માણાવદર બિરાદરી દ્વારા પ્રતિવર્ષ ની માફક આ વર્ષે માણાવદર નગરનો 330 મો સ્થાપના દિન અને માણાવદર નગરનો 73 મો મુક્તિ દિન તા. 22/10/2020ને ગુરૂવારે ઉજવાશે માણાવદર બિરાદરી ના સંયોજક મયુરભાઇ રાવલ ના જણાવ્યા અનુસાર આરઝી હકુમત ની ઐતિહાસિક લડતથી નવાબી શાસન માંથી 22/10/1947 ના દિવસે મુકત થયું માણાવદર બિરાદરી સને 1998 થી માણાવદર મુક્તિ દિન ઉજવે છે તા. 22/10/2020 ને ગુરૂવારે સાંજે પાંચ કલાકે ગાંધી ચોક માણાવદર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પૂરાકદની પ્રતિમાને સૂતર માલા અને પુષ્પાંજલિ અર્પણ કરી માણાવદર નગરનો 330 મો સ્થાપના દિન અને 73 મો માણાવદર મુક્તિ દિન ઉજવાશે કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખી સરકારશ્રી ના આદેશ અનુસાર ઉજવણી કરવામાં આવશે તેમ મયુરભાઇ રાવલે જણાવ્યું હતું

  • જીજ્ઞેશ પટેલ માણાવદર