રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો અમિત અરોરાએ ચાર્જ સંભાળ્યા બાદ શહેરમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેકટોની સ્થળ મુલાકાત કરી યોગ્ય લાગે તો જરૂરી સૂચનો આપે છે. આજે વેસ્ટ ઝોનમાં બની રહેલા 1400 આવાસોની જુદી-જુદી સાઈટની મુલાકાત લીધી હતી અને આ હાઉસીંંગ પ્રોજેકટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. વેસ્ટ ઝોન પેકેજ-1ના 5 પ્લોટ પૈકી ટીપી સ્કીમ નં. 5 (નાના મવા)ના એફપી નં. 104 અને 446 સાઈટ વિઝિટ કરી હતી.



