આજરોજ નૂતન જીનીંગ માં માણાવદર તાલુકા ભાજપ અને શહેર ભાજપ દ્રારા એક પરિચય બેઠક રાખવામાં આવી હતી જેમાં જીલ્લા ભાજપ ના નવનિયુક્ત મહામંત્રી અને ઝોન પ્રભારી ભગવાનજીભાઇ કરગઠીયા તથા જીલ્લા ઉપ પ્રમુખ અને તાલુકા પ્રભારી મનોજભાઈ ગોહેલ તથા જીલ્લા ઉપ પ્રમુખ અને બાંટવા – વંથલી શહેર ના પ્રભારી દિનેશભાઇ ટીલવા તેમજ જીલ્લા ભાજપ મંત્રી અને માણાવદર શહેર પ્રભારી જીવાભાઇ કોડીયાતર ઉપસ્થિત રહયા હતા
કાર્યક્રમ ને અનુરૂપ માર્ગદર્શન મનોજભાઇ ગોહેલ તથા ભગવાનજીભાઇ કરગઠીયા એ આપેલ અને પાર્ટીના આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી અને પેજ કમીટી વહેલામાં વહેલી તકે બંને તે માટે સુચન કરેલ હતા
આ કાર્યક્રમ માં તાલુકા ભાજપ પ્રમુખ હરસુખભાઇ ગરાળા, તાલુકા ભાજપ મહામંત્રી જગદીશભાઇ મારૂ , કિરણભાઈ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ જીતુભાઇ પનારા, ન.પા પ્રમુખ પુષ્પાબેન ગોર, જીલ્લા પંચાયતના સદસ્યો શ્રીઓ, પાલિકા ના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો તથા તાલુકા અન શહેરના આગેવાનો ઉપસ્થિત રહયા હતા આ કાર્યક્રમ માં જીલ્લા ભાજપ ના નવનિયુક્ત હોદ્દેદારો ને ફુલહાર અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શહેર ભાજપ મહામંત્રી નિરજ જોષી એ કર્યું હતુ
જીજ્ઞેશ પટેલ માણાવદર