ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઇ ગયાં છે ત્યારે ગુજરાતનાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટાં જિલ્લાં કચ્છમાં ભાજપએ જીતનાં નગાડાં વગાડ્યાં છે. કચ્છની તમામ 6 બેઠકો પર ભાજપ જીત્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો હાલ જાહેર થઈ રહ્યા છે અને ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણીના 182 બેઠકોના વલણ સામે આવ્યા છે. જેમાં ભાજપ 154, કોંગ્રેસ 20, AAP 5 અને 3 બેઠકો પર અન્ય આગળ ચાલી રહ્યું છે. ગુજરાતના વલણો ભલે ભાજપ માટે બમ્પર બહુમતીનો સંકેત આપી રહ્યા હોય પણ અન્ય ચૂંટણી પરિણામો ભાજપ માટે નિરાશા લાવી રહ્યા છે. ભાજપ સતત બીજા દિવસે સત્તા ગુમાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કચ્છની તમામ 6 બેઠકો પર પણ ભાજપે ધમાકેદાર જીત મેળવી છે.

તમામ 6 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય
કચ્છની તમામ 6 બેઠકો અબડાસા, માંડવી, ભુજ , અંજાર, ગાંધીધામ અને રાપરમાં BJPએ બેઠક જીતી છે.

ગાંધીધામ મત ગણતરી કેન્દ્ર પર મોટો હોબાળો થયો છે. કોંગ્રેસ ઉમેદવાર ભરત સોલંકીએ ગણતરી કેન્દ્રમાં જ ગળેટુંપો ખાવાનો પ્રયાસ કર્યો છે. અનેક રાઉન્ડથી ઇવીએમ મશીન પરના સીલ, સહી સિક્કામાં તફાવત હોવાના આક્ષેપ થયો છે. ફરજ પર હાજર કર્મચારીઓએ કોઈ પગલાં ન લેતા ધરણાં પર બેસવા છતાંય પગલાં ન લેતા ગળેફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ અધિક્ષક અને કલેક્ટરે સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા છે.

અબડાસા બેઠક પર ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત
અંજાર બેઠક પર ભાજપના ત્રિકમભાઈ છાંગાની જીત
માંડવી બેઠક પર ભાજપના અનિરૂદ્ધ દવેની જીત
ભુજ બેઠક પર ભાજપના કેશુભાઈ પટેલની જીત
ગાંધીધામ બેઠક પર ભાજપના માલતીબેન મહેશ્વરીની જીત
રાપર બેઠક પર ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાની જીત

ગુજરાત વિધાનસભાની કચ્છ જિલ્લાની 6 બેઠકની મતગણતરી ચાલી રહી છે. અબડાસામાં પ્રદ્યુમન સિંહ જાડેજા આગળ ચાલી રહ્યા છે. જેમાં અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામમાં ભાજપ આગળ છે. રાપર બેઠકના પરિણામ રાઉન્ડ વાઈઝ જાહેર થશે. કચ્છ જિલ્લામાં કુલ મતદારો 1634674 છે જેમાં પુરૂષ મતદારો 844488 અને મહિલા મતદારો 790174 છે. કચ્છ જિલ્લાનું મતદાન 59.85 ટકા થયું છે.