• પ્રથમ ગોલ્ડ મેડલ, પુરૂષ ટેબલ ટેનિસની ફાઇનલમાં દિલ્હીને હરાવ્યું

27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું ગુજરાતમાં આયોજન થશે. ઇન્ડિયન ઓલમ્પિક એસો.,ગુજરાત ઓલમ્પિક એસો અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા છે.

રાજ્યના છ શહેરોમાં યોજાઈ રહેલી ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં તા.20 થી 24 સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા તથા તા.1 થી 6 ઓક્ટોબર સુધી બેડમિન્ટન સ્પર્ધા યોજાનાર છે, જે તા.20મીથી ટેબલ ટેનિસના આગાઝ સાથે સુરત નેશનલ ગેમ્સની સ્પોર્ટ્સ એક્શન શરૂ થઇ. સ્પર્ધાનું શેડ્યૂલ 20–24 સપ્ટેમ્બર દરમિયાન પીડીડીયુ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસની રમત શરૂ કરવામાં આવી છે.

ગુજરાતની ટીમે પહેલો ગોલ્ડ જીત્યો
સુરત 36મી નેશનલ ગેમ્સનું પ્રથમ યજમાન શહેર બનવાનો વિશેષ લાભ ભોગવશે, જેમાં ટેબલ ટેનિસની 27 સપ્ટેમ્બરે ઓપનિંગ સેરેમની સાથે ઓફિશિયલ શરૂઆતના સાત દિવસ પહેલા શરૂ થશે.સુરતની નેશનલ ગેમ્સમાં ગુજરાતને પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો છે. પુરૂષ ટેબલ ટેનિસની ફાઈનલમાં ગુજરાતની ટીમનો વિજય થયો છે. હરમિત દેસાઈની આગેવાનીમાં દિલ્લીની ટીમને હરાવીને ગુજરાતની ટીમે ડંકો વગાડી દીધો છે. ગુજરાતે દિલ્લીની ટીમને 3-0 થી આપી માત છે.હરમિત દેસાઈ, માનવ ઠક્કર, માનુષ શાહે જોરદાર રમત બતાવી હતી.

પુરૂષ ટેબલ ટેનિસની ફાઈનલમાં કોણે કેટલા પોઈન્ટથી હરાવ્યા
ગુજરાતે દિલ્હીને 3-0થી હરાવ્યું (માનવ ઠક્કરે સુધાંશુ ગ્રોવરને 11-3, 13-11, 14-12થી હરાવ્યો; હરમીત દેસાઈએ પાયસ જૈનને 11-7, 11-3, 12-10થી હરાવ્યો; માનુષ શાહે યશાંક મલિકને 11-4, 11-9, 11-4 હરાવ્યો હતો.

૮૫ ટેબલ ટેનિસ ખેલાડીઓ લઈ રહ્યા ભાગ
સુરત શહેરમાં ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત ટેબલ ટેનિસ અને બેડમિન્ટન ઈવેન્ટની શરૂઆત કરાઈ. તા.20 થી 24 સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે તા.1 થી 6 ઓક્ટોબર સુધી બેડમિન્ટન સ્પર્ધા યોજાશે કુલ 85 ટેબલ ટેનિસ ખેલાડીઓ જેમાં 43 મહિલા અને 42 પુરૂષ ખેલાડીઓ સાત ગોલ્ડ મેડલ માટે પાંચ દિવસ સુધી આગવી રમત રમશે।

1 ઓક્ટોબરથી બેડમિન્ટન ખેલાશે
આ જ સ્થળે તા.1 ઓક્ટોબરથી બેડમિન્ટન થશે જયારે ડુમસ બીચ ખાતે બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલનું આયોજન કરવામાં આવ્યું છે. 115 ખેલાડીઓ શહેરમાં પહોંચ્યા છે. રાજ્યના છ શહેરોમાં યોજાઈ રહેલી 36ની નેશનલ ગેમ્સના ભાગરૂપે બે અલગ-અલગ સ્થળોએ 15થી વધુ ગોલ્ડ મેડલ માટે ચાર સ્પોર્ટ્સ ડિસિપ્લિન્સના રમતવીરોની વિશ્વસ્તરની સાક્ષી બન્યા છે. કુલ 85 ટેબલ ટેનિસ ખેલાડીઓ જેમાં 43 મહિલા અને 42 પુરૂષ ખેલાડીઓ સાત ગોલ્ડ મેડલ માટે પાંચ દિવસ સુધી પોતાની આગવી રમત રમશે અને ગોલ્ડ જીતવા માટે સ્પર્ધા કરશે.