ઉત્તરપ્રદેશની સાંસ્કૃતિક રાજધાની કાશીમાં 21 લાખ દિવડા પ્રગટાવીને દેવ દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે 84 ઘાટ પર અલગ જ રોનક જોવા મળી રહી છે.

દિવા, ઝાલરથી સજાવેલા આ ઘાટ પર દેવ દિવાળીને કંઇક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે.

મોટી દિવાળીના 15 દિવસ પછી બનારસમાં દેવ દિવાળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે.

આ દિવસે દેવી- દેવતાઓની પૂજા- અર્ચના કર્યા પછી નદીમાં સ્નાન કરીને દિપ પ્રગટાવવામાં આવે છે.

માનવામાં આવે છે કે, એવું કરવાથી બધા દેવતાઓના આશીર્વાદ મળે છે.

દેવ દિવાળી પર દિપ દાન કરવાનું મોટું મહત્વ છે. એક દિવસ બનારસમાં સૂર્યાસ્થની સાથે જ ઉત્તર વાહિની ગંગાના કિનારા પર લાખો દિવડાની રોશની જોવા મળી રહી છે.

બધા ઘાટ પર ભવ્ય આરતી, ઘંટના અવાજોથી દેવતાઓનું સ્વાગત કરવામાં આવે છે.કહેવામાં આવી રહ્યું છે કે દેવ દિવાળીના દિવસે સ્વર્ગથી દેવતા કાશીમાં આવે છે.

આ વખતે બાબા વિશ્વનાથનો ધામ લગભગ 80 લાખ રૂપિયાથી સજાવવામાં આવ્યા છે. આ મહાપર્વ પર કાશીનો દરેક ઘાટ પર અલગ- અલગ રંગ જોવા મળે છે. લેઝર શો, આતશબાઝી, દિપદાન, સજાવટ, મેળો યોજવામાં આવ્યા છે. આ ભવ્ય ઉત્સવ જોવા માટે લોકોની ભીડ જામી છે.

દેવ દિવાળી પર આ વર્ષ ચેત સિંહ ઘાટ પર પહેલી વાર 3 ડી પ્રોજેક્શન મેપિંગ શોના માધ્યમથી ગંગા આરતી તેમજ દેવ દિવાળીની કથા અને લેઝર શોના માધ્યમથી ભગવાન શિનનું ચિત્રાત્મક ભજન ચલાવવામાં આવે છે.

વિશ્વનાથ ધામની સામે ગંગાની પેલે પાર રેતી પર લીલી આતશબાઝીનો પણ લોકોએ આનંદ માણ્યો હતો.

આ સિવાય શહેરના 6 સ્થળો પર ઘાટની રોનક અને મહાઆરતિઓનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું.