By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    12 hours ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    2 days ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    3 days ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    5 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    11 hours ago
    એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
    12 hours ago
    CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
    12 hours ago
    ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
    12 hours ago
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    6 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મજબૂત DC XI જૂનાગઢને હરાવી LK સ્ટાર બંગાળી ચેમ્પિયન બની
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મજબૂત DC XI જૂનાગઢને હરાવી LK સ્ટાર બંગાળી ચેમ્પિયન બની
રાજકોટ

મજબૂત DC XI જૂનાગઢને હરાવી LK સ્ટાર બંગાળી ચેમ્પિયન બની

Khaskhabar Editor
Last updated: 2025/05/19 at 5:37 PM
Khaskhabar Editor 1 year ago
Share
9 Min Read
SHARE

‘ખાસ-ખબર’ના જાજરમાન આયોજનમાં રાજકોટના ક્રિકેટ રસિયાઓને 14 દિવસ સુધી જલ્સો પડી ગયો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

‘ખાસ-ખબર’ આયોજીત જીતેન્દ્ર વરૂ મેમોરિયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. સતત 14 દિવસ સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓ, પ્રેક્ષકો અને દરરોજ ઉપસ્થિત રહેલાં મુખ્ય મહેમાનોને જલ્સો પડી ગયો હતો. ‘ખાસ-ખબર’ના આ જાજરમાન આયોજનની રાજકોટનાં ક્રિકેટ રસિયાઓએ ખુબ જ પ્રશંસા કરી હતી. ચુસ્ત સિક્યુરિટી, પાર્કિંગ, ગ્રાઉન્ડ પર એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થાઓએ તમામ ટીમના ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ અને પ્રેક્ષકોનું દીલ જીતી લીધું હતું. 14 દિવસ સુધી ચાલેલા ક્રિકેટના આ મહાકુંભમાં શનિવારે બે સેમિ ફાઈનલ મેચ રમાઈ હતી. જે બાદ રવિવારે સુપર સન્ડે ફાઈનલ મુકાબલો યોજાયો હતો. જેમાં બંને ટીમના ખેલાડીઓએ ફાઈનલ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. હજ્જારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલાં પ્રેક્ષકોથી ખેલાડીઓનો ઉત્સાહ જાણે બેવડાઈ ગયો હતો. ગઈકાલે રવિવારે યોજાયેલી ફાઈનલ મેચમાં DC ઈલેવન જૂનાગઢ અને LK સ્ટાર બંગાળી વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો હતો જેને નિહાળવા હજારોની સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ ઉમટી પડ્યા હતા. જેમાં LK સ્ટાર બંગાળીએ શાનદાર બોલિંગ થકી DC ઈલેવન જૂનાગઢ કે જે ફાઈનલમાં વિજેતા થવાની દાવેદાર ટીમ હતી તેને માત્ર 71 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. જે બાદ LK સ્ટાર બંગાળી રાજકોટે 6.4 ઓવરમાં 74 રન ફટકારી ચેમ્પિયન બની હતી અને ‘ખાસ-ખબર’ આયોજીત જીતેન્દ્ર વરૂ મેમોરિયલ કપનો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. જ્યારે DC ઈલેવન જૂનાગઢ ટીમ રનર્સ અપ બની હતી. વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમ પર લાખેણા ઈનામોની વણઝાર કરાઈ હતી.

રનર્સ અપની ટ્રોફી એનાયત કરતાં ‘આજકાલ’ના એમ.ડી. અનિલ જેઠાણી અને એડવોકેટ ભાવેશ રંગાણી

- Advertisement -

ફાઈનલ મેચમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ડૉ. ભરત બોઘરા, નીતિનભાઈ ભારદ્વાજ, આજકાલ સાંધ્ય દૈનિકના એમ.ડી. અનિલ જેઠાણી, દેવાંગભાઈ માંકડ, એડવોકેટ ભગીરથસિંહ ડોડિયા સહિતના મહેમાનોએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

 

સેમી ફાઈનલ અને ફાઈનલ મેચોમાં જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં હકડેઠઠ માનવમેદની

