મહીકા ગામની ડ્રીમલેન્ડ સ્કૂલ વિવાદમાં સપડાઈ
ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો: વિદ્યાર્થીને ઝનાના હોસ્પિટલમાં ખસેડાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નાના બાળકોનું ધ્યાન હંમેશા રમત-ગમતમાં જ વધારે રહેતું હોય છે. અવારનવાર જોવા મળે છે કે, રમવા રમવામાં બાળકો હોમવર્ક કરતા નથી અથવા અધુરૂં કરે છે. એવામાં બાળકોને શિક્ષકો દ્વારા સજા આપવામાં આવતી હોય છે. ઘણીવાર તો એવી સજા અપાતી હોય છે કે જે જોઈને આપણું હ્રદય હચમચી જતું હોય છે. ત્યારે રાજકોટ જિલ્લામાં આવેલી મહીકા ગામની ડ્રીમલેન્ડ સ્કૂલની ઘટના સામે આવી છે. હોમવર્ક અધુરૂં કરતા શાળાના શિક્ષક અજય સર દ્વારા ધોરણ-6ના વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હતો. શિક્ષકે બાળકને હાથ પર ફૂટપટ્ટીથી મારતા ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફૂટપટ્ટીથી માર મારતા વિદ્યાર્થીના શરીર પર માર ના નિશાન ઉપસી આવ્યા હતા આ બાબતે વિદ્યાર્થીની માતાએ શિક્ષક સામે દંડાત્મક પગલાં લેવા માંગ કરાઈ છે. આ અંગે વિદ્યાર્થીની માતાએ જણાવ્યું કે, ’હોમવર્ક અધુરુ કરતા શિક્ષકે ફુટપટ્ટી વડે માર માર્યો હતો. ત્યારે આ શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માગ કરી છે.