- શરૂઆતમાં કારોબારમાં બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફેટી 1-1%થી મજબૂત બન્યો
છેલ્લા કેટલાક દિવસથી ભારે ઘટાડા પછી અઠવાડિયાના છેલ્લા દિવસોમાં શુક્રવારના રોજ બજારમાં થોડી રાહત જોવા મળી. ઘરેલુ શેરબજારને એશિયાઇ માર્કટથી આજે જરૂરી સપોર્ટ મળ્યો. જેના પગલે શરૂઆતમાં કારોબારમાં બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફેટી 1-1%થી મજબૂત બન્યો.
ઘરેલુ બજાર પ્રી-ઓપન સેશનથી જ મજબૂત રહેવાના સંકેત આપી રહ્યુ હતુ. પ્રી -ઓપન સેશનમાં સેન્સેક્સ 635 અંકથી વધારો દેખાડી રહ્યું હતુ. સિંગાપુર એક્સચેન્જમાં નિફ્ટીનું ફ્યુચર 0.74% મજબૂત રહ્યું હતુ. ત્યાર બાદ જયારે બજાર ખૂલ્યુ ત્યારે, સેન્સેક્સ 500 અંકથી મજબૂતીમાં જ રહ્યું.
- Advertisement -
સવારે 09:20 વાગ્યે સેન્સેક્સ લગભગ 410 અંકના વધારા સાથએ 53,350 અંકની નીચે કારોબાર કરી રહ્યું હતુ. જો કે સેન્સેક્સ 53,000 અંકના લેવલને ફરીથી મેળવવામાં સફળ રહ્યું. એનએસઇ નિફ્ટી લગભગ 170 અંકથી વધીને 15,975 અંકથી થોડું ઉપર રહ્યુ હતું.
ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો અમેરિકી બજાર કાલે પણ નીચું રહ્યું હતું. ગુરૂવારના ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.3%ના નુકશાનમાં રહ્યો હતો. આવી રીતા એસએન્ડપી 500 અને નાસ્ડેક કંપોઝીટ બંન્ને 0.1% ઘટાડા સાથે બંધ થયું હતું. એશિયન બજાર આજે તેજીમાં છે. જાપાનના નિક્કી 01% વધારામાં છે. ચીનિના શાંઘાઇ કેપોઝીટ પણ એક ટકાના વધારામાં છે. હોંગકોંગનું હૈંગસૈંગ 2%ના વધારામાં છે. તેવી જરીતે દક્ષિણ કોરિયાના કોસ્પી પણ 1.7%ના ફાયદામાં છે.