ભારતીય મહિલા ક્રિકેટની સૌથી સફળ કેપ્ટન અને બેસ્ટ ક્રિકેટર એવી બેટર મિથાલી રાજે નિવૃત્તિ જાહેર કરી દીધી છે જેના કારણે ઇન્ડીયન વિમેન્સ ક્રિકેટને મોટો ફટકો પડશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા ક્રિકેટને હવે એક બેટર અને કેપ્ટનની મોટી ખોટ પડશે
મિથાલીએ 39 વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી છે. તેણી 23 વર્ષથી ક્રિકેટ રમે છે. ભારતને અનેક મહત્વની મેચ જિતાડીને તેણે ગૌરવ અપાવ્યું હતું.
રિટાયરમેન્ટ જાહેર કરતાં થઈ ગઈ ભાવુક
39 વર્ષીય ક્રિકેટરે ટ્વિટર પર એક લાંબો મેસેજ લખીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતું કે તે એક નાનકડી બાળકી હતી જ્યારે તેણે બ્લૂ જર્સી પહેરીને દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
- Advertisement -
Thank you for all your love & support over the years!
I look forward to my 2nd innings with your blessing and support. pic.twitter.com/OkPUICcU4u
— Mithali Raj (@M_Raj03) June 8, 2022