By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    4 days ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    5 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    4 days ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો
Hemadri Acharya Dave

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

Khaskhabar Editor
Last updated: 2026/01/19 at 4:14 PM
Khaskhabar Editor 7 months ago
Share
13 Min Read
SHARE

ઉદ્ધવ ઠાકરે માટે આત્મમંથનનો સમય: વિરોધ માટે વિરોધની છબી નડી: રાજ ઠાકરે સાથેના જોડાણ છતાં બેઠકો જીતવામાં નિષ્ફળ; સંગઠનાત્મક માળખું ધરાશાયી

મહારાષ્ટ્ર ઇલેક્શનની આરપાર

- Advertisement -

મહારાષ્ટ્રની 2026ની મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીઓમાં મહાયુતિ (ઇઉંઙ-નેતૃત્વ હેઠળનું ગઠબંધન, જેમાં એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની ગઈઙનો સમાવેશ થાય છે)ની વ્યાપક જીત પાછળ એક જટિલ અને બહુપરતી રાજકીય ગતિશીલતા કાર્યરત છે. આ જીતને માત્ર વિકાસ-કેન્દ્રિત એજન્ડા અથવા ગઠબંધનની એકીકૃત શક્તિ તરીકે જોવી અપૂર્ણ રહેશે જે નીચે સમજીએ…
હિન્દુત્વનો મુદ્દો આ ચૂંટણીઓમાં એક મજબૂત ઇમોશનલ અને આઈડિયોલોજિકલ ફેક્ટર તરીકે ઉભરી આવ્યો છે. ઇઉંઙ અને તેના સાથીઓએ હિન્દુત્વને રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક ગૌરવ અને મુખ્યધારાના હિન્દુ મતદારોના એકીકરણના પ્રતીક તરીકે અસરકારક રીતે પ્રસ્તુત કર્યો છે. શહેરી વિસ્તારોમાં, ખાસ કરીને મુંબઈ, પુણે અને નાગપુર જેવા શહેરોમાં, જ્યાં ઉત્તર ભારતીય માઇગ્રન્ટ્સ અને વ્યાપારી સમુદાયોની સંખ્યા વધુ છે, હિન્દુત્વના પરિબળે મજબૂતીથી કામ કર્યું છે. તેનાથી વિરોધ પક્ષોના ’મરાઠી અસ્મિતા’ અથવા પ્રાદેશિકતાના મુદ્દાઓને પડકારવામાં આવ્યા છે, અને મતદારોને એવું લાગ્યું છે કે મહાયુતિ રાષ્ટ્રીય સ્તરે વધુ વિશ્વસનીય અને સ્થિર વિકલ્પ છે.
આ મુદ્દો ખાસ કરીને યુવા અને મધ્યમ વર્ગના મતદારોમાં અસરકારક રહ્યો, જેમણે પરંપરાગત પાર્ટીઓના પ્રતીકાત્મક વિરોધને બદલે વ્યવહારવાદી અને રાષ્ટ્રવાદી એજન્ડાને પ્રાધાન્ય આપ્યું.
