સ્વ શ્રી રાજીવ ગાંધી ની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન મુજબ જસદણ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દિલીપભાઈ રામાણીના આયોજન હેઠળલોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમા મુખ્ય અતિથિ પદે રાજકોટ જીલ્લા ના પ્રભારી અને ચોટીલાના જાગૃત ધારાસભ્ય શ્રી ઋત્વિકભાઈ મકવાણા તેમજ રાજકોટ જીલ્લા કોંગ્રેસ ના ઉત્સાહી પ્રમુખ શ્રી હિતેષભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા

કાર્યક્રમની શરૂઆત પૂર્વે આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા અને કોમ્યુનિકેશન ક્રાંતિ ના સર્જનહાર પૂર્વ વડાપ્રધાન સ્વ,શ્રી રાજીવ ગાંધી ના આજરોજ જન્મદિન નિમિત્તે રાજીવજી ના કાર્યકાળ ને યાદ કરી ઉપસ્થિત તમામ આગેવાનો એ મૌનપાળી અંજલી અર્પી હતી

ઋત્વિકભાઈ મકવાણા તેમજ હિતેષભાઈ વોરાએ ઉપસ્થિત કાર્યકરો ને આગામી સમયમાં કોંગ્રેસ પક્ષના સંગઠન ને વધું મજબુત કરવા તેમજ ભાજપ સરકારની નિષ્ફળતા લોકો સુધી પહોંચાડવા આહવાન કર્યુ હતું તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી ભાજપ સરકાર પર આકરા ચાબખા માર્યા હતા

લોકસંવાદ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શૈલેષભાઈ કપુરીયા જીલ્લા મહામંત્રી વિશાલભાઈ પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણી જસદણ વિધાનસભા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ ના કોર્ડિનેટર મેહુલભાઈ સંઘવી શહેર કોંગ્રેસ સુરેશભાઈ છાયાણી જયુભાઈ વાળા ધીરૂભાઈ છાયાણી જયેશભાઈ મયાત્રા વલ્લભભાઈ ખાખરીયા રણજીતભાઈ મેણીયા બશીરભાઈ પરમાર હરેશભાઈ ધાધલ ફલજીભાઈ પરમાર મોહસીનભાઈ મુલતાની તેમજ સંગઠનના ઉપપ્રમુખ – મહામંત્રી – મંત્રી અને કારોબારી સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા