બાયડ પોલીસ મથકના ફર્સ્ટ ગુના રજી નં. ૦૨૮/૨૦૧૭. ઈ. પી. કો. કલમ ૪૦૬,૪૦૮,૪૨૦, ૪૭૭(ક),૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧, ૪૭૪,૧૧૪ મુજબની ફરિયાદ હેઠળ ‘ધી બાયડ તાલુકા પંચાયત કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.’ ના માનદ મંત્રી તરીકે નાણાંકીય ગેરરીતિઓ આચરી રૂપિયા ૧,૪૫, ૭૫,૨૨૦/-ની રકમની કાયમી ઉચાપત કરી અંગત કામમાં વાપરી નાખી મંડળી તથા બેંક સાથે ઠગાઈના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી મોહનભાઇ વિઠ્ઠલભાઈ પટેલ રહે. રામપુરા કંપા (વસાદરા) તા. બાયડ જી. અરવલ્લી પોતાના ઘરે હાજર રહેવાનો હોવાની બાતમી આધારે બાયડ પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ એન. જી. ગોહિલ તથા સ્ટાફના માણસો અનોપસિહ, જીતેન્દ્રસિહ, ઈન્દ્રવદનસિહ, અલ્પેશકુમાર, શૈલેષકુમાર, સુમનકુમાર વિગેરેએ આરોપીના ઘરે છાપો મારી આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.