ગ્રાઉન્ડ પર પગ મૂકવાની પણ જગ્યા ન રહી : ગ્રાઉન્ડ પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ

ગ્રાઉન્ડ પરથી લાઈવ પ્રસારણ, વિશાળ એલઈડી સ્ક્રીન સહિતના આયોજનો: ‘ખાસ-ખબર’ની યુટ્યુબ ચેનલ પર 3 લાખથી વધુ લોકોએ લાઈવ મેચ નિહાળી નવો કીર્તિમાન રચ્યો

આઈ.પી.એલ. શરૂ હોવા છતાં ‘ખાસ-ખબર’ આયોજીત જીતેન્દ્ર વરૂ મેમોરિયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 14 દિવસ સુધી રોજ હજારોની સંખ્યામાં ક્રિકેટ રસિકો જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઉમટી પડ્યા હતા જે ‘ખાસ-ખબર’ની અને આ ટૂર્નામેન્ટમાં સાથે રહેલાં તમામ ટીમ મેમ્બર્સ અને મેનેજમેન્ટની સૌથી મોટી જીત છે. જ્યારે શનિવારે રાજશક્તિ રીબડા ટજ કઊં સ્ટાર બંગાળી અને ઉઈ ઈલેવન જૂનાગઢ ટજ બાલાજી ડઈં વચ્ચે સેમિફાઈનલનો જંગ જામ્યો હતો. જેમાં કઊં સ્ટાર બંગાળી અને ઉઈ 11 જૂનાગઢની ટીમ વિજેતા બની હતી. જેમાં રવિવારે ફાઈનલ ઉઈ ઈલેવને પ્રથમ બેટીંગ કરીને 71 રનમાં ઓલઆઉટ થઈ હતી અને કઊં સ્ટાર બંગાળી રાજકોટે 6.4 ઓવરમાં 74 રન કરી વિજેતા બની હતી. શહેરના જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ‘ખાસ-ખબર’ આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક બની હતી. તા. 21થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ ગઈકાલે ભવ્ય આયોજન સાથે સંપન્ન થઈ હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં કુલ 63 મેચો રમાઈ હતી. દરેક ટીમો વચ્ચે ભારે હોડ પણ જામી હતી. આમ ગ્રાઉન્ડ પર ચોગ્ગા-છગ્ગા લાગ્યા હતા જે નિહાળીને પ્રેક્ષકોને પણ ભારે મજા પડી હતી. ગઈકાલની ફાઈનલ મેચમાં હજારોની સંખ્યામાં ક્રિકેટ રસિકો મેચ જોવા માટે ઉમટી પડ્યા હતા. એટલું જ નહીં પરંતુ ટટઈંઙ લોકો માટે જાજરમાન બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.

