મોડાસા શહેર ના બસ સ્ટેશન પાછળથી પસાર થતી ગટર લાઈન માં ભંગાણ સર્જાતા અને ના કરો પણ ન હોવાથી ગાય ખોરાકની શોધમાં ગાય ખુલ્લી ગટરમાં ખાબક્તા આજુબાજુ થી લોકો દોડી આવ્યા હતા અને જીવ દયા પ્રેમી તરીકે જાણીતા એવા નિલેશ જોષી નો સંપર્ક કરતા તેમની ટીમ સાથે પહોંચી અને ગાયને બહાર કાઢવા ક્રેનની મદદ લઈ ગાય નું ગટરમાંથી રેસ્ક્યુ ઓપરેશન દર્શન કરી ભારે જહેમત બાદ સફળતા મળી હતી ગાયને સામાન્ય ઇજાઓ થતા સારવાર આપી હતી મોડાસા નગરમાં ખુલ્લી ગટરોમાં પશુઓના પડી જવાની ઘટના છાશવારે બનતી હોય છે ત્યારે આ પ્રકારની ખુલ્લી ગટરો સત્વરે બંધ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
મોડાસા શહેરમાં વિકાસના નામે અનેક સ્થળે ખાડા ખોદી ખુલ્લા રાખી દેવામાં આવતા હોવાની અને ગટર લાઇન પર માટી નાખી દેવામાં આવતી હોવાની બૂમો ઉઠી રહી છે ત્યારે પ્રજાજનો અને વાહનચાલકોમાં ખાડાઓ અને ઢાંકણ વિહોણી ગટરઓ કોઈ નિર્દોષ રાહદારીનો ભોગ લે તે પહેલા પૂરવામાં આવેની માંગ પ્રબળ બની છે.

અહેવાલ:- જગદીશ સોલંકી.