– 100થી વધુની ધરપકડ
NIA ની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાં દેશનાં 10 રાજ્યોમાં ટેરર ફંડિંગ મામલે દરોડા પાડવામાં આવી રહ્યા છે. PFI નાં અનેક ઠેકાણે રેડ ઉપરાંત 100 થી વધારે કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.
- Advertisement -
NIAની ટીમ દેશભરમાં દરોડા પાડી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેરળમાં લગભગ 50 જગ્યાએ NIAના દરોડા ચાલી રહ્યા છે.
દેશનાં 10 રાજ્યોમાં દરોડા
આ સિવાય દેશના બાકીના રાજ્યોમાં પણ રેડ લગાવવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી PFI સાથે જોડાયેલા ટેરર ફંડિંગ કેસને લઈને ચાલી રહી છે. આ દરોડા મંજેરી, મલ્લપુરમ જેવા વિસ્તારોમાં ચાલી રહ્યા છે. કેરળમાં આ દરોડા મોટા પાયે થઈ રહ્યા છે.
- Advertisement -
NIA conducting searches in multiple locations in largest ever probe process till date. These searches are being conducted in residential& official premises of persons involved in funding terrorism, organising training camps&radicalising people to join proscribed organisations. pic.twitter.com/6Sc9NStbmG
— ANI (@ANI) September 22, 2022
મોટાપાયે ધરપકડ
જો કે મહત્વની વાત એ છે કે આ દરોડામાં NIAની સાથે EDની ટીમ પણ હાજર છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર NIAએ અત્યાર સુધીમાં 100 થી વધુ PFI કાર્યકરોની ધરપકડ કરી છે.
જણાવી દઈએ કે અગાઉ NIAએ બિહાર અને તેલંગાણામાં દરોડા પાડ્યા હતા. આ દરોડા પણ આ જ બાબતે પાડવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડાનો વ્યાપ વધુ વધી શકે છે. કેરળમાંથી આગેવાની લીધા બાદ NIA PFIની અન્ય ઓફિસો પર પણ દરોડા પાડી શકે છે. હાલમાં 10 રાજ્યોમાં આ કાર્યવાહી ચાલી રહી છે. જેમાં મોટા પાયે ધરપકડ કરવામાં આવી રહી છે.
Karnataka | PFI and SDPI workers protest against NIA raid in Mangaluru
NIA is conducting searches at multiple locations in various states pic.twitter.com/4Pl2Tj8oar
— ANI (@ANI) September 22, 2022
કાર્યકર્તાઓ ઉતર્યા પ્રદર્શન પર
તો બીજી તરફ મેંગલુરુમાં PFI અને SDPI નાં કાર્યકર્તાઓ પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા અને દેખાવો શરૂ કર્યા હતા.