બીજી તરફ, ગઈઙ (ખાસ કરીને શરદ પવારની ગઈઙ-જઙ) સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના આરોપોએ ખટઅને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. વર્ષોથી ગઈઙ પર લાગતા ભ્રષ્ટાચારના આરોપો – જેમ કે જમીન કૌભાંડો, કોન્ટ્રાક્ટ અને પાવર પ્રોજેક્ટ્સમાં અનિયમિતતા – શહેરી મતદારોમાં ઊંડી અસર કરી રહ્યા છે. મહાયુતિએ આ આરોપોને અસરકારક રીતે ઉઠાવીને પોતાને ’ભ્રષ્ટાચાર-મુક્ત’ અને ’વિકાસ-કેન્દ્રિત’ તરીકે પ્રસ્તુત કર્યા છે. આનાથી મધ્યમ વર્ગના મતદારોમાં એવું ધારણા બની છે કે ખટઅના ગઠબંધનમાં ભ્રષ્ટાચારના પુરાણા ચહેરાઓ હજુ પણ પ્રભાવશાળી છે, જ્યારે મહાયુતિ તેની સામે વધુ સ્વચ્છ અને કાર્યક્ષમ વિકલ્પ તરીકે ઉભરી છે. આ પર્સેપ્શન ખાસ કરીને ઇખઈ અને પુણે જેવા શહેરોમાં મતદાનના નિર્ણયમાં નિર્ણાયક બન્યું છે.
શિવસેનાના પતનનું સૌથી મોટું કારણ તેની રાજકીય પદ્ધતિઓ છે, જે આજના શહેરી સમાજ સાથે તાલમેલ બેસાડી શકી નથી. મુંબઈ અને ખખછ વિસ્તારમાં વર્ષો સુધી ચાલેલી બળ આધારિત રાજનીતિ – જેમાં દાદાગીરી, દુકાનદારો પાસેથી વસૂલી, બિલ્ડરો પર દબાણ અને ‘ભયથી કામ’ કરાવવાની સંસ્કૃતિ સામેલ હતી – હવે શહેરી મધ્યમ વર્ગને અસ્વીકાર્ય બની ગઈ છે. જે પદ્ધતિ એક સમયે શક્તિનું પ્રતીક હતી, તે હવે ગવર્નન્સની નિષ્ફળતા તરીકે જોવામાં લાગી છે. શિક્ષિત, કરદાતા અને વ્યવસાયિક મતદારો માટે ગુંડાગીરી હવે ‘લોકલ પ્રોબ્લેમ સોલ્વિંગ’ નહીં, પરંતુ વિકાસમાં અડચણ છે. આ સાથે જ મરાઠી અસ્મિતાના નામે પરપ્રાંતીયો સામેનો પૂર્વગ્રહ અને ભાષા વિવાદની રાજનીતિ પણ શિવસેનાને ભારે પડી છે. દુકાનોના બોર્ડ તોડવા, હિન્દી-ગુજરાતી-ઉત્તર ભારતીય સમુદાય સામે ઉગ્ર ભાષા અને ધમકી – આ બધું મુંબઈ, પુણે અને નાગપુર જેવા કોસ્મોપોલિટન શહેરોમાં ઉલટું પડ્યું. માત્ર પરપ્રાંતિય નહીં પરંતુ પરંપરાગત મરાઠા મતદાતાઓ પણ ઠાકરે રાજકારણથી વિમુખ થયા. આજના શહેરોમાં પરપ્રાંતીયો ‘બહારના’ નથી, પરંતુ અર્થતંત્રના મહત્વના સ્તંભ છે. ઈંઝ, વેપાર, સર્વિસ સેક્ટર અને ઉદ્યોગો પર આધારિત શહેરોમાં આ પ્રકારની રાજનીતિએ શિવસેનાને સંકુચિત અને નકારાત્મક છબી આપી.
મરાઠી અસ્મિતા પણ હવે એકમાત્ર રાજકીય એજન્ડા રહી નથી. આજનો શહેરી મરાઠી મતદાર રોજગાર, ટ્રાન્સપોર્ટ, ટ્રાફિક, મેટ્રો, હાઉસિંગ અને જીવનની ગુણવત્તા જેવા મુદ્દાઓ પર વધુ વિચાર કરે છે. ભાવનાત્મક અપીલ હજુ પણ અસર કરે છે, પરંતુ તે વાસ્તવિક શહેરી સમસ્યાઓના ઉકેલની જગ્યાએ નથી આવી શકતી. આ પરિવર્તન શિવસેના સમયસર વાંચી શકી નથી. ઠાકરે જૂથ મૂળભૂત હિંદુત્વની વિચારધારાથી દૂર જવું, હનુમાન ચાલીસા પર પ્રતિબંધ જેવા નિર્ણયો અને સંજય રાઉતના અતિશય તથા વિવાદાસ્પદ નિવેદનોને કારણે શહેરી તથા પરપ્રાંતિય મતદાતાઓમાં અસંતોષ ફેલાયો.
