ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના મેરૂપર ગામે સરકારી જમીન પર ત્રણ શખ્સોએ કબજો કરી લેતા હળવદ મામલતદારે ત્રણેય ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે જ્યારે ફરિયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના મેરૂપર ગામે સરકારી જમીન પર કબ્જો જમાવતા ત્રણ શખ્સો સામે હળવદ મામલતદાર એન.એસ.ભાટીએ ફરિયાદ નોંધાવી છે જેમાં મેરૂપર ગામની સરકારી જમીનમાં કબજો જમાવતા આરોપી રમેશ ભુદરભાઇ પટેલ, મનસુખ ભુદરભાઇ પટેલ અને વિભાભાઇ રાહાભાઇ રબારી સામે હળવદ પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેથી પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના મેરૂપરમાં જમીન પચાવનાર ત્રણ શખ્સો સામે મામલતદારે લેન્ડગ્રેબિંગનું શસ્ત્ર ઉગામ્યું
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/09/9-1.jpg)