હજ્જારો પ્રેક્ષકોની વચ્ચે સેમી ફાઈનલ અને ફાઈનલમાં ખેલાડીઓનો ઉત્સાહ પણ બેવડાયો

આ ટુર્નામેન્ટમાં કુલ 64 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જીમખાના ગ્રાઉન્ડમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળી હતી. મોટી સંખ્યામાં મેચને નિહાળવા દર્શકો ઉમટી પડ્યા હતા અને ફાઈનલમાં ગ્રાઉન્ડ પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. આ સાથે સમગ્ર ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. યુ-ટયુબ પર પણ 4 લાખથી વધુ વ્યુઅર્સે આ મેચને ઘેર બેઠા નિહાળી હતી. દરરોજ રમાયેલી મેચમાં અનેક રાજકીય, સામાજિક તેમજ મહાનુભાવો સહિત રાજકોટિયન્સો હાજર રહી મેચને નિહાળી હતી. તમામ પ્રેક્ષકો અને મહેમાનો માટે ‘ખાસ-ખબર’ દ્વારા નાસ્તો, ચા-પાણી તેમજ બેઠક વ્યવસ્થાનું સુંદર આયોજન કર્યું હતું. લોકોને મોજ પાડી દે તેવું રીફ્રેશમેન્ટ ગ્રાઉન્ડ ખાતે ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. ડ્રોન દ્વારા પૂરા ગ્રાઉન્ડનો આકાશી નજારો નિહાળી પ્રેક્ષકો આનંદમાં આવી ગયા હતા તેમજ જીમખાના ગ્રાઉન્ડમાં ભવ્ય આતશવાજી કરવામાં આવી હતી. આકાશમાં ભવ્ય આતશબાજીનો નજારો જોવા મળ્યો હતો. ‘ખાસ-ખબર’ આયોજીત જીતેન્દ્ર મેમોરીયલ ટુર્નામેન્ટમાં શનિવારના રોજ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડિયા, જાણીતા શેરબ્રોકર દિપક માટલિયા અને રૂપેશ માટલિયા તેમજ ઉદ્યોગપતિ અમિત ધાબલિયા અને એડવોકેટ મંયક પંડ્યા સહિતના મહાનુભાવોએ હાજરી હતી. અને રવિવારે ફાઈનલ મેચમાં પૂર્વમુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન ભારદ્વાજ, એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, દેવાંગ માંકડ, અનિરૂદ્ધ નકુમ, યુવરાજ ડોડીયા, રાજાભાઈ પરસાણા, એડવોકેટ મંયક પંડ્યા, હિમાંશુ કલ્યાણી, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, એડવોકેટ હિતેશ મહેતા, ભાજપ મહિલા અગ્રણી કાશ્મીરાબેન અને બકુલભાઈ નથવાણી તેમજ ગુર્જર સુથાર પ્રમુખ બદ્રકિયા તેમજ ડો. ભરત બોઘરા સહિતના મહાનુભાવોએ હાજરી આપી મેચને નિહાળી હતી.

વિજેતા ટીમનું મહેમાનોના હસ્તે ઈનામ આપી સન્માન કરાયું
‘ખાસ-ખબર’ આયોજીત જીતેન્દ્ર વરૂ મેમોરિયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઈનામ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં મેન ઓફ ધ સીરીઝને દેવાંગભાઈ માંકડના હસ્તે, રનર્સ અપને ‘આજકાલ’ ડેઈલી ન્યુઝ પેપરના ઓનર અનીલ જેઠાણીના હસ્તે, વિનરને પરેશ ડોડીયા, ક્ધિનર આચાર્ય અને ભરતભાઈ વરૂ તેમજ ડી.કે.ના હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા. ઉપરાંત ઓલ પ્લેયર્સ વિનર અને રનર અને વિવેકભાઈ તલસાણીયા અને બ્રીજેશભાઈ ગજ્જરના હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા.
બેસ્ટ બોલરને એડવોકેટ ભગીરથ ડોડીયા દ્વારા, બેસ્ટ બેટ્સમેનને જે.ડી.ભાઈ અને રજનીભાઈ પટેલ દ્વારા અને મેન ઓફ ધ મેચને કાશ્મીરાબેન નથવાણી તેમજ બકુલભાઈ નથવાણીના હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા અને તમામ ખેલાડીઓને જીત બદલ શુભેચ્છા પાઠવી હતી.

‘ખાસ-ખબર’નું ખાસમખાસ આયોજન, 15 દિવસ સુધી ક્રિકેટપ્રેમીઓને જલસો કરાવ્યો

‘ખાસ-ખબર’ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તા. 21 એપ્રિલથી 4 મે દરમિયાન ઝીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ શાસ્ત્રીમેદાન ખાતે કરવામાં આવ્યું હતું. આ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ પ્રેમીઓને જલસો પડી ગયો હતો જેનું કારણ હતું, ’ખાસ-ખબર’નું ખાસમખાસ આયોજન. આઠ લાઈટીંગ ટાવર અને એલઈડી સ્ક્રીન હેઠળ રમાતી દિલધડક મેચ જોવા હજારોની સંખ્યામાં ક્રિકેટરસિકો ઉમટી પડ્યા હતા તો બીજી તરફ યુટ્યુબ-ફેસબૂક પર હજારો લોકોએ મેચનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. દરરોજ મોડી સાંજ પડેને અસંખ્ય લોકો મેચ નિહાળવા ગ્રાઉન્ડ પર પહોંચી જતા હતા અને મોડી રાત સુધી રોકાઈ મેચનો આનંદ માણતા હતા. ક્રિકેટ પ્રેમીઓ ઉપરાંત રાજકોટિયનોએ ’ખાસ-ખબર’ની ક્રિકેટ ટુર્નામેન્ટને વધાવી અને વખાણી હતી.

