By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    4 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    4 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    5 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    1 day ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    1 day ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    1 day ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    2 days ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 day ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહેન્દ્રભાઈ મેઘાણી: એક સદીની જીવનયાત્રા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મહેન્દ્રભાઈ મેઘાણી: એક સદીની જીવનયાત્રા
Author

મહેન્દ્રભાઈ મેઘાણી: એક સદીની જીવનયાત્રા

Khaskhabar Editor
Last updated: 2022/08/04 at 4:32 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

ઝવેરચંદ મેઘાણીના મોટા પુત્રનું અવસાન

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ગુજરાતી ભાષાના પ્રખર સાહિત્યકાર અને ગુજરાતમાં ગ્રંથના ગાંધી તરીકે ઓળખાતા ભાવનગર લોકમિલાપ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ મેઘાણી નું ગઈકાલ રાત્રે ભાવનગર ખાતે નિધન થયું છે. આજે ગુરુવારે સવારે ભાવનગર શહેરના તેમના નિવાસ્થાન ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. શ્રી મહેન્દ્રભાઈ ઝવેરચંદ મેઘાણીનું અવસાન ગઈકાલ રાત્રે 8 વાગે ભાવનગર ખાતે થયું હતું. આ સમાચાર થી સાહિત્ય જગતમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. ‘લોકમિલાપ’ના સ્થાપક સંપાદક મહેન્દ્ર મેઘાણી ગુજરાતમાં ગ્રંથના ગાંધી બિરુદ પામ્યા હતા અને 96 વર્ષની ઉંમર સુધી પણ લેખન – વાચનમાં યથાશક્તિ વ્યસ્ત રહ્યા હતા. ઝવેરચંદ મેધાણીનો સાહિત્ય વારસો મહેન્દ્ર મેઘાણીએ જાળવી રાખ્યો હતો ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની વયે નિધન થતા ભાવનગર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

- Advertisement -

મહેન્દ્રભાઈને જ્યારે પણ મળીએ ત્યારે યાદોની પોટલી ખૂલે તો એમાં નામો ય કેવાં કેવાં હોય, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર સાહેબની વાતો-સાંભળેલી નહીં એમણે પોતે જે રીતે આ મહાનુભાવોને અનુભવ્યા હોય તે વાતો…

2003માં મહેન્દ્રભાઈ મેઘાણી રાજકોટ આવ્યા ત્યારે પંચનાથ મંદિરની પાછળની શેરીમાં ગૌતમભાઈ પારેખના બહેનોના ઘરે ઉતર્યા હતા. રેણુકાબહેન અને તેમના બે બહેનોની ઉપસ્થિતિમાં હું મહેન્દ્રભાઈને મળવા ગયો અને પહેલી જ છાપ કેવી પડી, રેણુકાબહેને કહ્યુ: મહેન્દ્રભાઈ જમીને પોતાના વાસણ પોતે જ સાફ કરી નાંખે હો. મહેન્દ્રભાઈ એક જ ક્ષણમાં બોલી ઊઠ્યા: મારું જમવાનું પણ હું પોતે જ જમું છું ને એ વાતો પછીનો ઈન્ટરવ્યૂ તો સાંજ સમાચાર વર્તમાનપત્રમાં છપાયો અને મારાં પુસ્તક મજાના માણસને મળવાની મજામાં પણ સમાવ્યો પરંતુ ફક્ત વાંચન, પ્રકાશન, સંપાદન એમની ઓળખ નહોતી. એમનું પોતાનું જીવન કેટલું પ્રેરક હશે તેનું આ દૃષ્ટાંત હતું.

એ પછી તો એમના ભાવનગરના નિવાસ સ્થાન-મિલાપની પાછળ ફળિયામાં એમને મળવાનું થયું. છેલ્લે 2022ના મે માસમાં ભાવનગરમાં એમના નવા નિવાસ સ્થાને મળ્યો. ચિત્રલેખામાં ઈન્ટરવ્યૂ પ્રકાશિત થયો. એ સમયે તો ન લખ્યું પરંતુ આજે કહું, પહેલી કોપી 2800 શબ્દોની થઈ હતી. એટલી જગ્યા તો ક્યાંથી હોય, મેં જ કોપી એડિટ કરી, 2200, 1800 છેલ્લે 1500 આસપાસ શબ્દો છપાયા. તે સમયે મહેન્દ્રભાઈના પુત્ર ગોપાલભાઈને મેં કહ્યુ હતું કે મહેન્દ્રભાઈ વિશેનો આર્ટીકલ સંક્ષેપ કર્યા વગર કેમ છપાય, સંક્ષેપનો કસબ મહેન્દ્રભાઈને હાથવગો હતો.

