જુનાગઢ તાજેતરમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા બીલખા ખાતે બીલખા બગસરા રોડ પર લાલજીબાપુના ગઢમા સુર્યા ગેસ એજન્સીના કમ્પાઉંડમા આવેલ ગોડાઉનમા રેડ કરતા ૩૫૬૩૪૯૫ દારૂ ના મુદ્દામાલ સાથે વાહનો તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ ૫૬૧૫૦૪૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ બનાવ બાદ બીલખા પોલીસ સ્ટેશન પી.એસ.આઇ તેમજ બીટ જમાદારને આ મામલે સસ્પેન્ડ કરાયા હતા હજુ આ બનાવની ચર્ચાઓ પોલીસ બેડામાં સમી નથી ત્યાં જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંધ પવાર દ્વારા જુનાગઢ રેન્જમાં ચાલતી પ્રોહીબીશન તથા જુગારની ગે.કા. પ્રવૃતીને નેસ્ત નાબુદ કરવા સતત અને સઘન વોચ તપાસ રાખી ગે.કા. પ્રવૃતી કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા અને આવી ગે.કા પ્રવૃતી સદંતર પણે ડામી દેવા કડક સુચના આપવામાં આવી હોય, જે અનુસંધાને રીડર પો.ઇન્સ. કે.કે.ઝાલા ના માર્ગદર્શન હેઠળ એસ્કોન્ડર સ્કોડના પી.એસ.આઇ પી.જે.રામાણી તથા સાયરબ પો.સ્ટે.ના પી.એસ.આઇ એચ.એન.ચુડાસમા તથા સ્ટાફના પોલીસ કર્મીઓ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ગીરીરાજસિંહ વાઘેલાને ખાનગી બાતમીરાહે વિગતો મળેલ કે, વંથલી ગામે નવા માર્કેટીંગ યાર્ડની બાજુમાં રાજુભાઇ મોહનભાઇ પટેલ રહે.જુનાગઢ ઝાંઝરડા રોડ વાળાની માલીકીની પાયોનીયર ડેરી પ્રાઇવેટ લીમીટેડની પાછળના ભાગે આવેલ ડેરીના ગોડાઉનની ખુલ્લી પડતર કંપાઉન્ડની જગ્યામાં (૧) સમીર ડોસા રબારી રહે. સંજયનગર ગ્રોફેડ મીલની પાછળ જુનાગઢ તથા (૨) કીરીટ ઉર્ફે કીડો ભગાભાઇ છેલાણા રહે. રાણા સોસાયટી ગાંધીગ્રામ જુનાગઢ તથા (3) ભુપત પુંજાભાઇ કોડીયાતર રહે. ધરમ અવેડા સામે ગાંધીગ્રામ જુનાગઢ તથા (૪) ભાવેશ ઉર્ફે ભાવલો સમીર ડોસાનો માણસ બહારથી પરપ્રાન્તના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો બહારથી મંગાવી ઉતારી હેરાફેરી કરે છે. તેવી ખાનગીરાહે ચોકકસ હકિકત મળતા તુરંત જ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જગ્યાએથી ઇંગ્લીશ દારૂનો અલગ અલગ બ્રાન્ડનો ૭૫૦ એમ.એલ.ની કુલ પ૯૪ પેટી જેમાં ૭૧૨૮ નંગ બોટલ મળી આવી હતી જેની કુલ કિં.રૂ. ૨૯,૪૦.૪૮૦ તથા ટાટા ટેમ્પો ૪૦૭ જેનાં રજી નબર GJ-18-AZ- 7816 વાળો જેની કિંમત રૂ.૪.૦૦.૦૦૦ મળી કુલ કિંમત રૂ.૩૩,૪૦,૪૮૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. અને રેડ દરમિયાન ઉપરોક્ત તમામ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા અને આ અંગે એસ્કોન્ડર સ્કોડ દ્વારા વંથલી પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો ઘટનાના પગલે સ્થાનિક પોલીસ બેળામાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે ઉપરાંત પોલીસની સ્ટેટ વિજિલન્સ બ્રાન્ચ સહિતની બ્રાન્ચો આ મામલે સક્રિય થતા આખા પંથકના દારૂના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો .
હુસેન શાહ….. જૂનાગઢ