જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા સર્વોદય સેવા સમિતી દ્વારા હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિનિયર સિટીજનોને ઇલેકટ્રીક નાસ મશીન, માસ્ક, પોપટા સહિતની કિટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

સંસ્થા દ્વારા માંગરોળ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારો આરેણા, ખોદાડા, શાપુર, શેરીયાજ, મકતુપુર, લોએજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ગામ દિઠ સો થી દોઢસો કિટો વિતરણ કરવામાં આવી રહી છે, સંસ્થા દ્વારા 1500 જેટલી કિટોનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ સંસ્થાના મંત્રી નિલેશ મહેતા ની યાદીમાં જણાવવામાં આવ્યું હ્તુ
આ વિતરણ કાર્યક્રમોમાં સંસ્થાના પ્રમુખ શરદ ભાઈ મહેતા પોતે પ્રવાસ કરીને લોકોને કઇ રીતે આ કીટનો ઉપયોગ કરવો તે સમજાવી રહયા છે.
આવતા દિવસોમાં બાકી રેહતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિતરણ કરવામાં આવશે તેમ સર્વોદયની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.