By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    22 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    23 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    3 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    23 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    23 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    2 days ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નક્ષત્રવન અને નવગ્રહ વાટિકા એક અલગ દૃષ્ટિકોણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > નક્ષત્રવન અને નવગ્રહ વાટિકા એક અલગ દૃષ્ટિકોણ
AuthorRajesh Bhatt

નક્ષત્રવન અને નવગ્રહ વાટિકા એક અલગ દૃષ્ટિકોણ

Khaskhabar Editor
Last updated: 2022/01/10 at 3:15 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

પાછલા લેખમાં આપણે જીઓપથિક સ્ટ્રેસની અસર વૃક્ષો પર કેવી રહે છે, તેની વાત કરી હતી.

સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ

સિરિઝના આ મણકામાં આપણી પારંપરિક વાસ્તુ પદ્ધતિમાં વૃક્ષોનું મહત્ત્વ અને તેના ઉપયોગ વિશે આપણે સમજીશું, પણ ત્યારે યાદ રાખવું જરૂરી છે કે, પ્રકૃતિએ પૃથ્વી પર મનુષ્યો, વૃક્ષો, પ્રાણીઓ તેમજ દરેક જીવજંતુઓને વિકાસની સમાન તક આપેલી છે અને દરેક સમસ્યાઓ પાછળ તેના સરળ સમાધાનો પણ આપ્યા છે જ.

Contents
પાછલા લેખમાં આપણે જીઓપથિક સ્ટ્રેસની અસર વૃક્ષો પર કેવી રહે છે, તેની વાત કરી હતી.સ્પેસ, લેન્ડ । સેલ્ફ – રાજેશ ભટ્ટનક્ષત્રાનુસાર વૃક્ષ કોષ્ટક ક્રમ, નક્ષત્ર,  નામ,  વૃક્ષ 1 અશ્ર્વીની, ઝેર, કોચલું 2 ભરણી, આમળાં 3 કૃતિકા, ઉંબરો 4 રોહિણી, જાંબુ 5 મૃગશીર્ષ, ખેર 6 આર્દ્રા અગર/સીસમ 7 પુનર્વસ, વાંસ 8 પુષ્ય, પીપળો 9 આશ્ર્લેષા, નાગચંપો 10 મઘા, વડ 11 પૂર્વા, ફાલ્ગુની ખાખરો 12 ઉત્તરા, ફાલ્ગુની પીપર 13 હસ્ત, ચમેલી 14 ચિત્રા, બિલી 15 સ્વાતિ, અર્જુન 16 વિશાખા, નાગકેસર 17 અનુરાધા, બોરસલી 18 જયેષ્ઠા, સીમડો 19 મૂળ, સર્જ (રાળ) 20 પૂર્વાષાઢા, નેતર 21 ઉતરાષાઢા, ફણસ 22 શ્રવણ, આકડો 23 ઘનિષ્ઠા, શમી 24 શતભિષા, કદમ્બ 25 પૂર્વાભાદ્રપદા, લીમડો 26 ઉત્તરા, ભાદ્રપદા આંબો 27 રેવતી, મહુડો

કમનસીબી એ રહી છે કે છેલ્લા થોડા દસકાઓમાં થયેલ આધુનિકરણના અતિરેકે મનુષ્ય અને પ્રકૃતિને સામસામેના છેડે ઉભેલા વિરોધી યા દુશ્મન બનાવી દીધા છે. ખરેખર તો વૃક્ષો એ પ્રકૃતિનું કદાચ, સૌથી પવિત્ર સ્વરૂપ છે. ભારતીય સંસ્કૃતિમાં દેવી-દેવતાઓ માટે ચોક્કસ ફળ, ફૂલ કે વૃક્ષનું પૂજન થાય છે, તેની પાછળનો આશય આ પવિત્રતા યા હકારાત્મક ઊર્જા મેળવવાનો છે… અને તેથી જ ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં ઈચ્છાપૂર્તિ વૃક્ષ કલ્પવૃક્ષની વાત કરવામાં આવી છે.

- Advertisement -

વૃક્ષો એ મનુષ્ય જીવનનાં ધરોહર રહ્યાં છે. આદિ અવસ્થાથી વિચાર કરીએ તો, મનુષ્યો પાસે પદ્ધતિસરની એેકેય જીવન વ્યવસ્થા નહોતી ત્યારથી વૃક્ષોના ફળ તેનો આહાર બનેલા અને પાન મનુષ્યોના વસ્ત્રો પણ બન્યા હતા. વૃક્ષોના લાકડામાંથી ઘર નિર્માણ થતાં તો વૃક્ષો થકી જ પ્રાણવાયુ, ફળ, ફૂલ, દવાઓ પણ મનુષ્યને મળતી રહી છે. નકારાત્મક ઊર્જા દૂર કરવા યા હકારાત્મક ઊર્જાના પ્રસાર માટે ચોક્કસ પ્રકારની ઔષધિથી હવન કરવાની ભારતીય પરંપરા પણ એ જ દર્શાવે છે કે, વૃક્ષો માનવજીવનનું અભિન્ન અંગ હતા, છે, અને રહેશે.

વૃક્ષોમાંથી અદ્ભુત ઊર્જા મળતી હોય છે એટલે જ તેમાં (વૃક્ષોમાં) ભગવાનનો વાસ હોવાની માન્યતા દૃઢ થઈ છે, તેથી જ સિદ્ધ પુરૂષો, યોગીઓ અને સંતો જ્ઞાનપ્રાપ્તિ કે મોક્ષ પ્રાપ્તિના હેતુ માટે ચોક્કસ વૃક્ષ નીચે બેસીને જ સાધના, ઉપાસના કે ધ્યાન કરતા હતા… આ તથ્યો શ્રદ્ધા, માન્યતા અને પરંપરાઓ તેમજ વૈજ્ઞાનિક અભ્યાસમાંથી એ પૂરવાર થાય છે કે વૃક્ષો માણસ માત્રથી સાથે જોડાયેલું પ્રાકૃતિક કનેકશન છે અને એટલે જ નવગ્રહ વાટિકા અને નક્ષત્ર વનનો વિચાર ભારતીય સંસ્કૃતિ સાથે સદીઓથી સંકળાયેલો છે. માણસના જન્મ સમયના ગ્રહ અને નક્ષત્ર માટેના પણ ચોક્કસ વૃક્ષો હોય છે. એ વૃક્ષોની પૂજા-અર્ચના કરવાથી સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ બક્ષતી ઊર્જાનો લાભ પણ મનુષ્યને મળતો રહે છે.

આજકાલ નવજાત શિશુની ગર્ભનાળ પ્રિઝર્વ કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં ગંભીર બિમારીના કિસ્સામાં સારવાર વખતે તે ઉપયોગી બની શકે. પારંપરિક વ્યવસ્થામાં આપનું નક્ષત્રવૃક્ષ આપને પર્યાવરણમાંથી આપના માટે જરૂરી ઊર્જા મેળવવામાં મદદરૂપ થાય છે. પ્રાકૃતિક રીતે એટલે જ નક્ષત્રવનની પરિકલ્પના ચરિતાર્થ કરવામાં આવી છે.
આજકાલ પાન ન ખરે અને ઓછી માવજત કરવી પડે એવા વૃક્ષો વાવવાની ફેશન છે તો દેખાવમાં સુંદર લાગતા વૃક્ષો વાવવાની પણ હોડ ચાલે છે, પરંતુ આ પ્રકારના વૃક્ષોથી કોઈ સીધો લાભ થતો હોતો નથી. આપણે પક્ષીઓને ફળ મળી શકે, પક્ષીઓ માળો બાંધી શકે તેવા વૃક્ષો વાવવાની જરૂર છે.

- Advertisement -

* આપનો જન્મ જે નક્ષત્રમાં થયો છે તેનું એક ચોક્કસ વૃક્ષ છે. આપના નક્ષત્ર વૃક્ષની નીચે અથવા પાસે બેસવાથી આપ પ્રકૃતિ સાથે સીધુ અનુસંધાન મેળવશો, જ્યારે પણ આપ ઓછી એનર્જી અનુભવો ત્યારે આપની નજીક રહેલ નક્ષત્રવન કે નવગ્રહ વાટિકાની મુલાકાત લઈ નક્ષત્ર કે ગ્રહનાં વૃક્ષની નીચે બેસી પોતાની જાતને રીચાર્જ કરી શકશો.
માન્યતા અનુસાર લક્ષ્મીજીનો વાસ સેવન (સવન)નાં વૃક્ષમાં હોવાથી અને અનેક ઔષધીય ગુણ ધરાવતું હોવાથી સવનનું વૃક્ષ ઘરઆંગણે વાવવાની પ્રથા રહી છે : સવનના લાકડાનું મંદિર બનાવવું ઘણું શુભ ગણાય છે

આપના ઘરમાં કોઈ દિશાનો વાસ્તુદોષ રહેલો હોય અને તે સંદર્ભમાં રોજીંદા જીવનમાં તકલીફ અનુભવતા હોય તો તે દિશા કે ખૂણાનું વૃક્ષ નાના-કુંડામાં ત્યાં રાખવાથી પીડા ઓછી થશે

નક્ષત્રાનુસાર વૃક્ષ કોષ્ટક
ક્રમ, નક્ષત્ર,  નામ,  વૃક્ષ
1 અશ્ર્વીની, ઝેર, કોચલું
2 ભરણી, આમળાં
3 કૃતિકા, ઉંબરો
4 રોહિણી, જાંબુ
5 મૃગશીર્ષ, ખેર
6 આર્દ્રા અગર/સીસમ
7 પુનર્વસ, વાંસ
8 પુષ્ય, પીપળો
9 આશ્ર્લેષા, નાગચંપો
10 મઘા, વડ
11 પૂર્વા, ફાલ્ગુની ખાખરો
12 ઉત્તરા, ફાલ્ગુની પીપર
13 હસ્ત, ચમેલી
14 ચિત્રા, બિલી
15 સ્વાતિ, અર્જુન
16 વિશાખા, નાગકેસર
17 અનુરાધા, બોરસલી
18 જયેષ્ઠા, સીમડો
19 મૂળ, સર્જ (રાળ)
20 પૂર્વાષાઢા, નેતર
21 ઉતરાષાઢા, ફણસ
22 શ્રવણ, આકડો
23 ઘનિષ્ઠા, શમી
24 શતભિષા, કદમ્બ
25 પૂર્વાભાદ્રપદા, લીમડો
26 ઉત્તરા, ભાદ્રપદા આંબો
27 રેવતી, મહુડો

You Might Also Like

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

થાલા થાલા થાલા…

ઘર ઈંટોથી નહીં લાગણીઓથી બને છે

શ્રમનો આદર

એકાગ્રતા કેળવવા અંતર્મુખી બનવું અનિવાર્ય

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટનાં ‘ભારેખમ’ રાજકારણીનું 300 કરોડનું જમીન કૌભાંડ
Next Article જમ્મુથી લઈ ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
થાલા થાલા થાલા…
ઘર ઈંટોથી નહીં લાગણીઓથી બને છે
શ્રમનો આદર
એકાગ્રતા કેળવવા અંતર્મુખી બનવું અનિવાર્ય
પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
Author

થાલા થાલા થાલા…

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
Author

ઘર ઈંટોથી નહીં લાગણીઓથી બને છે

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?