By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    2 days ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    2 days ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    3 days ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    4 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    2 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    2 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    3 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    3 days ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    3 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    4 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    5 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    5 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    3 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    2 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    3 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    4 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    5 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકારણમાં પ્રવેશવાની વાતો હું તો ક્યારેય નથી કરતો : નરેશભાઈ પટેલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકારણમાં પ્રવેશવાની વાતો હું તો ક્યારેય નથી કરતો : નરેશભાઈ પટેલ
TALK OF THE TOWNરાજકોટ

રાજકારણમાં પ્રવેશવાની વાતો હું તો ક્યારેય નથી કરતો : નરેશભાઈ પટેલ

Khaskhabar Editor
Last updated: 2020/09/06 at 3:27 AM
Khaskhabar Editor 6 years ago
Share
6 Min Read
SHARE

‘પટેલ બ્રાસ વર્ક્સ’નાં મેનેજિંગ ડિરેક્ટર અને રાજકોટનાં અગ્રણી સમાજસેવક સાથે એક મુલાકાત : ત્રણ દાયકાની અંદર 900થી પણ વધુ વિદેશ-પ્રવાસ!

પરખ ભટ્ટ

વર્ષ 1947માં રાજકોટનાં કેનાલ રોડ પર એક નાનકડા કારખાનામાં શરૂ થયેલી ‘પટેલ બ્રાસ વર્ક્સ’ની સફરને વિશ્વકક્ષા સુધી પહોંચાડનાર વ્યક્તિ એટલે નરેશભાઈ પટેલ. હાલ, ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલી એમની ‘એફએમ પીબીડબલ્યુ’ કંપનીમાં પગ મૂકો એટલે નરેશભાઈનો સ્વચ્છતાપ્રિય અને બધું જ અપ-ટુ-ડેટ રાખવાનો સ્વભાવ ત્યાં પ્રત્યક્ષ દેખાઈ આવે. સ્કાય ઇઝ ધ લિમિટ! નરેશભાઈએ પોતાનાં જીવનમાં આ વાક્યને સિદ્ધ કરી બતાવ્યું છે. પ્રબળ ઇચ્છાશક્તિ અને મજબૂત મનોબળ હોય તો સફળતા સાવ હાથવગી લાગવા માંડે છે! પટેલ બ્રાસ વર્ક્સ જે પ્રકારનાં પાર્ટ્સનું ઉત્પાદન કરે છે એ બનાવતી કંપનીઓની સંખ્યા સમગ્ર વિશ્વમાં ફક્ત પાંચ છે. જર્મની, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઇંગ્લેન્ડ અને ભારત (ને એય પાછી આપણા રાજકોટમાં!)
એવું બિલકુલ જરૂરી નથી કે જે માણસ વેપાર-ધંધામાં સફળ હોય તેનું અંગત જીવન પણ ઉત્કૃષ્ટ રીતે સફળ જ હોવાનું! પરંતુ નરેશભાઈ આ બાબતે સાવ અપવાદ છે. સફળતા પચાવવી કોને કહેવાય એ વાત એમનો પરિવાર, સગા-વ્હાલાઓ અને મિત્રો સારી રીતે જાણે છે. પટેલ બ્રાસ વર્ક્સનાં તમામ કર્મચારીઓનું પોતાનાં કુટુંબીજન જેટલું ધ્યાન રાખતાં નરેશભાઈ પ્રોફેશનલ લાઇફમાં પણ એટલા જ લોકપ્રિય છે. ક્યારેય કોઇ ફરિયાદ નહીં, ખોટા વાદ-વિવાદો નહીં, દેખાડો નહીં, આરોપો કે આક્ષેપો નહીં, સફળતાનો કોઇ છોછ અને પૈસાનો કોઇ ઢોંગ નહીં! સાવ સાદગીપૂર્ણ અને નિરાભિમાની વ્યક્તિત્વ. એમની અનુભવી આંખોનું ઉંડાણ અને સંબંધો પરત્વેની સમજણ અજાણ્યા માણસને પણ અભિભૂત કરી મૂકે!
ઘણા લોકો જાણે છે કે નરેશભાઈ પ્રખર શિવભક્ત છે. કૈલાશ માનસરોવરમાં તેમને જીવનની પરિપૂર્ણતાનાં દર્શન થાય છે. તેઓ માને છે કે પર્સનલ અને પ્રોફેશનલ જીવનમાં કોઇ જાતનાં વિધ્નો વગર બધા જ કામ પાર પડી જવા એ એક પ્રકારે ચમત્કાર જ છે! આધ્યાત્મિકતાનાં અનુભવનો બીજો શો દાખલો હોઇ શકે! સફળ લગ્નજીવન, સુખી પરિવાર, ઇન્ટરનેશનલ કારોબાર અને નિરોગી જીવનશૈલી. ખુશ રહેવા માટે આનાથી વધારે બીજું તો શું જોઇએ!?
‘સ્પાઈન સ્કોલિયોસીસ’ નામનાં રોગમાંથી પોતાની મેળે સંઘર્ષ કરીને બેઠા થયેલા નરેશભાઈએ એ જમાનામાં લવ-મેરેજ કર્યા હતાં. હરિયાણાનાં જૈન પરિવારનાં શાલિની બેન સાથે એમને સ્કૂલ-લાઇફ દરમિયાન પ્રેમ પાંગર્યો હતો. માતા-પિતા અને પરિવારની સંમતિ મેળવ્યા બાદ બંને લગ્નગ્રંથિથી જોડાયા. સંતાનમાં બે દીકરીઓ અને એક પુત્ર છે. બંને દીકરીઓનાં લગ્ન થઈ ચૂક્યા છે. નરેશભાઈનાં દીકરા શિવરાજભાઈએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઇન ઇન્ટરનેશનલ માર્કેટિંગ કરેલું છે. ભણતર પૂરું કર્યા બાદ તેઓ પિતાનાં વ્યવસાયમાં જોડાઈ ગયા છે.