2022ના વિભાજન પછી ઞઇઝ શિવસેનાએ પોતાને ’અસલી’ શિવસેના તરીકે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મતદારોમાં એવું લાગ્યું છે કે તેમની પાર્ટી હવે પરંપરાગત બાલાસાહેબ ઠાકરેના હિન્દુત્વ અને મરાઠી અસ્મિતાના મુદ્દાઓથી દૂર થઈ ગઈ છે. ઞઇઝની કોંગ્રેસ અને ગઈઙ-જઙ સાથેની જોડાણને ’વિરોધી ગઠબંધન’ તરીકે જોવામાં આવ્યું, જેમાં વૈચારિક અસંગતતા સ્પષ્ટ છે. આનાથી પરંપરાગત શિવસેના મતદારો – ખાસ કરીને હિન્દુત્વ-પ્રભાવિત અને શહેરી વિસ્તારોમાં – એકનાથ શિંદેની શાખા તરફ વળ્યા છે, જે ઇઉંઙ સાથે જોડાઈને હિન્દુત્વ અને વિકાસના મુદ્દાઓને વધુ મજબૂતીથી ઉઠાવી રહી છે. આ વિશ્વાસનું સ્થાનાંતરણ ખાસ કરીને મુંબઈ અને ઠાણે જેવા પરંપરાગત શિવસેના ગઢોમાં જોવા મળ્યું જ્યાં મહાયુતિએ મોટી લીડ મેળવી છે. આમ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (ઞઇઝ) પરથી ઘટતો જતો વિશ્વાસ પણ મહાયુતિની જીતનું મુખ્ય કારણ છે. આ ત્રણેય તત્વો – હિન્દુત્વની અપીલ, ભ્રષ્ટાચારના આરોપોનો નકારાત્મક પ્રભાવ અને ઞઇઝ શિવસેના પરથી ઘટતો વિશ્વાસ – એકબીજા સાથે જોડાઈને એક શક્તિશાળી રાજકીય વાવાઝોડું ઊભું કરે છે, જેણે શહેરી મહારાષ્ટ્રમાં મહાયુતિને અભૂતપૂર્વ વર્ચસ્વ આપ્યું. આ જીત રાજ્યના રાજકીય લેન્ડસ્કેપમાં ઊંડા પરિવર્તનનો સંકેત આપે છે. મુંબઈની વાત કરીએ તો, વિભાજન પછી એકનાથ શિંદેના જૂથે રાજ્ય સત્તાનું કેન્દ્ર સંભાળ્યું. શિંદે મુખ્યમંત્રી બન્યા અને બાદમાં ઉપમુખ્યમંત્રી તરીકે પણ મહાયુતિ સરકારમાં મહત્વની ભૂમિકા ભજવી. આ સત્તાકીય સ્થિતિના કારણે તેમના પક્ષને રાજ્ય સરકારના વિકાસ કાર્યો, ફંડિંગ અને પ્રોજેક્ટ્સ પર સીધી પહોંચ મળી. મુંબઈ જેવા શહેરમાં જ્યાં મેટ્રો, કોસ્ટલ રોડ, ટ્રાન્સ હાર્બર લિંક જેવા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, ત્યાં મહાયુતિ સરકારના આ કાર્યોને શિંદેની પાર્ટી પોતાના નામે ગણાવી શકી અને વહીવટી નિર્ણયો સાથે સીધી રીતે જોડાઈ ગઈ. મુંબઈમાં ચાલી રહેલા મેટ્રો નેટવર્ક, કોસ્ટલ રોડ, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ શહેરી જીવનને સીધી અસર કરે છે.

