By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખીજડો: પવિત્ર પૂજ્ય અને છતાયે યોગ્ય રીતે ન ઓળખાયેલું ઔષધીય વૃક્ષ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > ખીજડો: પવિત્ર પૂજ્ય અને છતાયે યોગ્ય રીતે ન ઓળખાયેલું ઔષધીય વૃક્ષ
Authorમનીષ આચાર્ય

ખીજડો: પવિત્ર પૂજ્ય અને છતાયે યોગ્ય રીતે ન ઓળખાયેલું ઔષધીય વૃક્ષ

Khaskhabar Editor
Last updated: 2024/01/27 at 5:16 PM
Khaskhabar Editor 3 years ago
Share
12 Min Read
SHARE

આપણે જેને ભૂત પ્રેતનો નિવાસ સમજી છીએ તેવા ખીજડા પાસે માનવ સ્વાસ્થ્યની જાળવણી અને ઉપચાર માટે અનેક ઔષધીય ક્ષમતાઓ છે

ભાગ્યે જ કોઈ એવું હશે જે ખીજડાના વૃક્ષથી પરિચિત નહી હોય. આ વૃક્ષના મૂળ 60 થી 80 ફૂટ જેટલા ઊંડા જાય છે. ઝાડની ડાળીઓ પાતળી, ઝુકેલી અને ભૂખરા રંગની અને છાલ ફાટેલી, ખરબચડી, બહારથી શ્વેત જેવી, અંદરથી પીળી-ભુખરી થાય છે. તેનાં પાન બાવળ કે આમલીના પાન જેવાં પણ નાના, સંયુક્ત, એક સળી પર 12 જોડકામાં હોય છે. તેની પર પીળાશ પડતાં સફેદ પુષ્પો થાય છે. ઝાડ પર ચોમાસામાં 4 થી 8 ઈંચ લાંબી અર્ધા ઈંચ જાડી, સફેદ રંગની અને અંદર ભૂખરા (ધૂળિયા) રંગના બીજ થાય છે. કાચી શિંગોનું શાક કરી મારવાડમાં ખવાય છે. પાકી શિંગો મધુર હોઈ, ગામડાના બાળકો તે ખૂબ પ્રેમથી ખાય છે. તેની મોટી અને નાની બે જાતો થાય છે. મોટી જાતને ખીજડો, નાનીને ખીજડી કહેવાય છે. શમડી, શમી વૃક્ષ અથવા ખીજડો એક જ વૃક્ષ છે, જે રણ તથા એવા અન્ય ઓછા પાણીવાળાં સ્થળોએ જોવા મળે છે. આપણા લોકજીવન સાથે વણાયેલા વડ, પીપળા લીમડા આસોપાલવ જેવા વૃક્ષોની જેમ જ ખીજડાથી આપણે કોઈ અજાણ નથી. જો કે આ તમામ અન્ય વ્રુક્ષો કરતા તેને ઘણું ઓછું પાણી જોઈએ છે અને તે ગમ્મે તેવી ગરમીમાં ટકી રહેવાની ક્ષમતા ધરાવતું હોવા છતાં તેની સંખ્યા અન્ય વૃક્ષોથી ઘણી ઓછી છે. ભારતના અનેક સમુદાયોમાં તેની પૂજા થાય છે પરંતુ તેમાં ચોક્કસ પ્રકારના પ્રેતનો વાસ થતો હોવાની માન્યતાના કારણ ઘણા લોકો તેનાથી દૂર રહે છે. અંગ્રેજીમાં તેને પ્રોસેપીસ સીનેરેરિયા કહે છે. ભારત સિવાય તે બાંગ્લાદેશ પાકિસ્તાન ઈરાન ઈરાક ગલ્ફના બીજા દેશો, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાના કેટલાક સૂકા પ્રદેશોમાં જોવા મળે છે. આવા અનેક દેશોની સ્થાનિક ચિકિત્સા પદ્ધતિમાં આ વૃક્ષના લગભગ તમામ ભાગનો ઉપયોગ એક સફળ ઔષધ તરીકે સદીઓથી થાય છે. આરબ દેશો અને ભારતના રણ વિસ્તારના પ્રાચીન સાહિત્યમાં અસ્થમા, મરડો, કોઢ, રક્તપિત્ત,ભોજન પરત્વે અરુચિ તેમજ કાનના દુખાવાની સારવાર માટે તેનો ઉપયોગ અત્યંત સારા પરિણામ આપતા હોવાનો ઉલ્લેખ છે. ખીજડા અંગે અત્યંત રસપ્રદ છતાં સામાન્ય લોકોથી અજાણી એવી એક વાત એ છે કે પ્રોટીનનો તે અતી સમૃધ્ધ સ્ત્રોત છે, પરંતુ દુ:ખની વાત એ છે કે પ્રોટીન પ્રાપ્તિ માટેના પરંપરાગત સ્ત્રોત તરીકે તેના તરફ અત્યાર સુધી પૂરતું લક્ષ આપવામાં આવ્યું ન્હોતું. હાલમાં વિશ્વની પ્રતિષ્ઠીત રિસર્ચ લેબ આ વિષય પર કામ કરી રહી છે. આપણા ગ્રામ્ય વિસ્તારોના બાળકો દાયકાઓથી ખીજડાના ઝાડ પર ચડી રમતા રમતા તેના ફળ ખાઇ તંદુરસ્ત રહેતા હોય છે. ખીજડાના વિવિધ ભાગ ફાયટોકેમિકલ્સથી ભરપુર છે. ફાયતોકેમિકલ એટલે એવા તત્વો જે વનસ્પતિને વાતાવરણની વિષમતાઓમાં ટકી રહેવાની ક્ષમતા આપે છે. આમ આવી વનસ્પતિનું સેવન માણસને ખડતલ અને મજબૂત બનાવે છે. ખીજડાના આવા અનેક

