ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાની I.T.quiz નું આયોજન થયું હતું જેમાં ગુજરાત ના જુદા જુદા જિલ્લા કક્ષાની કવીઝ માં આશરે 3500-4000 બાળકો સામેલ થયા જેમાંથી 200 બાળકો ને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવેલ જેમાં જૂનાગઢ જિલ્લાના 04 બાળકો પસંદ થયા હતા.જેમાં ઓનલાઇન રાજ્યકક્ષાની કવીઝ યોજાઈ જેમાં 200 માંથી 6 બાળકો ને રાષ્ટ્રીય કક્ષાની કવીઝ માં સ્થાન મળ્યું આ 6 વિદ્યાર્થી માં એક વિદ્યાર્થી જૂનાગઢ જિલ્લા નો પસંદ થયેલ છે
પ્રાંશું હીમાંશુભાઈ ત્રિવેદી કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ જિલ્લા માંથી રાષ્ટ્રીય કક્ષાની rural I.T.quiz સ્પર્ધામાં ભાગ લશે અને જૂનાગઢ નામ રોશન કરશે તે બદલ તેઓને
ખુબ ખુબ અભિનંદન
શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોકવિજ્ઞાનકેન્દ્ર ચાંપરડા જૂનાગઢ ના ચેરમેનશ્રી ગિજુભાઈ ભરાડ સાહેબ તેમજ કેન્દ્ર ના કોર્ડીંનેટર પ્રતાપસિંહ ઓરા દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બની આવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ની અખબારી યાદીમાં જણાવાયું છે