તા.20મીએ સવારે 9:30 કલાકે, જ્યુબિલી ચોક પાસે વિનામૂલ્યે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, બાગ બગીચા અને ઝૂ કમિટીના ચેરમેન સોનલબેન સેલારા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, હાલમાં ચકલીની સંખ્યામાં દિન પ્રતિ-દિન ઘટતી થતી જાય છે. ચકલીના રક્ષણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 14 વર્ષથી વિનામૂલ્યે ‘ચકલીના માળા’ અને ‘પાણીના કુંડા’ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ ચકલી દિવસ અંતર્ગત તા.20/03/2025, ગુરૂવારના રોજ સવારે 09:30કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જ્યુબિલી ચોક પાસે, જવાહર રોડ, રાજકોટ ખાતે શહેરીજનોને વિનામૂલ્યે ‘ચકલીના માળા’ અને ‘પાણીના કુંડા’ વિતરણ માટે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકના વરદ્દ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે.
રાજકોટ મનપાએ લુપ્ત થતી ચકલીઓને બચાવવા આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિનામૂલ્યે ‘ચકલીના માળા” ‘પાણીના કુંડા’ મેળવવા શહેરના પક્ષીપ્રેમીઓને તથા જીવદયા પ્રેમીઓને ખાસ નિમંત્રણ પાઠવેલ છે.