ઇખઈમાં નવા યુગનો પ્રારંભ: એશિયાની સૌથી મોટી પાલિકામાં ભાજપનો ભગવો: 30 વર્ષના ઠાકરે શાસન બાદ વહીવટી સુધારા અને પારદર્શિતાની આશા જાગી

ટ્રાફિક, મુસાફરીનો સમય, રોજગાર અને આર્થિક પ્રવૃત્તિઓ જેવા મુદ્દાઓ સાથે જોડાયેલા આ પ્રોજેક્ટ્સ શહેરી મધ્યમવર્ગ અને વ્યાપારી સમુદાય માટે મહત્વપૂર્ણ રહ્યા છે. પરિણામે, મહાયુતિ સરકારના કામકાજને શિંદેના જૂથ સાથે જોડીને જોવાની માનસિકતા વિકસતી ગઈ.
તેની સામે, ઉદ્ધવ ઠાકરેનું ઞઇઝ જૂથ વિભાજન પછી સતત વિરોધપક્ષમાં રહ્યું. વિરોધપક્ષમાં હોવાના કારણે વહીવટી સ્તરે મોટા વિકાસ કાર્યોમાં તેની સીધી ભાગીદારી શક્ય ન રહી. પરિણામે, પાર્ટીની રાજકીય અભિવ્યક્તિ મોટાભાગે નિવેદન, ટીકા અને વિરોધ સુધી જ મર્યાદિત રહી. આ સ્થિતિથી શહેરી મતદારોના એક વર્ગમાં એવી ધારણા ઊભી થઈ કે ઞઇઝ પાસે નીતિગત અસહમતિ અને વિરોધ વ્યક્ત કરવાની ક્ષમતા તો છે, પરંતુ જમીન પર દેખાય તેવું કામ ઓછું છે. સમય જતાં વિરોધ માટે વિરોધની છબી ધીમે ધીમે વધુ મજબૂત બનતી ગઈ. ચૂંટણી માત્ર ભાષણો કે પ્રતિકાત્મક વિરોધથી નથી જીતાતી; તેના માટે મજબૂત સંગઠન અને મેદાન પર કાર્ય જરૂરી હોય છે – અને આ ખામી ઞઇઝના સંદર્ભમાં સ્પષ્ટ રીતે અનુભવાઈ. શહેરી મતદારોમાં એવી માનસિકતા વિકસતી ગઈ કે પાર્ટી અસંતોષ વ્યક્ત કરી શકે છે, પરંતુ વાસ્તવિક ઉકેલો અમલમાં મૂકવાની ક્ષમતા તેની પાસે મર્યાદિત છે.
વૈચારિક સ્તરે પણ શિવસેનાના પરંપરાગત મતદારોમાં સ્પષ્ટ ફેરફાર જોવા મળ્યો. બાલાસાહેબ ઠાકરેની શિવસેના હિન્દુત્વ, મરાઠી અસ્મિતા અને રાષ્ટ્રવાદના મુદ્દાઓ સાથે ઓળખાતી રહી છે. વિભાજન પછી ઉદ્ધવ ઠાકરેનું જૂથ કોંગ્રેસ અને ગઈઙ-જઙ સાથે મળીને મહાવિકાસ આઘાડીનો ભાગ બન્યું. શહેરી વિસ્તારોના ઘણા પરંપરાગત શિવસૈનિકો અને હિન્દુ મતદારો માટે આ ગઠબંધન વૈચારિક રીતે અસ્વસ્થતા ઉભી કરનારું બન્યું. કોંગ્રેસની સેક્યુલર રાજનીતિ અને શિવસેનાની પરંપરાગત હિન્દુત્વ આધારિત ઓળખ વચ્ચેનો તફાવત આ મતદારોને સ્પષ્ટ લાગ્યો.
આ સંજોગોમાં, એકનાથ શિંદેનું જૂથ ઇઉંઙ સાથે જોડાઈને હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દાઓને વધુ સ્પષ્ટતા અને સઘનતાથી આગળ ધપાવતું રહ્યું. ખાસ કરીને શહેરી હિન્દુ મતદારો-મરાઠી સમુદાય ઉપરાંત ઉત્તર ભારતીય માઇગ્રન્ટ્સ-માં આ જોડાણને વિચારધારાત્મક સ્થિરતા તરીકે જોવામાં આવ્યું. ધીમે ધીમે શિંદેનું જૂથ અસલી શિવસેના તરીકે માન્યતા મેળવતું ગયું, જ્યારે ઞઇઝને કોંગ્રેસના સહારે ચાલતી અપંગ પાર્ટી તરીકે જોવાની દૃષ્ટિ મજબૂત બની. સંગઠનાત્મક સ્તરે પણ તફાવત સ્પષ્ટ રહ્યો. વિભાજન પછી શિંદેના જૂથે મોટા ભાગના