- Advertisement -

અડધી સદીની વાંચન યાત્રા તો પુસ્તક સ્વરુપે આવી અને નવી પેઢી આ વાંચનના જુના જોગીને ઓળખતી થઈ. એમનું આ કાર્ય તો 1950ની 26મી જાન્યુઆરીથી મિલાપના માધ્યમથી શરુ થયું હતું. પ્રગાઢ વાંચન અને જ્ઞાનનો કોઈ ભાર મન ઉપર કે મોઢાં ઉપર નહીં. મહેન્દ્રભાઈને જ્યારે પણ મળીએ ત્યારે યાદોની પોટલી ખૂલે તો એમાં નામો ય કેવાં કેવાં હોય, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર સાહેબની વાતો-સાંભળેલી નહીં એમણે પોતે જે રીતે આ મહાનુભાવોને અનુભવ્યા હોય તે વાતો. ગાંધીજીને લગ્ન પછી મળવા ગયા અને ઝવેરચંદ મેઘાણીનો અવાજ ગાતાં-ગાતાં થોડો ખરડાયો તો ગાંધીજીએ મહેન્દ્રભાઈને ઈશારો કર્યો કે તું ગા. નહેરુ સાથે તો મહેન્દ્રભાઈએ વિદેશ પ્રવાસ કરેલો ત્યારે ક્રુઝ પર તેઓ એકલા બેઠા હતા ત્યાં નહેરુ પહોંચ્યા અને નાનો સંવાદ થયો. સરદાર સાહેબ મોર્નિંગ વોકમાં જતા હતા ત્યારે મહેન્દ્રભાઈએ એમને નોકરીની મૌખિક અરજી કરી હતી.

આવી ઘણી બધી વાતો આજે સ્મરણના સંપૂટમાંથી બહાર આવી રહી છે. ઘંટી દળતાં દળતાં મહેન્દ્રભાઈને આ વાંચનની-પ્રકાશનની કેટલી બધી યોજનાઓ સૂઝી હતી. ઘરનું દળવાનું ખૂટી જાય તો પાડોશીઓનું અનાજ લાવીને દળી આપે. ભારત છોડો વખતે ટ્રેનના પાટા ઉથલાવવાનું પરાક્રમ કરનાર મહેન્દ્રભાઈએ કેટલા બધા લોકોની વાંચનની ગાડી પાટે ચડાવી. કેવા કેવા સંપાદનો આપ્યાં, કેટલા અનુવાદો. ગિજુભાઈ સાથે વાંચનયાત્રા, સ્વામી આનંદ સાથે વાંચન યાત્રા…

બહુ ઓછાં લોકોને ખબર હશે કે એમણે પોતે કોઈ એવોર્ડ, સન્માન સ્વીકારવા ઇનકાર કર્યો હતો. કોઈ પદ્મશ્રી વગેરે માટે વાત પણ કરે કે રસ્તા – ચોકને નામ આપવાની વાત કરે તો સ્પષ્ટ ઈનકાર. અને પછી હસતા હસતા કહે, સમાજ તો ભૂલ કરે એમાં એને આપણે સાથ ન અપાય. ભાવનગરમાં બાળકોને ફિલ્મ જોતાં કરનાર મહેન્દ્ર મેઘાણી પણ વર્ષો સુધી યાદ રહેશે. જવલ્લે જ મળે એવું જીવંત વ્યક્તિત્વ. છેલ્લે 2022ના મે માસમાં હું એમને મળ્યો ત્યારે સ્મૃતિ પહેલાં જેવી ધારદાર નહોતી. મારી વાતો-પ્રશ્નો સાંભળીને કહે, આપણે મોડા મળ્યા. મેં કહ્યું તમે ભૂલી ગયા. હું તમને અગાઉ ત્રણ વાર મળ્યો છું. પછી ભલામણ કરી, ગોપુભાઈને મળતા રહેજો. બીજી વાર અહીં આવજો. હા, હવે આવશું તો ખરા પરંતુ મળવાનું ગોપુભાઈને જ થશે. જો કે મહેન્દ્રભાઈ પોતે કંઈ નહીં બોલે પરંતુ એમના સંપાદનો, પ્રકાશનો, અનુવાદો તો ગૂંજશે સદાય.

(જવલંત છાયાની ફેસબૂક વોલ પરથી સાભાર)

You Might Also Like

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

ખાસ-ખબરની છ વર્ષની ખબર

TAGGED: mahendrabhaimeghani, ZaverchandMeghani
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં બનશે લશ્કરી-ટ્રાન્સપોર્ટ એરક્રાફટ
Next Article આ વર્ષે રાખડીના ભાવમાં 30 થી 35 ટકાનો થયેલો વધારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?