પાછલા લેખમાં આપણે જીઓપથિક સ્ટ્રેસની અસર વૃક્ષો પર કેવી રહે છે, તેની વાત કરી હતી.
સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ
– રાજેશ ભટ્ટ
સિરિઝના આ મણકામાં આપણી પારંપરિક વાસ્તુ પદ્ધતિમાં વૃક્ષોનું મહત્ત્વ અને તેના ઉપયોગ વિશે આપણે સમજીશું, પણ ત્યારે યાદ રાખવું જરૂરી છે કે, પ્રકૃતિએ પૃથ્વી પર મનુષ્યો, વૃક્ષો, પ્રાણીઓ તેમજ દરેક જીવજંતુઓને વિકાસની સમાન તક આપેલી છે અને દરેક સમસ્યાઓ પાછળ તેના સરળ સમાધાનો પણ આપ્યા છે જ.
કમનસીબી એ રહી છે કે છેલ્લા થોડા દસકાઓમાં થયેલ આધુનિકરણના અતિરેકે મનુષ્ય અને પ્રકૃતિને સામસામેના છેડે ઉભેલા વિરોધી યા દુશ્મન બનાવી દીધા છે. ખરેખર તો વૃક્ષો એ પ્રકૃતિનું કદાચ, સૌથી પવિત્ર સ્વરૂપ છે. ભારતીય સંસ્કૃતિમાં દેવી-દેવતાઓ માટે ચોક્કસ ફળ, ફૂલ કે વૃક્ષનું પૂજન થાય છે, તેની પાછળનો આશય આ પવિત્રતા યા હકારાત્મક ઊર્જા મેળવવાનો છે… અને તેથી જ ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં ઈચ્છાપૂર્તિ વૃક્ષ કલ્પવૃક્ષની વાત કરવામાં આવી છે.
- Advertisement -
વૃક્ષો એ મનુષ્ય જીવનનાં ધરોહર રહ્યાં છે. આદિ અવસ્થાથી વિચાર કરીએ તો, મનુષ્યો પાસે પદ્ધતિસરની એેકેય જીવન વ્યવસ્થા નહોતી ત્યારથી વૃક્ષોના ફળ તેનો આહાર બનેલા અને પાન મનુષ્યોના વસ્ત્રો પણ બન્યા હતા. વૃક્ષોના લાકડામાંથી ઘર નિર્માણ થતાં તો વૃક્ષો થકી જ પ્રાણવાયુ, ફળ, ફૂલ, દવાઓ પણ મનુષ્યને મળતી રહી છે. નકારાત્મક ઊર્જા દૂર કરવા યા હકારાત્મક ઊર્જાના પ્રસાર માટે ચોક્કસ પ્રકારની ઔષધિથી હવન કરવાની ભારતીય પરંપરા પણ એ જ દર્શાવે છે કે, વૃક્ષો માનવજીવનનું અભિન્ન અંગ હતા, છે, અને રહેશે.
વૃક્ષોમાંથી અદ્ભુત ઊર્જા મળતી હોય છે એટલે જ તેમાં (વૃક્ષોમાં) ભગવાનનો વાસ હોવાની માન્યતા દૃઢ થઈ છે, તેથી જ સિદ્ધ પુરૂષો, યોગીઓ અને સંતો જ્ઞાનપ્રાપ્તિ કે મોક્ષ પ્રાપ્તિના હેતુ માટે ચોક્કસ વૃક્ષ નીચે બેસીને જ સાધના, ઉપાસના કે ધ્યાન કરતા હતા… આ તથ્યો શ્રદ્ધા, માન્યતા અને પરંપરાઓ તેમજ વૈજ્ઞાનિક અભ્યાસમાંથી એ પૂરવાર થાય છે કે વૃક્ષો માણસ માત્રથી સાથે જોડાયેલું પ્રાકૃતિક કનેકશન છે અને એટલે જ નવગ્રહ વાટિકા અને નક્ષત્ર વનનો વિચાર ભારતીય સંસ્કૃતિ સાથે સદીઓથી સંકળાયેલો છે. માણસના જન્મ સમયના ગ્રહ અને નક્ષત્ર માટેના પણ ચોક્કસ વૃક્ષો હોય છે. એ વૃક્ષોની પૂજા-અર્ચના કરવાથી સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ બક્ષતી ઊર્જાનો લાભ પણ મનુષ્યને મળતો રહે છે.
આજકાલ નવજાત શિશુની ગર્ભનાળ પ્રિઝર્વ કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં ગંભીર બિમારીના કિસ્સામાં સારવાર વખતે તે ઉપયોગી બની શકે. પારંપરિક વ્યવસ્થામાં આપનું નક્ષત્રવૃક્ષ આપને પર્યાવરણમાંથી આપના માટે જરૂરી ઊર્જા મેળવવામાં મદદરૂપ થાય છે. પ્રાકૃતિક રીતે એટલે જ નક્ષત્રવનની પરિકલ્પના ચરિતાર્થ કરવામાં આવી છે.
આજકાલ પાન ન ખરે અને ઓછી માવજત કરવી પડે એવા વૃક્ષો વાવવાની ફેશન છે તો દેખાવમાં સુંદર લાગતા વૃક્ષો વાવવાની પણ હોડ ચાલે છે, પરંતુ આ પ્રકારના વૃક્ષોથી કોઈ સીધો લાભ થતો હોતો નથી. આપણે પક્ષીઓને ફળ મળી શકે, પક્ષીઓ માળો બાંધી શકે તેવા વૃક્ષો વાવવાની જરૂર છે.
- Advertisement -
* આપનો જન્મ જે નક્ષત્રમાં થયો છે તેનું એક ચોક્કસ વૃક્ષ છે. આપના નક્ષત્ર વૃક્ષની નીચે અથવા પાસે બેસવાથી આપ પ્રકૃતિ સાથે સીધુ અનુસંધાન મેળવશો, જ્યારે પણ આપ ઓછી એનર્જી અનુભવો ત્યારે આપની નજીક રહેલ નક્ષત્રવન કે નવગ્રહ વાટિકાની મુલાકાત લઈ નક્ષત્ર કે ગ્રહનાં વૃક્ષની નીચે બેસી પોતાની જાતને રીચાર્જ કરી શકશો.
માન્યતા અનુસાર લક્ષ્મીજીનો વાસ સેવન (સવન)નાં વૃક્ષમાં હોવાથી અને અનેક ઔષધીય ગુણ ધરાવતું હોવાથી સવનનું વૃક્ષ ઘરઆંગણે વાવવાની પ્રથા રહી છે : સવનના લાકડાનું મંદિર બનાવવું ઘણું શુભ ગણાય છે
આપના ઘરમાં કોઈ દિશાનો વાસ્તુદોષ રહેલો હોય અને તે સંદર્ભમાં રોજીંદા જીવનમાં તકલીફ અનુભવતા હોય તો તે દિશા કે ખૂણાનું વૃક્ષ નાના-કુંડામાં ત્યાં રાખવાથી પીડા ઓછી થશે
નક્ષત્રાનુસાર વૃક્ષ કોષ્ટક
ક્રમ, નક્ષત્ર, નામ, વૃક્ષ
1 અશ્ર્વીની, ઝેર, કોચલું
2 ભરણી, આમળાં
3 કૃતિકા, ઉંબરો
4 રોહિણી, જાંબુ
5 મૃગશીર્ષ, ખેર
6 આર્દ્રા અગર/સીસમ
7 પુનર્વસ, વાંસ
8 પુષ્ય, પીપળો
9 આશ્ર્લેષા, નાગચંપો
10 મઘા, વડ
11 પૂર્વા, ફાલ્ગુની ખાખરો
12 ઉત્તરા, ફાલ્ગુની પીપર
13 હસ્ત, ચમેલી
14 ચિત્રા, બિલી
15 સ્વાતિ, અર્જુન
16 વિશાખા, નાગકેસર
17 અનુરાધા, બોરસલી
18 જયેષ્ઠા, સીમડો
19 મૂળ, સર્જ (રાળ)
20 પૂર્વાષાઢા, નેતર
21 ઉતરાષાઢા, ફણસ
22 શ્રવણ, આકડો
23 ઘનિષ્ઠા, શમી
24 શતભિષા, કદમ્બ
25 પૂર્વાભાદ્રપદા, લીમડો
26 ઉત્તરા, ભાદ્રપદા આંબો
27 રેવતી, મહુડો
ક્રમ, નક્ષત્ર, નામ, વૃક્ષ
1 અશ્ર્વીની, ઝેર, કોચલું
2 ભરણી, આમળાં
3 કૃતિકા, ઉંબરો
4 રોહિણી, જાંબુ
5 મૃગશીર્ષ, ખેર
6 આર્દ્રા અગર/સીસમ
7 પુનર્વસ, વાંસ
8 પુષ્ય, પીપળો
9 આશ્ર્લેષા, નાગચંપો
10 મઘા, વડ
11 પૂર્વા, ફાલ્ગુની ખાખરો
12 ઉત્તરા, ફાલ્ગુની પીપર
13 હસ્ત, ચમેલી
14 ચિત્રા, બિલી
15 સ્વાતિ, અર્જુન
16 વિશાખા, નાગકેસર
17 અનુરાધા, બોરસલી
18 જયેષ્ઠા, સીમડો
19 મૂળ, સર્જ (રાળ)
20 પૂર્વાષાઢા, નેતર
21 ઉતરાષાઢા, ફણસ
22 શ્રવણ, આકડો
23 ઘનિષ્ઠા, શમી
24 શતભિષા, કદમ્બ
25 પૂર્વાભાદ્રપદા, લીમડો
26 ઉત્તરા, ભાદ્રપદા આંબો
27 રેવતી, મહુડો