ખકઅ, કોર્પોરેટર અને સ્થાનિક નેતાઓને પોતાની સાથે રાખ્યા. મુંબઈ અને ખખછ વિસ્તારમાં બૂથ-લેવલ મશીનરી મોટા ભાગે યથાવત્ રહી. ઇઉંઙ સાથેના ગઠબંધને કાર્યકર્તા સ્તરે સંયુક્ત કામગીરીને વધુ મજબૂત બનાવી. સ્થાનિક સમસ્યાઓ-પાણી, રસ્તા, સ્વચ્છતા-પર વહીવટી સત્તાના ઉપયોગ દ્વારા ઉકેલ લાવવાની ક્ષમતા શહેરી મતદારો માટે મહત્વની બની. બીજી તરફ, ઞઇઝમાં વિભાજન પછી સંગઠનાત્મક અસ્થિરતા, કાર્યકર્તાઓની નિષ્ક્રિયતા અને આંતરિક ગૂંચવણ સ્પષ્ટ દેખાઈ. આ તમામ પરિબળો વચ્ચે સ્થિરતા અને વિકાસની છબી શહેરી રાજકારણમાં નિર્ણાયક બની. વારંવાર સરકાર બદલાવ અને રાજકીય અનિશ્ચિતતાથી કંટાળેલા શહેરી મધ્યમ વર્ગ માટે સ્થિર સરકાર અને સતત આગળ વધતા પ્રોજેક્ટ્સ મહત્વના બન્યા. શિંદે-ઇઉંઙ ગઠબંધન દ્વારા આપવામાં આવેલી આ સ્થિરતાની છબી 2026ની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિના પ્રદર્શન દ્વારા પણ પ્રતિબિંબિત થતી જોવા મળી. અલબત્ત, વર્ષો સુધી મુંબઈ પર એકહથ્થુ શાસન કરનાર શિવસેના (ઞઇઝ) માટે આ પરિણામો આત્મમંથનનો વિષય બન્યા છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે (ખગજ) વચ્ચેના જોડાણને કારણે જે ’મરાઠી કાર્ડ’ અને ભાવનાત્મક જુવાળની અપેક્ષા રાખવામાં આવતી હતી, તે વોટ શેરમાં તો પરિવર્તિત થયો પરંતુ બેઠકો જીતવામાં પૂરતો સાબિત થયો નથી. ખાસ કરીને મધ્ય મુંબઈ અને દક્ષિણ મુંબઈના, પાર્ટીના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ ભાજપે ગાબડાં પાડ્યા છે. કોંગ્રેસ અને અન્ય પક્ષોની ભૂમિકા આ વખતે મર્યાદિત રહી છે, જે દર્શાવે છે કે મુંબઈનું રાજકારણ હવે દ્વિ-ધ્રુવીય સંઘર્ષ તરફ વળી રહ્યું છે.
મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીઓમાં ભાજપ અને મહાયુતિને મળેલી પ્રચંડ જીત બાદ દેવેન્દ્ર ફડણવીસનું રાજકીય કદ નોંધપાત્ર રીતે વિસ્તર્યું છે અને તેમની અનિવાર્યતા વધુ સ્પષ્ટ બની છે તો સાથોસાથ લોકસભા ચૂંટણીમાં તેમના ખોવાઇ ગયેલાં ફોર્મની વાપસી થઈ છે. નાગપુરથી મુંબઈ, પુણે અને ઠાણે સુધી ભાજપના શહેરી વર્ચસ્વ પાછળ ફડણવીસની દીર્ઘકાળીન સંગઠનાત્મક મહેનત, કેન્દ્ર-રાજ્ય વચ્ચેનો મજબૂત સમન્વય અને વિકાસકેન્દ્રિત રાજકીય દિશા મુખ્ય પરિબળ રહી છે. મહાયુતિ સરકારની અંદર તેમની ભૂમિકા હવે માત્ર વરિષ્ઠ નેતાની નથી રહી, પરંતુ તેઓ સરકારના ‘ઍક્સિસ ઑફ પાવર’ તરીકે જોવામાં લાગી છે, જ્યાંથી વ્યૂયાત્મક નિર્ણય, મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને ચૂંટણી સંચાલનની દિશા નક્કી થાય છે. ભાજપ ઉપરાંત એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની ગઈઙ માટે પણ ફડણવીસ સત્તા, સ્થિરતા અને કેન્દ્ર સાથેના વિશ્વસનીય જોડાણનું પ્રતીક બની ગયા છે, જ્યારે વિપક્ષમાં નેતૃત્વનો અભાવ અને વૈચારિક ગૂંચવણ વધુ સ્પષ્ટ દેખાય છે. પરિણામે, આ ચૂંટણી દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના રાજકારણમાં સત્તા અને વ્યૂહરચનાના કેન્દ્રસ્થાને સ્થાપિત કરતી જોવા મળે છે.