- Advertisement -

પાછલા ત્રણ દાયકામાં તેઓ વિશ્વના મોટા મોટા દેશોની સફર ખેડી ચૂક્યા છે. પ્રવાસ જીવનના અનુભવોનું ભાથું બાંધવામાં મદદરૂપ થતાં હોય છે, એવું એમનું દ્રઢપણે માનવું છે. એમણે આ સમય દરમિયાન 900થી વધુ વિદેશ-પ્રવાસો કર્યા છે. એમની કંપની આજે જે સ્તર પર સફળતા હાંસિલ કરી ચૂકી છે, એમાં આ વિદેશ-પ્રવાસોનો ફાળો પણ ઘણો મહત્વનો છે એમ કહી શકાય.
સફળતા અને સાર્થકતા બંને અલગ-અલગ બાબતો છે. સાર્થકતા જીવનનાં અનુભવો સાથે આવતી હોય છે, જ્યારે સફળતા પરિશ્રમનાં પરસેવા સાથે! એક વ્યક્તિ પાસે આ બંને હોય એવું તો જવલ્લે જ જોવા મળતું હોય છે. નરેશભાઈનું જીવન ખરા અર્થમાં સાર્થક રહ્યું છે, કારણકે તેમણે પોતાની સફળતાનો નશો ક્યારેય જાત પર કે પરિવાર પર ચડવા નથી દીધો. નાનપણથી ખેડૂત પરિવારમાં ઉછરીને મોટા થયા હોવાથી એક-એક પૈસાનું મહત્વ તેમને બરાબર રીતે સમજાવવામાં આવ્યું હતું. ખપ પૂરતો ખર્ચ કરીને બાકીની અમુક રકમ દાન-પુણ્યનાં કામમાં વાપરવી એ સંસ્કાર એમને ગળથૂથીમાં મળ્યા છે. ખોડલધામની ગૂંજ વિશ્વનાં તમામ દેવીભક્તો સુધી પહોંચાડ્યા બાદ હવે તેઓ ખેતી અને શિક્ષણનાં મામલે પણ ઘણું સમાજોપયોગી કાર્ય કરવા માંગે છે.
સફળ પુરૂષની સંઘર્ષગાથામાં સ્ત્રીનો ફાળો બહુ અગત્યનો હોય છે. નરેશભાઈની માતા અને તેમના ધર્મપત્નીએ એમને આ મુકામ સુધી પહોંચવામાં ઘણી મદદ કરી છે એવું તેઓ માને છે. ઘર અને ઓફિસ વચ્ચે સમતુલન જાળવવામાં એમનો ફાળો ખૂબ રહ્યો છે. આટલી વ્યસ્ત કાર્યશૈલી હોવા છતાં તેઓ આજેપણ પ્રેરણાદાયી મહાનુભાવોની બાયોગ્રાફી અને તત્વચિંતનનાં પુસ્તકોનું વાંચન કરે છે. સારા પુસ્તકો કેટલીકવાર જીવનને બળ પૂરું પાડી, નવી દિશા સૂચવી જતાં હોય છે.
નરેશભાઈએ નાનપણમાં નવલકથાઓ ખૂબ વાંચી, જેમ-જેમ મોટા થતાં ગયા એમ ફિલોસોફીમાં રસ વધતો ગયો.
સોશિયલ મીડિયાની ચાહક પેઢી માટે નરેશભાઈ હ્રદયપૂર્વક પોતાની વાત કહેતાં જણાવે છે, મોબાઇલ અને એની એપ્લિકેશનોનો ઉપયોગ ફક્ત જરૂર પૂરતો જ કરવો જોઇએ. અતિશય વપરાશથી સમય, શક્તિ અને પૈસાનો વ્યય થાય છે. નવી પેઢીએ ટાઇમ-મેનેજમેન્ટ તો શીખવું જ જોઇશે. નીતિનાં માર્ગ પર ચાલીને જીવનમાં આગળ વધતાં રહેવું એ મારો એમને ગુરૂમંત્ર છે. મહેનત કરવામાં ક્યારેય પાછા ન પડો! ઇશ્વર હંમેશા તમારી સાથે છે.
જ્યારે પણ ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે નરેશભાઈ પોલિટિક્સમાં પ્રવેશ કરવાના છે એવી અફવાઓ જોર પકડી લે છે. પરંતુ દર વર્ષે લોકોને નિરાશા જ સાંપડે છે, કારણકે નરેશભાઈ ક્યારેય આવી અફવાઓ પર ધ્યાન નથી આપતાં હોતાં. આવી ખોટી વાતો કોણ ફેલાવે છે એવા પ્રશ્નનાં જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ‘હું તો નથી ફેલાવતો! બધા કાર્યકરો અને પોલિટિકલ પાર્ટીઓને એમ લાગતું જ હોય છે કે નરેશભાઈ જેવા માણસ એમનાં પક્ષનો હિસ્સો બને! અને તેઓ એમની જગ્યાએ સાચા પણ છે. સમાજ માટે સારું કામ કરી રહેલી વ્યક્તિ રાજકારણમાં આવે એનાથી વધુ રૂડું બીજું શું હોઇ શકે?! પરંતુ મારી ઇચ્છા ક્યારેય રાજકારણમાં જોડાવાની રહી નથી. આવી અફવાઓ ફેલાતી બંધ થાય અને અખબારો એને છાપવાનું બંધ કરે એવી જ કામના છે!’

You Might Also Like

યાત્રી સુવિધા દિવસ : રાજકોટ એરપોર્ટે 1 વર્ષમાં 10 લાખથી વધુ મુસાફર હેન્ડલ કરીને રચ્યો રેકોર્ડ

મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ

નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા

બેડલા ગામે મકાનમાં સંતાડેલો 2.84 લાખનો દારૂ ઝડપી લેતી પીસીબી

શાપરમાં ધારાસભ્યના ભત્રીજાની ફેક્ટરીમાંથી 50 લાખના ભંગારની ચોરી કરતા બે કર્મચારીઓ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોંગ્રેસનો આંતરકલહ આજકાલનો નહીં જન્મજાત
Next Article leadership crisis in congress : ‘હાથ‘ના (અને મોદી-શાહના) કર્યા હૈયે વાગ્યાં!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

યાત્રી સુવિધા દિવસ : રાજકોટ એરપોર્ટે 1 વર્ષમાં 10 લાખથી વધુ મુસાફર હેન્ડલ કરીને રચ્યો રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
આજે ખેડૂતોના અધિકારો માટે કોંગ્રેસે 1111 ટ્રેક્ટર સાથે કિસાન અધિકાર યાત્રા યોજી
સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ
ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

યાત્રી સુવિધા દિવસ : રાજકોટ એરપોર્ટે 1 વર્ષમાં 10 લાખથી વધુ મુસાફર હેન્ડલ કરીને રચ્યો રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાજકોટ

મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?