધી અસર કરે તેવા પાણી શુદ્ધિકરણના કામમાં તંત્રની લા પરવાહીથી જનતામાં રોષ પાલિતાણા ની જનતાને શુદ્ધ પાણી પીવા માટે પૂરું પાડવું તે સરકાર અને નગરપાલિકાની જવાબદારી હોય છે છતાં જનતાને ડહોળું અને બીન પીવાલાયક પાણી વિતરણ થઈ રહ્યું છે. નગરપાલિકા પાસે બે ફિલ્ટર પ્લાન્ટ છે પરંતુ આ બંને ફીલ્ટર પ્લાન્ટ બંધ છે કામ કરતા નથી આથી જનતાને ફિલ્ટર કર્યા વગરનું પાણી મળી રહ્યું છે પાલિતાણા શહેરની વસ્તી અંદાજે 75 હજારની છે આ ઉપરાંત યાત્રિકોની મોટી સંખ્યામાં જોવા રહે છે શહેરમાં દરરોજ 11 એમએલડી પાણીની જરૂરિયાત છે જેની સામે નગરપાલિકા દ્વારા 9 એમએલડી પાણી ખેંચવામાં આવે છે. પાલિતાણાની જનતાને નળમાં આવતું પાણી દુર્ગંધવાળું અને ડહોળું હોય છે. પાલિતાણામાં જીવાપર પંપિંગ સ્ટેશન ખાતે બે ફિલ્ટર પ્લાન્ટ આવેલા છે જે હવે જર્જરીત થઈ ગયેલ છે અને બંધ પડયા છે જેથી ફિલ્ટરનો પ્રશ્ન બનેલ છે પાલિતાણા વાસીઓના આરોગ્યને સીધી અસર કરે તેવા પાણી શુદ્ધિકરણના કામમાં વરસોથી લોલમલોલ ચાલી રહ્યુ છે.
પાણીએ જીવન જરૂરિયાતની વસ્તુઓ હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા તેના શુદ્ધિકરણ તથા વિતરણમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. તેનો બોલતો પુરાવો જીવાપુર ખાતે આવેલ ફિલ્ટર પ્લાન્ટ. વિપક્ષ આગેવાનોએ પ્લાન્ટ ની મુલાકાત કરતા પાણીના ફિલ્ટર પ્લાન્ટ ની દયનીય સ્થિતિ જોવા મળી હતી પાણીમાં લીલ જામી ગયેલી અને ડહોળું પાણી જોવા મળ્યું હતું પાલિતાણા શેત્રુંજી નદીમાંથી ઉપાડવામાં આવતા પાણીને જીવાપર ફિલ્ટર પ્લાન્ટમાં લાવવામાં આવે છે અને ત્યાંથી પાણી શુદ્ધ કરીને શહેરમાં આપવાનું હોય છે પાણી શુદ્ધિકરણ માટેના બંને ફિલ્ટર પ્લાન્ટ કામ આપતા નથી. જીવાપુર ખાતે પાણીની સ્કીમ આવેલી છે ત્યાં એક મોટો સંપ બનાવવાની જરૂર છે આ સંપમાં પાણી સંગ્રહ કરી પછી પાણી ફિલ્ટર કરવું જોઈએ. તેવી માંગ શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા અને વિપક્ષ નેતા કિરીટ સાગઠીયા દ્વારા માંગ કરવામાં
આવી છે.