તો આ ચૂંટણીઓમાં મહાયુતિના પ્રદર્શન બાદ એકનાથ શિંદેની રાજકીય ભૂમિકા પણ નવી રીતે પરિભાષિત થતી જોવા મળે છે. શિવસેનાના 2022ના વિભાજન પછી શિંદેએ સત્તા, સંગઠન અને વહીવટને એકસાથે સંભાળીને પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. શહેરી વિસ્તારોમાં તેમની પાર્ટીનું પ્રદર્શન સર્વત્ર મજબૂત ન હોવા છતાં, મહાયુતિ સરકારનો ભાગ હોવાને કારણે વિકાસ કાર્યો, ફંડિંગ અને વહીવટી નિર્ણયોમાં તેમની ભાગીદારી શહેરી મતદારો સુધી પહોંચી છે. ખાસ કરીને ઠાણે, મુંબઈ ઉપનગર અને ખખછ વિસ્તારમાં શિંદેનું નેતૃત્વ ‘પ્રેક્ટિકલ ગવર્નન્સ’ અને સ્થિરતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. ભાજપ સાથેના ગઠબંધનથી તેમણે શિવસેનાની પરંપરાગત હિન્દુત્વ અને સત્તાકીય રાજનીતિને નવી દિશા આપી છે, જોકે મુંબઈ જેવા પરંપરાગત ગઢોમાં તેમનો આધાર હજુ સંપૂર્ણ રીતે વિસ્તર્યો નથી. આ પરિણામો દર્શાવે છે કે એકનાથ શિંદે હવે માત્ર વિભાજનમાંથી ઊભા થયેલા નેતા નથી રહ્યા, પરંતુ મહાયુતિની સત્તા રચનામાં એક મહત્વપૂર્ણ અને અસરકારક ઘટક તરીકે સ્થિર થયા છે.
આ ચૂંટણી ખાસ એટલા માટે પણ મહત્વની રહી કે વર્ષો પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જોકે આ એકતા પણ ભાજપની ચૂંટણી ગતિ અટકાવી શકી નથી. ત્રીસ વર્ષ શાસન કર્યા પછી શિવસેના(ીબિ)ં હવે ઇખઈમાં વિરોધપક્ષ તરીકે બેસવાનો વારો આવ્યો છે. વળી ઇખઈમાં પહેલીવાર બીજેપીનો મેયર બનશે. તો સાથે ઓવૈસીની પાર્ટી પણ ઇખઈમાં, ગઈ ચૂંટણીમાં મળેલી 2 સીટની સરખામણીએ આ વખતે 8 સીટ પર વિજય નોંધાવી રાજનીતિની નવી દિશાનું સૂચન કરી રહી છે.
સારાંશરૂપે, 2026ની નગર નિગમ ચૂંટણી એ સંદેશ આપે છે કે શહેરી મહારાષ્ટ્ર હવે ગુંડાગીરી, વસૂલી, ભાષા વિવાદ અને ભાવનાત્મક અસ્મિતાની રાજનીતિથી આગળ વધી ગયું છે.

- Advertisement -

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિવિલ પરિસરમાં બિનજરૂરી પડ્યા પાથર્યા રહેતાં શખ્સોને બહાર કઢાયા
Next Article રેસકોર્સ ફનસ્ટ્રીટ : 2 હજાર બાળકોએ વિસરાયેલી 30 રમતનો આનંદ માણ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
Hemadri Acharya Dave

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?