488 ગુનામાં 1.09 લાખ બોટલ દારૂ પકડાયો હતો
ખાસ ખબરસંવાદદાતા
જૂનાગઢ ડિવિઝન પોલીસનાં જુદા જુદા પોલીસ સ્ટેશન દ્વારા વિદેશી દારૂ પકડવામાં આવ્યો હતો. આજે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં 4.17 કરોડનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ તકે પ્રાંત અધિકારી ભુમીબેન કેશવાલા, મામલતદાર સહિતનાં હાજર રહ્યાં હતાં. જૂનાગઢ પોલીસ ડિવિઝનમાં વિદેશી દારૂનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કુલ 124 ગુનાની વિદેશી દારૂની બોટલો નંગ 7644 કિંમત રૂપિયા 37,39,70, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના કુલ 123 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 13079 કિંમત રૂપિયા 50,18,310, વિસાવદર પોલીસ સ્ટેશનના કુલ 45 ગુનાની વિદેશી દારૂની બોટલો નંગ 3993 કિંમત રૂપિયા 16,32,020, તાલુકા પોલીસ સ્ટેશનના કુલ 76 ગુનાની વિદેશી દારૂની બોટલો નંગ 37545 કિંમત રૂપિયા 1,46,09,250, ભેસાણ પોલીસ સ્ટેશનના કુલ 57 ગુનાની વિદેશી દારૂની બોટલો નંગ 21420 કિંમત રૂપિયા 81,22,580, બીલખા પોલીસ સ્ટેશનના કુલ 26 ગુન્હાની વિદેશી દારૂ બોટલો નંગ 24510 કિંમત રૂપિયા 83,54,660 મળી, જૂનાગઢ ડિવિઝનના કુલ 488 ગુનાની વિદેશી દારૂની બોટલ નંગ 1,09,174 કુલ કિંમત રૂપિયા 4,17,92,621ના વિદેશી દારી મુદ્દામાલનું રોલર ફેરવી અને સરકારી ખરાબાની જમીનમાં ખાતે નાશ કરવામાં આવેલ હતો.