- Advertisement -

ખીજડાના અનેક ગુણોથી વાકેફ સાઉદી અરેબિયાએ તેને રાષ્ટ્રીય વૃક્ષ જાહેર કરી ખીજડાનું વૃક્ષ કાપવા પર પ્રતિબંધ મૂક્યો છે

1730માં રાજસ્થાનના જોધપુર નજીક ખેજરલી ગામમાં પર્યાવરણના રક્ષણ કાજે મોટા પાયે એક હિંસક અથડામણ સર્જાઈ

ગામની અમૃતાદેવી નામની એક મહિલા અને તેની ત્રણ ત્રણ દીકરીઓએ ખીજડાના વૃક્ષોની રક્ષા કરવા પોતાના જીવનનું બલિદાન આપી દીધું

- Advertisement -

ગુણોથી વાકેફ સાઉદી અરેબિયાએ તેને રાષ્ટ્રીય વૃક્ષ જાહેર કરી યોગ્ય સન્માન બક્ષ્યું છે. ત્યાં આ વૃક્ષ કાપવા પર પ્રતિબંધ છે. અહીંના સમૃધ્ધ શેખોના વિશાળ બંગલામાં ખીજડાના અનેક વૃક્ષો હોય છે. ખીજડાના વૃક્ષ ગમ્મે તેવી ગરમીમા પણ લીલા જ રહે છે. ન્યુનતમ પોષણ સાથે સમૃધ્ધ રીતે જીવંત રહેવાના પ્રાકૃતિક મિકેનીઝમનું ખીજડો શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગ્રીષ્મની ત્રાહિમામ ગરમીમાં રણ વિસ્તારમાં જાનવરો માટે તાપથી બચવાનો કોઈ સહારો નથી હોતો ત્યારે આ ઝાડ છાયા આપે છે. જ્યારે ખાવાને માટે કંઇ પણ નથી હોતું ત્યારે આ વૃક્ષ ચારો આપે છે, જેને લૂંગ કહેવામાં આવે છે. તેનાં ફૂલને મીંઝર કહેવામાં આવે છે. તેના ફળને સાંગરી કહેવામાં આવે છે, જેનું શાક પણ બનાવવામાં આવે છે. આ ફળ સુકાય જાય ત્યારે તેને ખોખા કહેવાય છે, જે સૂકા મેવા તરીકે વપરાય છે. આ વૃક્ષનું લાકડું અત્યંત મજબૂત હોય છે, જે ખેડૂતો માટે સળગાવવાના (જલાઉ) તથા ફર્નીચર બનાવવાના કામ આવે છે. તેનાં મૂળિયામાંથી હળ બનાવવામાં આવે છે.
દુષ્કાળના સમય વેળા નપાણીયા કે રણ વિસ્તારના લોકો અને જાનવરો માટે આ વૃક્ષ એક માત્ર સહારો હોય છે. ઈ.સ. 1899માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, (જેને છપ્પનિયો દુકાળ કહેવાય છે) તે સમયે રણ વિસ્તારના લોકો આ ઝાડની ડાળીઓની છાલ ખાઇને જિવિત રહ્યા હતા. આ ઝાડની નીચે અનાજનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે. સંયુક્ત આરબ અમીરાતમાં તેને ઘાફ તરીકે ઓળખવામાં આવે છે. યુએઈમાં નઝવાના રણને ખીજડાના અભયારણ્ય તરીકે વિકસાવવામાં આવ્યું છે. આપના દેશમાં રાજસ્થાનનું તે અધિકૃત રાજ્ય વૃક્ષ છે. અહી તેને ખીજરી તરીકે ઓળખવામાં આવે છે. તેલંગાણામાં તે જમ્મી તરીકે ઓળખાય છે. ખીજડાની કેટલીક અદભૂત પ્રજાતિ બહરીનમાં જોવા મળે છે. બિલકુલ નહીંવત પાણીવાળા અહીંના વિસ્તારોમાં 400 વર્ષ જેટલા જૂના ખીજડાના અનેક ઝાડ છે. તેઓ ખીજડાના “ટ્રી ઓફ લાઇફ” કહે છે. 