જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલની અધ્યક્ષતામાં જીલ્લા લઘુમતી મોરચાની કારોબારી સમિતિની મીટીંગ મળી હતી જેમાં જીલ્લા લઘુમતી મોરચાની કારોબારીના ૩૮ સભ્યોએ હાજરી આપી હતી. મીટીંગનું સંચાલન જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ હુસેનભાઈ દલ એ કર્યું હતું.
જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ એ પક્ષના આગામી કાર્યક્રમો અંગે માહીતિ આપી હતી. મતદાર યાદીની પૈજ કમીટીઓ ફોટા સાથેની તૈયાર કરવા માટે સુચના આપી હતી. આગામી તાલુકા/જીલ્લા પંચાયતની ચુંટણીઓ સબંધી માર્ગદર્શન આપ્યું હતું. લઘુમતી સમાજના પ્રશ્ર્નો હલ કરવાની ખાત્રી આપી હતી. ભાજપના સંગઠનમાં અને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં તેમજ સરકારી સમિતિઓમાં લઘુમતી સમાજને યોગ્ય પ્રાધાન્ય આપવામાં આવશે એવી ખાત્રી આપી હતી. લઘુમતી સમાજના કાર્યકરોને વફાદારીથી પક્ષના કામમાં લાગી જવા હાકલ કરી હતી.
જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ હુસેનભાઈ દલ એ છેલ્લી ત્રણ ટર્મથી લઘુમતી મોરચાએ કરેલ કામગીરી અને ચાલુ ટર્મની કામગીરી વિશે માહીતી આપી હતી. દેશને અને ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવામાં લઘુમતી સમાજનું મોટું યોગદાન હોવાનું જણાવી લઘુમતી સમાજના મતો હવે કોંગ્રેસને મળતા નથી એ હકીકત દ્રષ્ટાંતો સહીત સમજાવી હતી. ચાલુ ટર્મના તમામ સભ્યોને કોઈપણ જાતના વાદ વિવાદ વગર ખંતથી પક્ષનું કામ કરવા બદલ અભિનંદન આપ્યા હતા અને પક્ષે સોંપેલ તમામ કામો મુદત હરોળમાં પુરા કરવા બદલ સૌનો આભાર માન્યો હતો.
હાજર રહેલા હોદેદારોમાંથી ડૉ. સાજીદભાઈ મલેક, હનીફભાઈ કુરેશી, હુસેનભાઈ સીડા, સૈયદ સાહેબ, ઈસ્માલભાઈ દેથા, અબ્દુલ્લામીંયા બાપુ વિગેરેએ પ્રાસાંગીક ઉદ્દબોધનો કર્યા હતા. આભાર વિધિ હુસેનભાઈ દલ એ કરેલ હતી.
આ બેઠકમાં જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ હુસેનભાઈ દલ, જીલ્લા મહામંત્રી નુરમહમદભાઈ શમા તથા ડૉ. સાજીદભાઈ મલેક, મહમદઅલી સૈયદ સાહેબ, અબ્દુલ્લામીંયા બાપુ, હુસેનભાઈ સીડા, કાસમભાઈ શેખ, ગફારભાઈ ભોર, ઈસ્માલભાઈ દેથા, હનીફભાઈ કુરેશી, યાસીનભાઈ અગવાન, અલીભાઈ સાંધ, ઈલ્યાસભાઈ બ્લોચ, રેહાનખાનજી બાબી, બબાભાઈ માલવિયા, સતારભાઈ માલવિયા, આરીફભાઈ નાઈ, સલીમભાઈ ગજીયાણી, નજીરખાન બેલીમ, બહાદુરભાઈ દલ, હુસેનભાઈ સોઢા, ઈસ્માલભાઈ અગવાન, ઓસમાણભાઈ હમીરકા, દાઉદભાઈ મોદી, જાવીદભાઈ મોદી, ઈમરાનભાઈ દલ, બોદુભાઈ સાંધ, અનવરભાઈ અગવાન, હુસેનભાઈ સીડા, રફીકભાઈ દલ, સીદીકભાઈ કચરા, અનવરખાન પઠાણ, હારૂનભાઈ પડાયા, અલારખાભાઈ કાલવાત, સલમાનભાઈ ઘમેરીયા, રીઝવાનભાઈ બમ તેમજ જુનાગઢ મહાનગર લઘુમતી મોરચાના પ્રમુખ શબ્બીરભાઈ અમરેલીયા અને વરિષ્ઠ પત્રકાર હુસેનશા શાહમદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

જીજ્ઞેશ પટેલ માણાવદર