‘ખાસ-ખબર’ પરિવારના સ્ટાફથી લઈ શુભેચ્છકો ક્રિકેટ ટુર્નામેન્ટમાં બન્યા સિતારા

’ખાસ-ખબર’ દ્વારા આયોજિત જીતેન્દ્ર વરુ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટની સફળતા પાછળ ’ખાસ-ખબર’ પરિવારના સ્ટાફથી લઈ શુભેચ્છકોનો ફાળો સવિશેષ રહ્યો. ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂઆતના મહિનાઓ અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી અને દિવસ-રાત સ્ટાફ તથા શુભેચ્છકોએ ખડેપગે રહી સમગ્ર આયોજનને સફળ બનાવવા મહેનત કરી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટિમ ઉપરાંત રનરઅપ ટિમને મોંઘેરા ઈનામ આપવામાં આવ્યા હતો તો દરેક મેચના મેન ઓફ ધી મેચ, મેન ઓફ ધી સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટરને પણ આકર્ષક ઈનામ આપવામાં આવ્યા હતા ત્યારે ’ખાસ-ખબર’ના સ્ટાફથી લઈ શુભેચ્છકો ક્રિકેટ ટુર્નામેન્ટના ખરા સિતારા હોય સૌ કોઈએ તેમના આયોજન અને ઉપસ્થિતિને બિરદાવ્યા હતા.

ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુંદર કામગીરી કરવા બદલ કાર્યકરોને શિલ્ડ આપીને સન્માનિત કરાયા

 

સામાન્યથી લઈ સેલિબ્રિટીઓએ જીતેન્દ્ર વરુ મેમોરિયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આપી હાજરી
’ખાસ-ખબર’ આયોજિત જીતેન્દ્ર વરુ મેમોરિયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સતત 15 દિવસ સુધી મેચ નિહાળવા માટે રાજકોટીયન્સ સાથે સાથે શહેરના શ્રેષ્ઠી અને અતિથિ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનું પ્રદર્શન નિહાળ્યું તેમજ વખાણ્યું હતું. સામાન્યથી લઈ સેલિબ્રિટીઓએ જીતેન્દ્ર વરુ મેમોરિયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

 

 

 

You Might Also Like

RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?

રાજકોટમાં ‘શહીદ સ્મારક ભવન’ બનાવવા વોર્ડ નં.૧ના કોર્પોરેટર ડો. પરેશભાઇ ઠાકરની રજૂઆત

દિગ્ગજ ઉદ્યોગપતિ-ભામાશા અનેક એવોર્ડથી સન્માનિત મૌલેશભાઈનો આજે જન્મદિન

સૌરાષ્ટ્રમાં પહેલી વખત રોબોટ ગરબા રમતો જોવા મળ્યો

રાધેકૃષ્ણ ગોપ ગોવાળ જેવા પરિધાનમાં રમતા ખેલૈયાઓ સહિયરની શોભા વધારી

TAGGED: Jitendra Varu Memorial Cup Cricket Tournament, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવામાન પલ્ટો ઝાલાવાડમાં ઝાપટા: તાપમાનમાં ઘટાડો
Next Article દારૂ-બીયર, દેશી દારૂ, 23 વાહન સહિત 12.68 લાખનો મુદ્દામાલ કબજે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રાજકોટમાં ‘શહીદ સ્મારક ભવન’ બનાવવા વોર્ડ નં.૧ના કોર્પોરેટર ડો. પરેશભાઇ ઠાકરની રજૂઆત

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

દિગ્ગજ ઉદ્યોગપતિ-ભામાશા અનેક એવોર્ડથી સન્માનિત મૌલેશભાઈનો આજે જન્મદિન

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?