1730માં રાજસ્થાનના જોધપુર નજીક ખેજરલી ગામમાં પર્યાવરણના રક્ષણ કાજે મોટા પાયે એક હિંસક અથડામણ સર્જાઈ ગઈ. આ ગામની અમૃતાદેવી નામની એક મહિલા અને તેની ત્રણ ત્રણ દીકરીઓએ ખીજડાના વૃક્ષોની રક્ષા કરવા પોતાના જીવનનું બલિદાન આપી દીધું. મહારાજા અભયસિંહે તેમના નવા મહેલ માટે જગ્યા ઊભી કરવા આ વૃક્ષો કાપવાનો આદેશ આપ્યો હતો. જોવાનું એ છે કે તે સમયે પણ લોકોમાં એટલી જાગૃતિ હતી કે મહારાજના આ ફરમાનાનો પ્રજાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન વૃક્ષોને બચાવવા પ્રયાસ કરતા 363 લોકો માર્યા ગયા હતા. 1970ના દાયકામાં આ બલિદાનની સ્મૃતિથી પ્રેરિત ચિપકો આંદોલન શરૂ થયું.
આગળ કહ્યું તેમ આ વૃક્ષ ભારતીય સમાજમાં કાંઈક વિચિત્ર પ્રકારનું સ્ટેટસ ભોગવે છે. હિંદુઓ માટે તે પૂજનીય હોવા છતાં પીપળાની જેમ તેની નિયમિત પૂજા થતી નથી. કેટલાક લોકો આ વૃક્ષની નજદીક જતા પણ ડરે છે. કેટલાક સમુદાયમાં દશેરા ઉત્સવના ભાગ રૂપે તેની પૂજા કરવામાં આવે છે. દશેરા ઉત્સવના દસમા દિવસે દિવસ દરમિયાન આ વૃક્ષની પૂજા થાય છે. ભારતના અનેક પ્રદેશોમાં દશેરા ઉત્સવના ભાગરૂપે આ વૃક્ષ અને ભગવાન શ્રીરામના પવિત્ર પક્ષી જયને સાંકળી લેતી કેટલીક પરંપરાઓ છે. મહારાષ્ટ્રીયન પરંપરા મુજબ દસમા દિવસની ધાર્મિક વિધિના ભાગરૂપે મરાઠાઓ આ ઝાડની ડાળી પર તીર ચલાવે છે. તીર ચલાવતા જે પાંદડા નીચે પડે તેને પોતાની પાઘડીમાં મૂકે છે. આ ઝાડ ભારતના પશ્ચિમ અને ઉત્તરીય પ્રદેશોમાં જુદા જુદા નામોથી ઓળખાય છે, દા.ત. મહારાષ્ટ્રમાં શમી, તેલંગાણામાં જમ્મી, ગુજરાતમાં તેને ખીજડો રાજસ્થાનમાં ખજેરી, હરિયાણામાં જેન્તી, અને પંજાબમાં જાંડ કહેવાય છે. કર્ણાટકમાં તે બાન્નીમાર તરીકે જાણીતું છે. વનવાસ દરમિયાન પાંડવોએ તેમના શસ્ત્રો ખીજડાના પોલાણ માં છુપાવ્યા હતા તેવી ત્યાં લોકવાયકા છે. કેટલાક અપ્રમાણિત સંદર્ભો પણ છે જે બાવળના ફેરુગિનીયાને ખીજડાના વૃક્ષ તરીકે પ્રસ્થાપિત કરે છે અને જે વિજય દશમીના દિવસે પૂજાય છે. તેમ છતાં, ઐતિહાસિક સંદર્ભો મુજબ પ્રોસોપિસ સિનેરેરિયા એ એક વૃક્ષ છે જેને બન્ની માર તરીકે ઓળખવામાં આવે છે. મૈસૂરમાં વિજય-દશમીના દિવસે તેની ખાસ પૂજા કરવામાં આવે છે. મહાભારતમાં પાંડવોએ વિરાટના રાજ્યમાં વેશમાં દેશનિકાલનો

ખીજડાની શીંગ પ્રોટીનનો અતી સમૃધ્ધ, અનન્ય સ્ત્રોત છે

ખીજડાના યોગ્ય ઉપયોગની સમજ સમગ્ર વિશ્ર્વમાં પશુઓના ચારાની સમસ્યાનો અંત લાવી શકે છે

તેરમો વર્ષ પસાર કર્યો હોવાનું મનાય છે. વિરાટ જતાં પહેલાં, તેઓએ એક વર્ષ સલામત રાખવા માટે આ વૃક્ષમાં તેમના અવકાશી શસ્ત્રો લટકાવ્યા હોવાનું મનાય છે. જ્યારે તેઓ એક વર્ષ પછી પાછા ફર્યા, ત્યારે તેઓએ તેમના શસ્ત્રો શમી ઝાડની ડાળીઓમાં સલામત મળ્યાં. શસ્ત્રો લેતા પહેલા, તેઓએ ઝાડની પૂજા કરી અને તેમના શસ્ત્રો સુરક્ષિત રાખવા બદલ આભાર માન્યો હતો તેવી એક કથા છે. દશેરાના દિવસે સાંજે રાવણ દહન પછી ખીજડાના પાંદડાં ચુંટીને ઘરે લઈ આવવાનો રિવાજ છે જેને સુવર્ણનું પ્રતીક માનવામાં આવે છે. લંકા વિજય પૂર્વે ભગવાન રામ દ્વારા ખીજડાના વૃક્ષના પૂજનનો પણ ઉલ્લેખ જોવા મળે છે.આ વૃક્ષના લાકડાંને યજ્ઞ માટેની સમિધ તરીકે પવિત્ર માનવામાં આવે છે. લગ્ન વિધિમાં પણ એનો વપરાશ થાય છે. વસંત ઋતુમાં સમિધ માટે આ વૃક્ષના લાકડાં કાપવા માટે વિશેષ વિધાન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અઠવાડિયાના દિવસો પૈકી શનિવારના દિવસે ખીજડા વૃક્ષના સમિધ લાવવાનું વિશેષ મહત્ત્વ છે .હવન-યજ્ઞામાં ખીજડાનું લાકડું પવિત્ર સમિધ તરીકે વપરાય છે. પવિત્ર-પૂજનીય વૃક્ષ હોવાની સાથે ખીજડો ઔષધિય ગુણોનો ભંડાર પણ છે. આયુર્વેદ પ્રમાણે ખીજડો સ્વા તૂરો, તીખો, કડવો અને મધુર, શીતલ, પચવામાં હળવો, રૂચિકર, કફ-પિત્તશામક તેમજ ત્વચાના રોગો, મગજની નબળાઈ, હરસ-મસા, દમ, ઉધરસ, અરૂચિ, ઝાડા, મરડો, થાક અને રક્તસ્ત્રાવને મટાડનાર છે. તેની ફળી કે શીંગો પિત્તકરનાર, તિક્ષ્ણ, સ્વાદિષ્ટ, પચવામાં ભારે, બુદ્ધિવર્ધક અને કેશનાશક છે. ખીજડાની ફળીઓમાં એક ચીકાશયુક્ત દ્રવ્ય તથા કેરોબીન, કેરોબોન અને કેરોબિક એસિડ રહેલા હોય છે. ફૂલોમાંથી પેટયુલિટ્રિન નામનું એક ફ્લેવોન ગ્લાઈકોસાઈડ મળી આવે છે તેમજ પાનમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે તત્ત્વો વિપુલ માત્રામાં હોય છે. વૃક્ષ શાસ્ત્ર અનુસાર ખીજડાનું વૃક્ષ પણ તે તમામ વૃક્ષો અને છોડની સૂચિમાં આવે છે જે વાવવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે અને ઘરમાં હંમેશાં દેવી-દેવતાનો વાસ રહે છે. આ વૃક્ષમાં અગ્નિ તત્વ સમાયેલું છે. તેથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ ઝાડ પાસેથી ઉત્તમ ફળ પ્રાપ્ત કરવું હોય તો તેને ઘરની બહાર ઇશાન ખૂણામાં ઉગાડો. ઇશાન ખૂણામાં ઊગાડશો તો તમારા ઘરમાં હંમેશાં હકારાત્મક ઊર્જા ફરતી રહેશે. અને ખીજડો તેનું ઉત્તમ ફળ તમને આપશે. ખીજડો ત્વચા વિકારોનું ઉત્તમ ઔષધ છે. જૂના હઠીલા ખરજવામાં તેના પાન ખૂબ જ સારું પરિણામ આપે છે. ખીજડાના તાજા પાન તોડી લાવી, ધોઈને બરાબર સ્વચ્છ કરી લેવા. દહીં સાથે આ પાન વાટીને લેપ તૈયાર કરી લેવો. સવાર-સાંજ આ લેપ ખરજવા પર લગાવી એક કલાક રહેવા દેવો. આ ઉપચારથી થોડા દિવસમાં જૂનું-હઠીલું ખરજવું પણ મટે છે. ખીજડાના પાન અતિસાર-ઝાડાને પણ મટાડે છે. ખીજડાના પાન તેની અંતર છાલ અને મરી સરખા વજને લાવી, ખાંડી તેનું ચૂર્ણ બનાવી લેવું. ઝાડા થયા હોય તેમને સવાર-સાંજ અડધી ચમચી જેટલું આ ચૂર્ણ પાણી સાથે આપવું. ઝાડામાં અવશ્ય લાભ થશે. ખીજડો મૂત્રકષ્ટ-મૂત્રસંબંધી તકલીફોનું અકસીર ઔષધ છે. મૂત્ર સંબંધી ફરિયાદોમાં ખીજડાના કુમળા તોરા લાવી, અડધો કપ જેટલા ગાયનાં દૂધમાં બરાબર વાટી લેવા. પછી દૂધને ઘોળીને તેમાં થોડી શેકેલા જીરાની ભૂકી અને સાકર મેળવીને રોજ સવારે પી જવું. થોડા દિવસમાં જ આ ઉપચારથી મૂત્ર સંબંધી દર્દોમાં રાહત જણાવા લાગશે. જેમને વારંવાર કસુવાવડ થઈ જતી હોય તે સ્ત્રીઓ માટે ખીજડાનું વૃક્ષ આશીર્વાદ સમાન છે. આવી તકલીફ હોય તે સ્ત્રીઓને રોજ ખીજડાના ફૂલનું શરબત બનાવીને ગર્ભાવસ્થાની શરૂઆતથી ત્રીજા મહિના સુધી આપતા રહેવાથી કસુવાવડનો ભય રહેતો નથી. ખીજડાના ફૂલ બરાબર સ્વચ્છ કરી, સમભાગ સાકર સાથે વાટી, તેનું શરબત બનાવીને પીવા આપવું. જેમને અવાર નવાર ગુમડા થતાં હોય અને જલદી પાકતા ન હોય તેમણે ખીજડાની જૂની શીંગોને વાટી, તેનો લેપ બનાવી, ગુમડા પર તેની લોપરી બાંધવી. એક દિવસમાં જ ગુમડું પાકીને ફૂટી જશે અને ફરીથી થશે નહીં.
તા. ક: ઉપચાર સંબંધિત પ્રયોગ તજજ્ઞ ચિકિત્સક ના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ જ કરવા

 

You Might Also Like

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

કલાકારની પ્રામાણિકતા

પરા પશ્યતિ મધ્યમા ને વૈખરી..

TAGGED: medicinaltree, Nettle
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખુદમાં જે ખોવાઈ જવાના, સૃષ્ટિ માથે છવાઈ જવાના
Next Article જે ધર્મ તથા અર્થથી રહિત એવા પોતાના બળને જાણતો નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?