માણાવદર આઇ.ટી.આઇ ખાતે 71 મા વન મહોત્સવ ની ઉજવણી વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી વધતી માનવ વસાહત ના પરિણામે વૃક્ષોનો સત્ય નાશ થઇ રહયો છે તેના કારણે ધરતી ની આબોહવામાં પણ જબરા પરિવર્તન સર્જાય રહયા છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લીલોતરી ધીમે ધીમે નેસ્તનાબુદ થઇ રહી છે ધરતી ઉપરથી થતું વૃક્ષોનુ થતું નિકંદન ખતરારૂપ સમસ્યા પેદા કરે છે તો નવાઇ નહી

આજે 71 માં વન મહોત્સવ નિમિત્તે આપણે સૌએ સાથે મળીને પર્યાવરણ બચાવવા ની જરૂર છે ત્યારે આજે માણાવદર ના જૂનાગઢ હાઇવે રોડ ઉપર આવેલ આઇ.ટી.આઇ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ અને મહાનુભાવો ના હાથે જુદા જુદા પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા હતા તેમજ વન વિભાગ દ્વારા આરોગ્ય રથ ફેરવી આરોગ્ય વર્ધક વૃક્ષો જેવા કે તુલસી, અરડુસી, ના છોડુનુ વિતરણ કરવામાંઆવ્યું હતુ

આ કાર્યક્રમ માં માણાવદર મામલતદાર એન. એચ.રામ., ટી.ડી.ઓ. મોરી, આર. એફ. ઓ. દાફડા , આઇ.ટી.આઇ. ના પ્રિન્સિપાલ અપારનાથી તાલુકા પંચાયત પ્રમુખ વરંજાગભાઇ ઝાલા, ન.પા. પ્રમુખ જગમાલભાઇ હુંબલ તેમજ ફોરેસ્ટ વિભાગ નો સ્ટાફ ઉપસ્થિત રહયો હતો

(જીજ્ઞેશ પટેલ – માણાવદર)