નર્મદા તટે બાપુના અનુગામી જેરામદાસજીએ મુખાગ્નિ આપી, અંતિમ સંસ્કાર કર્યાં, ભક્તો ચોંધાર આંસુએ રડી પડ્યા
ગોરા ખાતે બાપુનાં અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં ગુજરાત સહિત દેશભરમાંથી ભાવિકો ઊમટી પડ્યા
ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન સોમવારે સવારે 4 વાગ્યાની આસપાસ થયા હતા. બાપુના દેવલોકગમનથી હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગઇકાલે ગોંડલથી બાપુનો પાર્થિવદેહ રાજકોટ રણછોડદાસ આશ્રમમાં લાવવામાં આવ્યો હતો. હાલ તેમનો પાર્થિવદેહ નર્મદા તટે પહોંચ્યો હતો, જ્યાં ગોરા આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ગુરુભાઈઓ સહિત તેમના ભક્તો અંતિમ દર્શન માટે ઊમટ્યા છે. બાપુના અનુગામી જેરામદાસ મહારાજના હસ્તે તેમના પાર્થિવદેહ મુખાઅગ્નિ અપાઈ હતી.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે સોમવારે ગોંડલ ખાતે પાર્થિવદેહના દર્શન માટે ભાઈશ્રી રમેશ ઓઝા અને ગોંડલના મહારાજા હિમાંશુસિંહ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાઈશ્રી રમેશ ઓઝા અને હરિચરણદાસજી વચ્ચે દાયકાઓ જૂનો સંબંધ છે. આ સાથે ક્રિકેટર ચેતેશ્વર પૂજારા પોતાના પરિવાર સાથે તેમના ગુરુદેવનાં અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા.


